આહાહા!! રાજસ્થાનની શું વાત કરવી!! ફરવાની મજા તો બાકી અહીં જ છે – શું તમે જાણો છો આ માહિતી??

ભારત એક એવો દેશ છે, જેનાં દરેક રાજ્યના શહેરમાં વિવિધતા જોવા મળે છે. એ વિવિધતાની દ્રષ્ટિએ ખુબ જ સરસ એવું ‘રાજસ્થાન’ મોખરેના સ્થાન પર છે. તો આજ જાણીએ રાજસ્થાન વિશેના તથ્યો, જે સુપર કહાનીથી ભરેલ છે.

અંબા માતા મંદિર, જેસલમેરનો કિલ્લો, જયપુરનું વ્હાઈટ મંદિર વગેરે જોવા લાયક સ્થળોની યાદીમાંથી એક છે. રાજસ્થાન રંગબેરંગી સંસ્કૃતિનું બેનમુન ઉદાહરણ છે.

રાજસ્થાન – હ્તોડી અને મેવાડ વચ્ચે આવેલ છે તથા મધ્યપ્રદેશની સીમા પર સ્થિત છે. મારવાડી ભાષા રાજસ્થાનના ૪૦ થી ૫૦ મિલિયન લોકો દ્વારા સૌથી વધુ બોલાતી ભાષા છે. રાજસ્થાનનો મુખ્ય વ્યવસાય ખેતી છે. તેમજ સાધારણ જીવન જીવવાવાળા લોકો અહીં રહે છે. રાજસ્થાનમાં શુષ્ક ખેતી થાય છે. અહીંની જમીનમાં પાણીની માત્રા બહુ ઓછી જોવા મળે છે, તેથી એ મુજબના પાકનું વાવેતર જ શક્ય બને છે.

નૃત્યની દ્રષ્ટિએ રાજસ્થાન આગળ છે. અહીં અનેક પ્રકારના નૃત્ય લોકપ્રસિધ્ધ છે. જે તમામ પ્રકારની ઉંમરના લોકોમાં માનીતું હોય છે. અમુક ખાસ નૃત્ય તો અહીંનાં કુશળ લોક જ રજૂ કરી શકે છે. રાજસ્થાનની વાનગીઓ પણ બહુ જગવિખ્યાત છે. બીકાનેરના ભુજીયા, મેઘપુરની માવાવાળી કચોરી, બાજરાના રોટલા અને લસણની ચટણી અહીંની પ્રખ્યાત વાનગીઓ છે.

મારવાડમાં માલ દે રાઠોડ અહીંના એક સમયમાં સૌથી શક્તિશાળી રાજા ગણાતા હતા. બીજા ઘણા રાજાઓ થઇ ગયા જે તેની વીરતા, બહાદુરી માટે પ્રખ્યાત હતા. અજમેરના રાજા પૃથ્વીરાજ ચૌહાણ પણ ઘણા પ્રખ્યાત હતા. જેના પર ટી.વી. સીરીયલ પણ બનેલ છે. મહારાણા પ્રતાપનો ઇતિહાસ આજ પણ લોકો પસંદ કરે છે.

રાજસ્થાનની જનસંખ્યા ૬ કરોડની આસપાસ છે. તેમજ પ્રવાસ-પર્યટન ઉદ્યોગ પણ રાજસ્થાનમાં સારી કમાણી કરાવે છે. જન સંખ્યાની દ્રષ્ટિએ ભારતમાં રાજસ્થાનનું આઠમું સ્થાન છે.

રાજસ્થાનમાં આવેલ માઉન્ટ આબુ જોવા લાયક સ્થળ છે. જેને રાજસ્થાનનું શિમલા એમ પણ ઓળખવામાં આવે છે. જયપુરનો હવામહેલ, ઉદયપુરની જેલ, જોધપુરનો કિલ્લો, અજમેરની દરગાહ વગેરે રાજસ્થાનના ખાસ પ્રવાસ પર્યટન સ્થળો છે.

આવી તો અનેક ખુબીઓથી ભરપુર રાજાથાનમાં રહેવા સાથે ફરવાની મજા બહુ અલગ અને અનેરી છે. તો હવેની નેક્સ્ટ ટુર રાજસ્થાન ખાતે કરજો. હા.હા..હા….રાજસ્થાનનું સ્થાન કોઈ ન લઇ શકે એ પાક્કું…

તો તમે પણ “ફક્ત ગુજરાતી” ની લેખક ટીમ દ્વારા પોસ્ટ થતા આર્ટીકલને પસંદ કરો અને આ પેઈઝને પણ અત્યારે જ લાઈક કરો.

#Author : Ravi Gohel

Content Copyrights Received

Leave a Comment