ભરૂચના આંગણે બધાને મફતમાં મળશે સુવા માટેની જગ્યા એ પણ તદ્દન નવા ઘરમાં – એકપણ રૂપિયો નહીં આપવો પડે

ગુજરાત રાજ્ય આમ તો દેશ વિદેશમાં પ્રખ્યાત છે. બધે ગુજરાતીઓની નામના પણ સારી છે એ પાછળનું કારણ જોઈએ તો એવું છે કે અહીંના માણસો એકદમ ખાસ છે. ગુજરાતી લોકોના સ્વભાવ અને ધાર્મિક વૃતિના કારણે ઈશ્વરે ગુજરાત રાજ્યને સમૃદ્ધ બનાવ્યું છે. એવી જ એક વાતને ઉજાગર કરતી ઘટના જાણવી હોય તી વધુ વાંચો આ આર્ટીકલને આગળ..,

વાત છે ભરૂચની – અહીંની નગરપાલિકાએ એટલી જોરદાર વ્યવસ્થા કરી કે જેમાંથી બધાએ શીખવા જેવું છે. ભરૂચ નગરપાલિકાએ બેઘર અને અનાથ લોકો માટે આશ્રય સ્થાનની વ્યવસ્થા કરી છે. એ પણ બિલકુલ ફ્રી. મફતમાં જેની પાસે ઘરની સગવડ નથી તેને રહેવા માટેની જગ્યા આપવામાં આવશે. ભરૂચમાં પહેલીવાર આ રીતે જરૂરિયાતમંદ લોકોને મદદ કરીને ગરીબ લોકોના દિલ જીતવાનો પ્રયાસ છે. હજુ માહિતી આગલા પણ જાણવા જેવી છે.

આશ્રય સ્થાનની વ્યવસ્થા તો કરી પણ તમને ખબર છે આ વ્યવસ્થા કઈ રીતે કરવામાં આવી છે? જરૂરીયાતમંદ લોકો માટે નાઈટ શેલ્ટર ઓન વ્હીલની યોજના પ્રથમ વખત ભરૂચમાં શરૂ કરવામાં આવી છે. જેમાં એવું છે કે વગર કામની જૂની પુરાણી બસને રીનોવેશન કરીને તેમાંથી ઘર જેવી જ વ્યવસ્થા કરવામાં આવી. બસની અંદર તમામ સગવડ કરવામાં આવી કે જે એક માણસને જરૂર પડતી હોય.

જેની પાસે આશ્રયસ્થાન નથી અને પરેશાન થતા હોય તેને આ જગ્યા આપવામાં આવશે. સામાન્ય રીતે વરસાદ અને ઠંડીના મૌસમમાં રસ્તાઓ અને જ્યાં-ત્યાં ફૂટપાથ પર ગરીબ લોકો સુતા હોય તેવું જોવા મળે છે. પણ ભરૂચ નગરપાલિકાથી આ દ્રશ્યને બદલી શકાશે. જેને ખરેખર જરૂર છે તેવા લોકોને આ જગ્યા રાતવાસો કરવા માટે આપવામાં આવશે.

નગરપાલિકાના સહયોગથી ગરીબ લોકોને હવે આસાનીથી ઘર જેવું આશ્રયસ્થાન મળી જશે. અધિકારીઓ હાલ નકામી પડેલી બસને ગરીબ લોકોના આશ્રયસ્થાન બનાવવાની કામગીરીમાંથી ફ્રી થયા જ છે અને જો આ પ્રોજેક્ટ યોજના મુજબ ચાલશે તો હજુ વધુ બસોને નાઈટ શેલ્ટર બનાવવામાં આવશે. વધુ માહિતી જાણીએ તો બે બસને લગભગ ૬ લાખ રૂપિયા ખર્ચ કરીને રીનોવેશન કરી ત્યાર બાદ બંને બસમાં નાઈટ શેલ્ટર સીસ્ટમ બનાવવામાં આવી. જે બસને હવે રેલ્વે સ્ટેશન પર પાર્કિંગ કરી દીધી છે.

અહીંના પાલિકા અધિકારીએ પણ મીડીયાવાળાને વાતચીત સાથે જણાવ્યું છે કે, ગરીબ અને ઘર વગરના જરૂરીયાતમંદ લોકોને આરામ કરવા અને સુવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધીનો આ પેહેલો પ્રોજેક્ટ છે જેમાં નગરપાલિકા આ રીતે સહયોગ કરીને મદદ બતાવી છે. આ બસનો ગેરઉપયોગ ન થાય તે માટે બસની અંદર સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે. બે અલગ અલગ પ્રકારની નાઈટ શેલ્ટર બસ બનાવવામાં આવી છે, જેમાં એક પુરૂષો માટે છે અને એક સ્પેશીયલ મહિલાઓ માટે છે.

ખાસ જરૂર છે એવા વ્યક્તિઓને વપરાશ માટે જગ્યા આપવામાં આવશે. સાથે એક બસમાં બસ વ્યક્તિ આરામથી સુઈ શકે એવી ગોઠવણ કરવામાં આવી છે. એ ઉપરાંત દરેક જગ્યા પર એક રજાઈ, ઓશીકું અને પાથરવા માટેની વ્યવસ્થા પણ છે. લાઈટ, પંખા, પીવાનું પાણી જેવી તમામ વ્યવસ્થા ઉપલબ્ધ છે.

શિયાળાની ઠંડીની મૌસમમાં નિરાશ્રિત વ્યક્તિને સુવા માટે બરાબર વ્યવસ્થા મળે અને જેની પાસે સાવ રહેવા કે સુવાની સગવડ નથી તેના માટે આ નકામી પડેલી બસમાંથી જે નાઈટ શેલ્ટર બનાવી છે તે આશીર્વાદ સમાન છે. ખરેખર ભરૂચ નગરપાલિકાને સલામ છે.

સરકાર આ પ્રોજેક્ટને સફળ બનાવવાના બધા જ પ્રયાસો કરી રહી છે. કદાચ એવું પણ બેન આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં આ યોજના કરગર નીવડે અને જરૂરીયાતમંદને સુવા માટેની જગ્યા આપીને સારા કર્મ બાંધી શકાય. એટલે તો કહેવું પડે ને..જય જય ગરવી ગુજરાત…

તમે આ આર્ટીકલ વાંચી રહ્યા હતા “ફક્ત ગુજરાતી” પેઇઝ પર. તો અમારા સરસ મજાના પેઇઝને લાઈક કરવાનું ભૂલશો નહીં.

#Author : Ravi Gohel

All Copyrights Received

Leave a Comment