પાકિસ્તાને કર્યું આંતકી કાંડ – ભારતીય જવાનો પર આ રીતે થયો ભયાનક હુમલો અને તેની પાછળ આ વ્યક્તિનો આંતકી હાથ હતો.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષો પહેલા પણ યુદ્ધ થયા હતા અને આજે પણ થાય તેવી સંભાવના દેખાય છે. પાકિસ્તાન પોતાની નાકામ હરકતો કરતું રહે છે. તે ભારતને નબળું સમજે છે. પણ ભારત એક એવો દેશ છે, જે નક્કી કરે તો પાકિસ્તાનને પલમાં હરાવી શકે એમ છે. ઉપરાંત પાકિસ્તાનનો સફાયો થતા વાર લાગે એમ નથી. એવી પાકિસ્તાનની આંતકવાદી પ્રવૃત્તિ હજી ચાલી રહી છે. ગઈકાલના દિવસે પુલવામાં જે આંતકવાદી હુમલો થયો તેનો જવાબ ભારતના વડાપ્રધાન “નરેન્દ્ર મોદી” એ આપ્યો છે. મોદી સાહેબે જણાવ્યું કે, “આ હુમલાની કિંમત આંતકવાદીઓને ચૂકવવી પડશે.” એ સાથે હવે પાકિસ્તાનના ખોટા અટકચાળા ભારત સહન નહીં કરે.

નરેન્દ્ર મોદીએ ચોખ્ખું જ કહી દીધું કે, “હું આતંકી સંગઠનો અને તેમના વડાઓને કહેવા માગું છું કે તેઓ મોટી ભૂલ કરી ચુક્યા છે. મોટી કિંમત તેની ચુકવવી પડશે.  હું દેશને ભરોશો અપાવું છું કે હુમલા પાછળ જે તાકાત છે, જે પણ ગુનેગાર છે તેમને તેના કર્યાની સજા ચોક્કસ મળશે.”

વડાપ્રધાને બધાની જાહેરમાં કહ્યું કે, “અમે સૈનિકોને છુટો દૌર આપી દીધો છે. અમને અમારા સૈનિકો પર પૂર્ણ વિશ્વાસ છે એ પાકિસ્તાનને કચડી નાખશે.” એ સાથે આંતકવાદીઓએ આ વખતે હુમલો કરીને મોટી ભૂલ કરી નાખી છે. ખરેખર પાકિસ્તાનને આ વખતે બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. કારણ કે અત્યાર સુધીની વાત તો ઠીક હતી પણ આ વખતે પુલવામાં થયેલા આંતકવાદી હુમલાએ ભારતના એક-એક વ્યક્તિનું લોહી ઉકાળી નાખ્યું છે. બસ, હવે ભારત ટૂંક સમયમાં પાકિસ્તાનને કચડી નાખવા માટે તૈયાર છે.

Secirity personnal near awantipora blast site. Express Photo by Shuaib Masoodi 14/02/2019

પાકિસ્તાને ભારતીય CRPFના જવાનો પર હુમલો કર્યો હતો. છેલ્લા ૨૦ વર્ષમાં થયેલો સૌથી મોટો હુમલો છે. જેમાં શહીદની સંખ્યા ૩૭ થી વધુની પહોંચી ગઈ છે. પુલવામાં અવંતીપોરાના ગોરીપોરા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર IED બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. ખબર તો એવી પણ છે કે ફાયરીંગ પણ થયું હતું. બ્લાસ્ટમાં ૩૭થી વધુ જવાનો શહીદ થઇ ગયા છે અને ૪૫થી વધુ જવાનો ઘાયલ થયા છે. પાકિસ્તાનના હુમલાખોરોએ આ હરકત કરીને ભારત સામે પડકાર કર્યો છે. જેનો ટૂંક સમયમાં જ તેને વળતો જવાબ મળશે. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદએ આ હુમલાની જવાબદારી લીધી છે.

આ વખતેના આંતકવાદી હુમલામાં વડાપ્રધાને પણ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું હતું અને ટવીટર પર લખ્યું હતું કે, “આ વખતનું જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય.” ત્યારે આખી ઘટના એમ બની હતી કે, CRPFના ૨૫૦૦ જવાનોનો કાફલો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હતો ત્યારે વિસ્ફોટક ભરેલી બે ગાડીઓને આંતકવાદીઓ દ્વારા અથડાવવામાં આવી હતી. જેવી ગાડી અથડાઈ કે રીમોટથી તેને બ્લાસ્ટ કરવામાં આવી. આ સમયે ભારતીય સેનાના ઘણા વાહનો એકસાથે પસાર થઇ રહ્યા હતા. જેમાં એક ગાડીને વધુ અસર થઇ હતી જેમાં બેઠેલા ઘણા જવાનો ઘાયલ થયા હતા.

ઘાયલ જવાનોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા અને જમ્મુમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ હુમલો થયો તેનો મુખ્ય સુત્રધાર આદિલ ડાર મોહમ્મદ છે. ટવીટર પર આ હુમલો કરનાર વ્યક્તિની ફોટો પણ વાઈરલ થઇ છે. આદિલ ડાર મોહમ્મદે ઘટના પહેલાં પોતાનો એક વીડિયો તૈયાર કર્યો હતો. આદિલ જેશનો ફિદાયીન હુમલાખોર હતો અને તેણે આ આતંકવાદી હુમલાને અંજામ આપ્યો હતો.

પાકિસ્તાનને આ વખતે સૌથી મોટી ભૂલ કરી છે કારણ કે એકસાથે આટલી મોટી સંખ્યામાં ભારતીય જવાનો પર હુમલો કરીને તેને ભારતની શાંતિને ખોરવી નાખી છે. આવનારા સમયમાં ભારત પાકિસ્તાનને સામે જડબાતોડ જવાબ આપશે એ વાત નક્કી છે. એ નિમિતે આપણે સૌ એકઠા થઈને “જય ભારત” લખીને આપણી હાજરી દર્શાવીએ. તો બધાને નમ્ર વિનંતી છે કે કમેન્ટમાં “જય ભારત” લખીને પોતાની હાજરી દર્શાવો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

#Author : Ravi Gohel

Leave a Comment