વડાપ્રધાનની જોડે ચાલતા કમાન્ડોની સૂટકેસમાં હોય છે કંઇક એવું જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે

કોઇ પ્રખ્યાત અને જેના દ્વારા લેવાતા દરેક નિર્ણયોની અસર ઇન્ટરનેશનલ હોય એવા રાજકીય લીડરોની સિક્યુરીટી પણ હાઇ-ટેક લેવલની રાખવી પડતી હોય છે.આ માટે જે-તે લીડરની સુરક્ષાની મહત્વની જવાબદારી એના અંગરક્ષક/બોડીગાર્ડના શિરે આવી પડે છે.એમાંયે ભારત જેવા દેશના વડાપ્રધાનની વાત હોય તો તો બોડીગાર્ડરૂપી સિક્યુરીટી જડબેસલાક જ હોવી જોઇએ!

આજે વાત કરીએ ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદીના બોડીગાર્ડ વિશેની એક રોચક માહિતીની.નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે તૈનાત અંગરક્ષકોએ બહુ સાવચેત અને સતર્ક રહેવું પડતું હોય છે.બાજનજર અને તીક્ષ્ણ ચપળતા રાખવી બહુ જરૂરી બની જાય છે.પ્રધાનમંત્રીની સાથે ચાલતા દરેક બોડીગાર્ડ આ માટેની કઠોર ટ્રેનિંગમાંથી પસાર થયેલા હોય છે.

લગભગ બધાએ જોયું હશે કે,પ્રધાનમંત્રીની સાથે ચાલતા બોડીગાર્ડના હાથમાં સૂટકેસ હોય છે.પણ શું તમને ખબર છે કે એ સૂટકેસમાં શું હોય છે?અંદાજો લગાવો!ખાસ કશી સૂઝ ના પડે વાંચો નીચે કે આખરે શું હોય છે એ થેલામાં!

‘ચિત્તે કી ચાલ ઔર બાજ કી નજર’જેવા બ્લેક કેટ કમાન્ડો’

વડાપ્રધાનની સુરક્ષા માટેની જવાબદારી તેમની સાથે રહેનારી સ્પેશિયલ પ્રોટેક્ટ ટીમ [SPG] ની હોય છે.આ ટીમમાં રહેલા દરેક SPG કમાન્ડોને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે કે જેથી કરીને તે દરેક મુસીબતનો હટકે સામનો કરી શકે.આ કમાન્ડોને Black Cat કમાન્ડો પણ કહેવામાં આવે છે કેમ કે,બિલાડીની ચપળતાથી તેના આંખ અને કાન હંમેશા સજાગ હોય છે.

શું હોય છે બોડીગાર્ડની બેગમાં –

પ્રધાનમંત્રી સાથે ચાલતા કમાન્ડોના હાથમાં રહેલી બેગમાં ઉપરની તરફ એક ન્યુક્લિયર બટન રહેલું હોય છે.જ્યારે પણ કોઇ કપરી સ્થિતી સામે આવે તો બટન દબાવતા જ જોતજોતામાં એક અભેદ કવચના રૂપમાં ફેરવાઇ જાય છે!દેખાવમાં ઘણું પાતળું લાગતું આ શીલ્ડ બુલેટ પ્રુફ હોય છે,જેથી કમાન્ડો ધાણીફૂટ ગોળીબારના સમયે આનો ઉપયોગ કરી શકે.

આ બેગ-કમ-શીલ્ડને વડાપ્રધાનથી અમુક અંતરે રાખવામાં આવે છે જેથી જ્યારે પણ પ્રધાનમંત્રી તરફ બુલેટ છૂટે તો ત્વરીત આનો ઉપયોગ થઇ શકે.આમાં બંદૂક રાખવાની પણ એક જગ્યા રહેલી હોય છે;આથી કરીને મુશ્કેલીના સમયે હમલાવરોને સામી લડત આપી શકાય.

Story Author: Fakt Gujarati Team & Kaushal Barad
તમે આ લેખ ‘Fakt Gujarati‘ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આર્ટિકલ વાંચવા બદલ આભાર

૩ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ.. શું તમે હજી સુધી આપણું પેજ લાઈક નથી કર્યું???

મિત્રો, આ લેખ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

Leave a Comment