પ્રિયંકા અને નિક તેમની લગ્નની વર્ષગાંઠ પર રોમેન્ટિક થયા, એકબીજા માટે ખાસ પોસ્ટ પણ લખી

પ્રિયંકાને આ અવસર પર પતી નિકે ખાસ અંદાજમાં અભિનંદન આપ્યા છે અને અભિનેત્રી પ્રત્યે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે. તેમણે લગ્ન સમયની ફોટો પણ શેર કરી છે. એટલું જ નહીં પ્રિયંકાએ પણ નિક ને લગ્નના આ બે સુંદર વર્ષોની શુભકામનાઓ આપી છે.

પ્રિયંકા ચોપડા અને નીક ની જોડી દુનિયાની સૌથી લોકપ્રિય જોડીઓમાની એક છે. પ્રિયંકા અને નિક મંગળવારે પોતાના લગ્નની બીજી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે અને તેમની ચારેબાજુથી ખુબ ખુબ અભિનંદન મળી રહ્યા છે. પ્રિયંકાને આ અવસર પર પતિ નીક દ્વારા ખાસ અંદાજમાં અભિનંદન આપ્યા છે અને અભિનેત્રી પ્રત્યે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે. તેમણે લગ્ન સમયની ફોટો પણ શેર કરી છે.એટલું જ નહીં પ્રિયંકાએ પણ નિક ને લગ્નના આ બે સુંદર વર્ષોની શુભકામનાઓ આપી છે.

નિક લગ્ન સમયની બે ફોટો શેર કરતાં કહ્યું કે સૌથી શાનદાર, સુંદર અને પ્રેરણાદાયી વ્યક્તિ સાથે લગ્નના બે વર્ષ પૂર્ણ થયા. લગ્નની વર્ષગાંઠ મુબારક પ્રિયંકા. હું તને પ્રેમ કરું છું. પ્રિયંકા ચોપડા વિશે વાત કરીએ તો તેમણે પણ એક ખાસ પોસ્ટ દ્વારા નિક ને અભિનંદન પાઠવ્યા. પ્રિયંકા દ્વારા શેર કરાયેલી થ્રોબેક ફોટોમાં તે નિક સાથે રસ્તા કિનારે ચાલતી નજરે આવી છે. બંને એ એક બીજાનો હાથ પકડ્યો છે. પ્રિયંકાએ ફોટો સાથે કેપ્શન માં લખ્યું કે લગ્નના બે વર્ષ પૂર્ણ થયા ના અભિનંદન. હંમેશા મારો સાથ આપવા માટે આભાર. તમે મારી તાકાત છો, નબળાઈ છો અને બધું જ છો. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું.

 

View this post on Instagram

 

A post shared by Nick Jonas (@nickjonas)

લગ્નના ફોટો ખુબ વાયરલ થયા હતા:

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડાએ ૧ ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ અમેરિકન સંગીતકાર નિક સાથે લગ્ન કર્યા હતા. ૨ ડિસેમ્બર, ૨૦૧૮ ના રોજ પ્રિયંકા અને નિકે ખ્રિસ્તી રીત રિવાજો સાથે લગ્ન કર્યા. આ સિવાય રિસેપ્શન અને પાર્ટી સહિત ઇવેન્ટના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, પ્રિયંકા ચોપડા હાલમાં વ્હાઇટ ટાઇગર અને વી કેન બી હીરોઝ જેવી ફિલ્મોનો ભાગ છે. તે વ્હાઇટ ટાઇગરમાં રાજકુમાર રાવની વિરુધ્ધ જોવા મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *