પેશાબ મહેસૂસ થાય તો તુરંત જાઓ…પેશાબને દબાવી રાખવાથી કંઈક આવું થઇ શકે છે…

પેશાબને વધુ સમય કંટ્રોલ કરવાની આદત મોટી બીમારી સર્જી શકે છે. કદાચ આ વાત નાની અમથી સમજાતી હશે પણ એ માટે જ આ લેખને તૈયાર કર્યો છે.

જાણકાર ડોકટરોની ટીમ જણાવે છે કે, માણસનું શરીર એ કુદરત તરફથી મળેલ અમુલ્ય ભેટ છે. સમયે સમયે કુદરતની સીસ્ટમ મુજબ અલાર્મ વાગે છે અને શરીર અલાર્મ વગાડીને બધું જણાવે છે. પણ માણસ જ એવો છે કે ‘કુદરતના અલાર્મ’ને સાંભળતો નથી અને પ્રક્રિયા મહેસૂસ થતી હોવા છતાં તેને બદાવીને રાખે છે.

ઠીક છે ચાલો પેશાબને ક્યારેક બદાવીને રાખો તો અલગ વાત છે પણ પેશાબ રોકવાની આદત થઈ ગઈ હોય તો તેને માટે તમારે મોટી સજા ભોગવવી પડે એમ છે. એ જાણવા માટે આ લેખને અંત સુધી વાંચજો. આજના લેખમાં પેશાબ રોકવાની આદત હોય તો શું થાય એ ગંભીરતા વિશે જણાવ્યું છે, તો દરેકને આ જાણકારી લેવી જરૂરી છે. તમને અંદાજ આવે કે માત્ર પેશાબ રોકવાથી શું થઇ શકે છે…

• પથરી થવાનું કારણ બની શકે છે :

લાંબા સમય સુધી પેશાબ રોકવાની આદતથી પેશાબની થેલી અને પેશાબની નળીમાં જલન થઇ શકે છે. કીડનીની કાર્યપ્રણાલી પર અસર થાય છે અને પેશાબમાં રહેલા મિનરલ એકત્રિત થઈને પથરીનું નિર્માણ કરે છે.

• પેશાબના રસ્તામાં તકલીફ સર્જાય છે :

પેશાબના માર્ગમાં સંક્રમણ થવાના ઘણા કારણ હોઈ શકે, પણ પેશાબ રોકવાની આદતથી પણ મૂત્ર માર્ગમાં સંક્રમણ થઇ શકે છે. પેશાબ રોકી રાખવાથી બેક્ટેરિયા મૂત્ર માર્ગમાં પ્રસરે છે અને પેડૂમાં દુખાવો, પેશાબમાં ગંધ, પેશાબમાં રંગ પરિવર્તન, મૂત્ર માર્ગમાં બળતરા વગેરે કારણો ઉદ્ભવે છે.

• પેશાબની થેલીમાં તીવ્ર ખેચાણ થાય છે :

પેશાબ રોકી રાખીએ ત્યારે પેશાબની થેલી આખી ભરાઈ ગઈ હોય છે અને જ્યાં સુધી પેશાબને શરીરમાંથી બહાર કાઢવામાં ન આવે ત્યાં સુધી થેલી તીવ્ર ખેંચાણની સ્થિતિમાં રહે છે એ કારણે પેટથી નીચેના ભાગમાં દુઃખાવો થઇ શકે છે. વધુ ગંભીર સ્થિતિની વાત કરીએ તો પેશાબને લાંબો સમય રોકી રાખવાની આદત જાનલેવા સાબિત થઇ શકે છે.

• ખતરાની નિશાની :

પેશાબ કરવામાં લાંબો સમય લાગે તો સમજવું કે એ ખતરાની નિશાની છે. યુરોલોજીસ્ટ જણાવે છે કે, મહિલાઓમાં ૨૦ થી ૩૦ સેકન્ડ અને પુરૂષોમાં ૪૦ થી ૫૦ સેકન્ડમાં પેશાબ કરવાની ક્રિયા ખતમ થઇ જવી જોઈએ. આથી વધારે જો સમય લાગે તો ખતરાની નિશાની કહેવાય છે.

• તો તમે સામાન્ય છો એવું સમજવું…

રાતના ૮ કલાક સુવા માટે હોય છે. એક સ્વસ્થ વ્યક્તિ ઊંધ દરમિયાન એકવાર પેશાબ જાય છે. સુતા પહેલા અથવા ઉઠ્યા પછી પેશાબ જવું એ દિવસમાં ગણવામાં આવે છે. બાકીના બચેલા ૧૬ કલાકમાં તમે ત્રણ થી ચાર વખત પેશાબ જવાની પ્રક્રિયા કરો છો તો તમે એક સામાન્ય અને સ્વસ્થ વ્યક્તિ છો.

આ લેખને ખરેખર જાણીને મિત્રો સાથે શેયર કરવો જોઈએ જેથી જેને માહિતી નથી એ લોકો સુધી આ જાણવા જેવી માહિતી પહોંચી શકે. એ સાથે તમે “ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો.

Author : Ravi Gohel

Leave a Comment