PUBG જ નહીં પણ LUDO ગેમ રમતા હોય તેની પણ ધરપકડ થઇ શકે છે. આ કિસ્સો જાણીને તમે રમવાનું બંધ કરી દેશો..

દેશના યુવાધનને ખતમ કરનાર ગેમ PUBG એ દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. ચારેતરફ માણસો મોબાઈલ લઈને ગેમ રમતા થઇ ગયા છે. જુગાર જેવી સ્થિતિ ઉભી થઇ ગઈ છે. બધા લોકો આ ગેમની’ ચપેટમાં એવા આવ્યા હતા કે ગેમ રમવાનું વ્યસન થઇ ગયું હતું.

હવે જયારે PUBGને બૈન કરવામાં આવી છે ત્યારે પોલિસ આ ગેમ રમનાર વ્યક્તિઓને શોધી રહી છે. એથી વિશેષ બન્યું છે એવું કે, લોકો ખૂણે ખાચરે બેસીને પણ PUBG રમી રહ્યા છે. કોઈ છુપાઈને ગેમ રમી રહ્યું છે. પણ PUBGને બૈન કરી એ વાત બહુ સારી છે. આવી ગેમ ભારત દેશમાં દુષણ બની ગઈ હતી. જેને કારણે દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધતું જતું હતું. ગેમ રમવાના શોખીનો તો કામમાં ધ્યાન આપતા જ ન હતા.

PUBGને બૈન કરવામાં આવી છે એ માહિતી તો તમને ખબર હશે પરંતુ પણ એ લીસ્ટમાં LUDO પણ આવી ગઈ. પોલીસે LUDO રમનારાને પણ પકડી રહી છે. હાલમાં જ અમદાવાદ પોલીસે ૪ વ્યક્તિઓ ને LUDO રમતા પકડીને તેની સામે ગુનો નોંધીને ધરપકડ કરી હતી. એટલે હવે LUDO રમનાર વ્યક્તિને પણ ધ્યાન રાખવું પડશે.

અમદાવાદમાં મણીનગર પોલીસે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જે ચારેય LUDO ગેમના રસિયાઓ હતા અને જાહેરમાં બેસીને LUDO ગેમ રમી રહ્યા હતા. LUDO ગેમ પર પ્રતિબંધ નથી પરંતુ પોલીસ છતાં રમનાર વ્યક્તિઓને શોધી રહી છે કારણ કે ગેમ ઉપર જુગાર રમતા લોકોની સંખ્યા ઓછી થાય. પોલીસને આ ચારેય શખ્સ પર શક હતો તે તેઓ ગેમ પર જુગાર રમી રહ્યા છે. એ કારણે પોલીસે આ ચારેયની ધરપકડ કરી હતી.

પોલીસે પ્રગતીનગર ચાર રસ્તા પાસે ચાર યુવકની ધરપકડ કરી હતી. મણીનગર પોલીસને એવી શક હતો કે આ જુગારની કોઈ કડી હશે પરિણામે ચારેય શખ્સને પકડીને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતા. ચારેય શખ્સના મોબાઈલ, વાહન અને રોકડ રકમ જપ્ત કરી હતી. આશરે ૨૩ લાખ જેટલો મુદ્દામાલ પોલીસે જપ્ત કરીને હાથ કર્યો હતો.

અમદાવાદમાં પોલીસે તેનો મિજાજ બતાવ્યો હતો. ગેમ રમનાર લોકોને પોલીસ શોધી-શોધીને પકડી રહી છે. તો હવે તમે જાહેરમાં ગેમ રમતા ચેતી જજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment