પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરાની આવી વાતો ઈન્ટરનેટમાં ખુબ વાઈરલ થઇ હતી..શું છે એ???

હોલિવૂડ તથા બોલિવૂડની પ્રસિદ્ધ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ આસામ સરકાર સાથે દગો કર્યો હોવાની ખબરો સામે આવી રહી છે. પ્રિયંકા ચોપરાને ૨૦૧૬ માં આસામ રાજ્યની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ૨ વર્ષ માટે નિયુક્ત કરવામાં આવી હતી. પણ તેનાથી આસામ રાજ્યનો કોઈ ખાસ લાભ થયો નથી.

આસામ સરકારના જણાવ્યા અનુસાર પ્રિયંકા ચોપરા પહેલા, બ્રાન્ડ એમ્બેસેડર બનવાનો પ્રસ્તાવ વિશ્વ વિખ્યાત ક્રિકેટર સચિન તેંડુલકર સામે રાખ્યો હતો. પણ સચિને આ પ્રસ્તાવનો અસ્વિકાર કર્યો. નોંધનીય બાબત એ છે કે, સચિને કયા કારણોસર આ પ્રસ્તાવનો અસ્વિકાર કર્યો એના વિશે આસામ સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

છેલ્લા બે વર્ષમાં પ્રિયંકાએ આસામ રાજ્યની મુલાકાત માત્ર બે વખત લીધી હતી. પરંતુ જ્યારે રાજ્ય સરકાર સાથે દગો કર્યા બદલ પ્રિયંકાની ટિકા થવા લાગી ત્યારે અચાનક જ પોતે, બ્રાન્ડ એમ્બેસેડર એવું દર્શાવવામાં માટે ઓસમાણ આસામના હેશટેગ સાથે, આસામ ટુરિઝમના પ્રમોશન માટે અમુક તસવીરો શેયર કરી. જેમાં તે આસામની પ્રસિદ્ધ લોકેશનો પર જોવા મળી.

તેના બિનવ્યવસાયિક અભિગમ તથા આસામ સાથે દગો કર્યાની વાતો પ્રકાશમાં આવતા જ પ્રિયંકાના પબ્લિક રિલેશન વિભાગ કાર્યરત થયા અને પ્રિયંકા આસામનાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કેટલી અનપ્રોફેશનલ છે અને કેટલો સમય ફાળવે છે એવી સ્ટોરીઓ ફરતી થઈ.

આ બધી ચર્ચાઓ અને વાતોની બાતમી આસામ સરકારને મળતાં, તરત જ પ્રિયંકાને આસામ બોલાવી અને આસામમાં ઠેર ઠેર પ્રિયંકા ચોપરાની તસ્વીરો લગાવી. તાજેતરમાં પ્રિયંકા જ્યારે આસામ ગઈ ત્યારે ત્યાં એક જ દિવસ વિતાવ્યો અને તેમાં પણ અમુક કલાકો એક પત્રકાર પરિષદ સંબોધવા માટે ફાળવી.

આસામ ટુરિઝમ નું ફોટોશૂટ પ્રિયંકા એ આસામના કુદરતી સ્થળોના બદલે મુંબઈના એક સ્ટુડિયોમાં કર્યું હતું. આ વાત બારે આવતા લોકોએ પ્રિયંકાની તથા રાજ્ય સરકારના નિર્ણયની ખૂબ જ આલોચના કરી.

પ્રિયંકાએ આસામ પાસેથી બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે તગડી ફી વસુલી હતી. અને પ્રિયંકાથી આસામને કોઈ નોંધપાત્ર ફાયદો થયો નથી. તથા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પ્રિયંકાનું કામ અસંતોષકારક નિવળ્યું છે. આસામ રાજ્યનો ચહેરો બની ત્યારે પ્રિયંકા અમેરિકામાં હતી.

પ્રિયંકા અને તેની સંપૂર્ણ ટીમ અમેરિકાથી ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરીને મુંબઈ આવી અને ત્યાંથી ચાર્ટર્ડ પ્લેનમાં આસામના જોરહટ ખાતે પહોંચી. તથા તે પ્લેન બે દિવસ સુધી જોરહટના એરપોર્ટ પર રહ્યું. જેનો સંપૂર્ણ ખર્ચ ૭૫ લાખ થયો જે રાજ્ય સરકારે ચૂકવ્યો. પ્રિયંકાના આ બેદરકાર વલણની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત આગળનાં પ્રોજેક્ટ માટે ભારે નીવડી શકે એમ છે.

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Payal Joshi

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment