પ્રિયંકા ના લગ્ન માં કન્યાદાન કરવા પહુંચ્યા આ દિગ્ગજ કપલ. આખરે કોણ કરે છે કન્યાદાન? જાણીને સ્તબ્ધ થઇ જશો.😲😲

મીડિયા રિપોર્ટની માનીએ તો લગ્ન 2 કે 3 ડિસેમ્બરે થશે. દીપિકા અને રણવીરની રીતે આ કપલ પણ રીતી રિવાજથી લગ્ન કરશે. એક હિંદુ અને બીજા ક્રિશ્ચિયન. લગ્નથી પહેલા પૂજામાં પ્રિયંકા તેમના જેઠ જેઠાણી સાથે ઘરે પહોંચી હતી. પ્રિયંકાની જેઠાણી સોફી ટર્નર રેડ કલરના સૂટમાં સુંદર લાગી રહી હતી.

પ્રિયંકાની પ્રી વેડિંગ ફંકશન પહેલા મેહરાનગઢ કિલ્લાથી થવાની હતી આખરે અવસરે મેન્યૂ બદલાય ગયું. ખબરોની માનીએ તો પ્રિયંકાએ જોધપુર પોલીસથી મેહરાનગઢથી ઉમ્મેદ ભવન પેલેસ જવા માટે પ્રોટેક્શન પણ માંગ્યું હતું. પોલીસ પ્રોટેકશન આપવામાં અસુવિધા જાહેર કર્યા બાદ. પ્રિયંકાએ બધા ફંકશન ઉમ્મેદ ભવન પેલેસ કરવાનો નિર્ણય લીધો.

દીપવીરના લગ્ન બાદ હવે પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નની ચારેકોર ચર્ચા છે. આ અઠવાડિયુ પૂરુ થતા સુધીમાં પ્રિયંકા હંમેશા માટે નિકની થઈ જશે. લગ્નની લગભગ બધી જ તૈયારી થઈ ગઈ છે. આવામાં જાણો કોણ કરવાનું છે પ્રિયંકા ચોપરાનું કન્યાદાન?

મમ્મી નહિ કરે કન્યાદાન


સ્વાભાવિક છે કે કોઈપણ છોકરી અને તેના માતા-પિતા માટે લગ્નમાં કન્યાદાનની વિધિ સૌથી મહત્વપૂર્ણ હોય છે. પ્રિયંકા ચોપરા તેની માતા મધુ ચોપરાથી બહુ જ ક્લોઝ છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે પ્રિયંકાનું કન્યાદાન તેની માતા નથી કરવાની.

પરિણીતીના માતા-પિતા ફરજ નિભાવશેઃ


ખબર અનુસાર પરિણીતી ચોપરાના માતા-પિતા રીના અને પવન ચોપરા પ્રિયંકાનું કન્યાદાન કરશે. 29 નવેમ્બરે મહેંદી અને 30 તારીખે સંગીતનો પ્રોગ્રામ છે. આવામાં 1 ડિસેમ્બરે હિન્દુ રિતી રિવાજ અને 2 ડિસેમ્બરે ક્રિશ્ચન સ્ટાઈલમાં લગ્ન થશે.

બધી જ વિધિ ઉમેદભવનમાં થશેઃ

પ્રિયંકા ચોપરાની સંગીત સેરેમની મહેરનગઢ ફોર્ટથી ઉમેદભવનમાં શિફ્ટ કરી દેવાઈ છે.પ્રિયંકા અને નિકે મહેરનગઢ ફોર્ટથી ઉમેદભવન સુધી પોલીસ સિક્યોરિટી માંગી હતી અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખતા જોધપુર પોલીસે ઈનકાર કરી દીધો હતો.

પાંચ દિવસના લગ્ન પાછળ આટલો બધો ખર્ચ કરવાના છે પ્રિયંકા-નિક


જોધપુરના ઉમેદભવનમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર બીજી ડિસેમ્બરે ઉમેદભવનમાં લગ્ન થવાના છે. રણવીર દીપિકાની જેમ નિક-પ્રિયંકાના લગ્નમાં પણ માત્ર અંગત લોકો જ હાજરી પૂરાવશે.

આખી હોટેલ બુક કરાઈઃ


એક અગ્રણી અખબારના રિપોર્ટ અમુસાર નિકના મહેમાનો સીધા જોધપુર જ ઉતરશે જ્યારે પ્રિયંકાના સગા સંબંધીઓ 29 નવેમ્બરે જોધપુર આવશે. 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી આલીશાન તાજ ઉમેદ ભવન પ્રિયંકા-નિક માટે આખેઆખી બુક કરાઈ છે. ડીએનએ સાથેની વાતચીતમાં હોટેલના એક સ્ટાફે જણાવ્યું કે આ દિવસ દરમિયાન એકપણ રૂમ ઉપલબ્ધ નથી. પાંચ દિવસ સુધી અમારી આખી હોટેલ બુક કરી દેવાઈ છે.

રૂમ બુકિંગ માટે આટલો ખર્ચઃ


તાજ ઉમેદ ભવન પેલેસમાં 64 લક્ઝુરિયસ રૂમ્સ અને સ્વીટ્સ છે. દરેક રૂમનું એક રાતનું ભાડુ 47,300 રૂપિયા છે. ઐતિહાસિક સ્વીટ્સ માટે એક રાતનું ભાડુ 65,300 રૂપિયા છે. જ્યારે રોયલ સ્વીટ્સ માટેનું ભાડુ 1.45 લાખ રૂપિયા, ગ્રાન્ડ રોયલ સ્વીટ્સ માટે 2.30 લાખ રૂપિયા અને પ્રેસિડેન્શિયલ સ્વીટ્સ માટે ભાડુ 5.04 લાખ રૂપિયા પર નાઈટ છે. ગણતરી માંડો તો કપલ એક રાતના માત્ર રોકાવાના જ રૂ. 64.40 લાખ ભાડુ ચૂકવશે. પાંચ દિવસ માટે આખી હોટેલ બુક કરાઈ છે. એટલે કે પ્રિયંકા-નિક માત્ર એકોમોડેશન પાછળ જ રૂ. 3.20 કરોડ ખર્ચી નાંખશે.

લગ્નમાં કેટલા લોકો હશે?


રિપોર્ટ અનુસાર પ્રિયંકા-નિકના લગ્નમાં 80 જેટલા લોકો ભાગ લેવાના છે. ઑફિસરના જણાવ્યા મુજબ ત્રણ દિવસ ફોર્ટ પર ફંકશન કરવાના રૂ. 30 લાખ રૂપિયા થશે અને કેટરિંગના રૂ. 43 લાખ જેટલા ખર્ચ થશે. લગ્ન પહેલાના ફંક્શનમાં જ પ્રિયંકા નિક 73 લાખ રૂપિયા ખર્ચી નાંખશે.

4 કરોડનો ખર્ચ?


પ્રિયંકા નિકના લગ્નમાં બધુ મેળવીને 4 કરોડનો ખર્ચ થાય તેવી શક્યતા છે. તાજેતરના સમયમાં થયેલા આ સૌથી મોંઘામાં મોંઘા લગ્ન હશે.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment