પ્રિયંકાના લગ્નમાં વડાપ્રધાન મોદીજી આવ્યા તો પ્રિયંકા એ આવી વાત કરી – બધા જાણીને એટલે આગળ શું કરવું ખબર પડે

(Image: Reuters)

બોલીવુડની મેરેજ સીઝનમાં એકબીજાને ત્યાં સ્ટારો એન્જોય કરતા જોવા મળે છે. એ રીતે બગડેલા સંબંધોને સુધારવાનો મોકો પણ મેરેજ દરમિયાન મળી જતો હોય છે. ઘણાખરા સ્ટાર એવા હતા કે જે માર્કેટમાં બહુ સારા નામદાર છે પરંતુ બગડેલા સંબંધોને કારણે જ લગ્નમાં આવવાનું ટાળ્યું હતું. કદાચ તમને ખબર પડી ગઈ હશે કે અમે કોની વાત કરી રહ્યા છીએ. પણ આપણે એ વિષય ઉપર ચર્ચા કરવાના નથી કારણ કે એથી વિશેષ જાણવા જેવી વાત છે જે જાણીને તમે ખુશ થઇ જશો.

એક કહેવત છે ને કોઈના વગર કોઈનું અટકતું નથી એવી રીતે પ્રિયંકાના લગ્ન નીક સાથે બહુ ધામધૂમથી થયા પછી ભલે અમુકે હાજરી આપી હોય કે નહીં. તમામ શાહી સુવિધા અને નવા અંદાજના રીત-રીવાજોને ફોલો કરીને ઇન્ડીયામાં બધી લગ્નવિધિ પૂર્ણ કરી હતી. લગ્ન પછી તેને મહેમાનો માટે રીસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું છે. જો કે એક રીસેપ્શન પાર્ટી દિલ્હીમાં તો આયોજન કરી નાખી હતી.

(Image: Reuters)

મળતી વિગતો મુજબ વાત કરીએ તો મુંબઈમાં અન્ય મહેમાનો સાથે લગ્નની ખુશી વહેંચવા માટે ૧૫ અથવા ૧૬ ડીસેમ્બરે પ્રિયંકાનું રિસેપ્શન રાખવામાં આવશે. ન્યુ કપલે મહેમાનોને કોઈ જ તકલીફ ન પડે એ માટે જબરદસ્ત સુવિધાનું આયોજન કર્યું છે. એ સાથે બંનેએ દિલ્હીમાં મંગળવારના દિવસે પહેલું રીસેપ્શન આપ્યું હતું. ખાસ વાત એ છે કે, આ રીસેપ્શનમાં આપણા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવ્યા હતા. પ્રિયંકા અને નીકે પીએમ મોદીને પણ આમંત્રિત કર્યા હતા. મોદીજીએ રીસેપ્શનમાં હાજરી આપી એ અર્થે પ્રિયંકા અને નીકે તેનો આભાર વ્યક્ત કર્યો હતો.

બહુ રસપ્રદ એવી વાત એ છે કે, રીસેપ્શનમાં નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે પીએમ મોદીજી સાથે આવું કર્યું જે તમને ખબર નહીં હોય. જો આખી વાત તમારે જાણવી હોય તો આ આર્ટીકલને અંત સુધી વાંચવાનું ભૂલતા નહીં. ઉપરાંત મોદીજી આવવાની ખુશીમાં પ્રિયંકાએ ટ્વીટરમાં પણ ટ્વીટ કર્યું, “આપણા સમ્માનનીય-માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો ખુબ ખુબ આભાર. જેને પ્રસંગમાં હાજરી આપી શોભા વધારી અને મોદીજીના આશીર્વાદથી હું પ્રભાવિત છું.” આ ટ્વીટ બહુ ચર્ચામાં રહી હતી.

એ સાથે પ્રિયંકા એ એક ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો જેમાં પ્રધાનમંત્રી તેની સાથે વાતચીત કરતા હોય એ રીતે જોવા મળ્યા હતા. મોદીજીએ નીકના માતા-પિતાને ભારતીય અંદાજમાં બે હાથ જોડીને નમસ્કાર કર્યા હતા. પ્રિયંકા અને નીક ૧-૨ ડીસેમ્બરના દિવસે જોધપુરના ઉમેદભવનમાં શાહી અંદાજથી લગ્ન કરીને લગ્નગ્રંથી થી જોડાયા હતા, જેમાં ઘણાખરા બોલીવુડના સ્ટાર અને બીજા નામદાર માણસો પણ ઉપસ્થિત રહ્યા હતા.

તો તમે પણ મોદીજીની આ વાત શેયર કરવાનું ભૂલતા નહીં. ભારતની સેલીબ્રીટી હોય અને ભારતના પીએમ હોય એવી વાતને શેયર કરવી જ જોઈએ ને..અને અમારા પેઇઝને લાઇક કરવાનું ભૂલતા નહીં. ફેસબુકનું એક માત્ર સુંદર પેઇઝ “ફક્ત ગુજરાતી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *