ગામ માં સ્થળાંતર અટકાવવા ૨ વર્ષ પેહલા રૂ. ૧૦ હજાર શરૂ કરી કરી હતી મીઠાની કંપની, ૯ કરોડ રૂપિયા સુધી બજાર મૂલ્ય પહોંચ્યું, ૭ ખેડૂતો જોડાયા અને દરેકની આવક ૧૫ હજાર રૂપિયા હતી

Image source

• હર્ષિત એ હાલ માં દિદસારી કુલસૅ ના નામે શિકંજી મસાલા પણ લોન્ચ કર્યું છે. હાલમાં અત્યારે તે દર મહિને બે થી અઢી લાખ રૂપિયા કમાઈ રહ્યો છે.

• તેમણે પોતાનું ઉત્પાદન નું અમેરિકા માં પણ નિકાસ કર્યું. હર્ષિત કહે છે – બ્રિટનના સેના ના શેફે પણ એમનું મીઠું મંગાવ્યું છે.

દહેરાદૂન નો રહેનારો ૩૩ વર્ષ નો હર્ષિત સહદેવ મનોવેજ્ઞાનિક અને માનસિક આરોગ્ય પ્રોફેશનલ છે, ૧૫ થી વધુ દેશોમાં માનસિક આરોગ્ય કાર્યશાળા ઓ કરી ચૂક્યા છે. વર્ષ ૨૦૧૩ માં ઉત્તરાખંડ માં પૂરના કારણે ભારે વિનાશ થયો હતો ત્યારે તે અસરગ્રસ્ત ગામોમાં પહોંચીને મદદ કરવા માંગતા હતા. આઇટીબીપી સાથે જોડાયેલા તેના એક મિત્ર એ ઉત્તરકાશી જિલ્લાના દિદાસર ગામ નું સરનામું આપ્યું. હર્ષિત ત્યાં થયેલ પુર થી મચેલી તબાહી જોવા બેચેન હતો. અહી ૭૫ ટકા ખેતરો નાશ પામ્યા હતા. ગામ ને મુખ્ય માર્ગ સાથે જોડતો એક માત્ર પુલ પણ તૂટી ગયો હતો. ઘણા ઘર પણ તૂટી ગયા હતા.

Image source

હર્ષિત બતાવે છે કે,’અહી બધું જ નાશ થઈ ગયું હતું. લોકો ઘણી મુશ્કેલ સ્થિતિ મા હતા. પુલ વગર તેમનું જીવન મુશ્કિલ થઈ ગયું હતું. બહાર ની દુનિયા થી એક રીતે તેઓનો સંપર્ક જ તૂટી ગયો હતો.’ તેઓએ સ્થાનીય લોકોની મદદ થી ગામ નો પુલ ફરીથી બનાવવા મટે સામાજિક આંદોલન કર્યું, ત્યાર પછી પ્રશાસન ને પુલ બનાવવો પડ્યો.

લગભગ દોઢ વર્ષ ગામ માં રહ્યા પછી હર્ષિત દહેરાદૂન પાછો આવ્યો અને કૉર્પોરેટ સેકટર માં નોકરી કરવા લાગ્યો. ૨૦૧૮ માં ફ્રાંસ થી સાઈકલ ચલાવતી એક યુવતી કલોઈ ઇંડે ભારત પહોંચી ને મીડિયા રિપોર્ટ માં હર્ષિત વિશે વાચ્યું અને તેને મળવા દહેરાદૂન પહોંચી ગઈ. કલોઇ એ તે ગામ જોવાની ઇચ્છા બતાવી જ્યાં હર્ષિત એ કામ કર્યું હતું.

હર્ષિત ક્લોઇ સાથે પાછો દિદસારી પહોંચ્યો. અહી પરિસ્થિતિ હજુ પણ પહેલા જેવી જ હતી. બેરોજગારી ને લીધે પલાયન હતા. જંગલી જાનવરો ના પાક નાશ કરવાને લીધે લોકો ખેતી છોડી રહ્યા હતા. તેઓએ અહી ક્લોઇ ને પારંપારિક રીતે મીઠું ખવડાવ્યું. જેને ગુલાબી મીઠું પણ કહે છે. ગામ ની સ્ત્રીઓ પહાડી મીઠા માં હળદર, લસણ ,મરચું અને પહાડ ઉપર મળતી અન્ય જડીબુટ્ટીઓ મેળવી ને પીસે છે. ક્લોઈ ને આ સ્વાદ ખૂબ જ ગમ્યો. ચખતા જ તે બોલી કે તે આ ફ્રાંસ માં વેચી શકે છે.

બંને ગામ ના લોકો માટે કંઇક કરવા માંગતા હતા.તેઓએ આ મીઠા ને પેક કરીને વેચવા અને ગામ વાળા ને રોજગાર આપવાનું નક્કી કર્યું. બંને એ પાચ પાચ હજાર રૂપિયા આપી ને દસ હજાર રૂપિયાનું મીઠું ખરીદી દહેરાદૂન પાછા ફર્યા.

અહી તેમણે આ મીઠા નું નામ દીદસારી મીઠું રાખ્યું હિમશક્તિ બ્રાન્ડ હેઠળ તેનું પેકેજીંગ કર્યું. તે દહેરાદૂન ના કેટલાક કૉર્પોરેટ ઘર માં ગયા. જ્યાં આ મીઠું તેમણે દિવાળી ઉપર ઉપહાર માં આપવા લઈ લીધું. બંને ને સારી કમાણી થઇ.

Image source

પછી કલોઈ એ કહ્યું કે તે આ મીઠું ફ્રાંસ માં નાતાલ ઉપર ઉપહાર રૂપે વેચશે. બંને એ પારંપારિક ભારતીય કપડામાં આને પેક કર્યું. તેના પર બ્રાન્ડ નું નામ અને બાકી જાણકારી ફ્રેન્ચ ભાષામાં છપાવી. ક્લોઈ એ આ મીઠું ફ્રાંસ પહોંચાડ્યું જ્યાં આને પસંદ કરવામાં આવ્યું.

હર્ષિત કહે છે કે,’ ફ્રાંસ માં પણ લોકો એ આપણું મીઠું પસંદ કર્યું. અમને લાગ્યું કે આ ઉત્પાદન સારું છે અને આની આગળ વધવાની સંભાવના છે. આઈઆઈએમ કશિપુરે એગ્રો બેસ્ટ સ્ટાર્ટઅપ માટે અનુદાન માટેનું આવેદન કર્યું. અમે અહી આવેદન કરી દીધું અને સફળ રહ્યા. ક્લોઈ તો હવે ફ્રાંસ જતી રહી છે પરંતુ હર્ષિત આ બ્રાન્ડ ને આગળ વધારવામાં લાગી ગયો. તેમનું સ્ટાર્ટઅપ હિમશક્તી નું આઈઆઈએમ કાશિપુર થી ૨૫ લાખ રૂપિયાની ગ્રાન્ટ માટે પસંદગી પણ થઈ ગઈ.

હાલમાં તેઓએ દિદાસરી અને આજુબાજુ ના ગામના સાત ખેડૂતો પાસેથી કરાર પણ કરેલો છે અને તેઓને નિયમિત ચુકવણી પણ કરી રહ્યા છે. હવે તેની સાથે કુલ ચૌદ લોકો જોડાયેલા છે. હર્ષિલ હાલમાં બે થી અઢી લાખ રૂપિયા વચ્ચે કમાઈ લે છે અને તેની કંપની ની માર્કેટ માં કિંમત નવ કરોડ રૂપિયા છે.

હર્ષિત જાણીતા શેફ હરપાલ સિંહ સોઢી પાસે ગયા અને પોતાના ઉત્પાદન વિશે જણાવ્યું. તેમને આ વિચાર ગમ્યો અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે દિદાસારી મીઠા સાથે જોડાયા.

હર્ષિત હાલમાં જ દિદાસારી કુલસૅ નામનો શિકંજી મસાલો પણ બહાર પાડ્યો છે. દહેરાદૂન ના કેટલાક રેસ્ટોરન્ટ અને ફેક્ટરી માં આ મસાલો જાહેર કર્યો છે. તેમણે પોતાનું ઉત્પાદન અમેરિકા માં પણ નિકાસ કર્યો છે. હર્ષિત નું કહેવું છે કે બ્રિટન ની સેના માટે કામ કરનાર શેફે પણ આ મીઠું મંગાવ્યું છે.

Image source

લોકડાઉન ની તેમના ધંધા પર અસર તો થઈ હતી પરંતુ હવે તે પાટા પર ચાલી રહ્યો છે. હર્ષિત કહે છે કે, ” લોકડાઉન ના લીધે ઓનલાઇન રીટેઈલર એમેઝોન અને ફ્લિપકાર્ટ લીસ્ટ કરાવવામાં મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો. પહાડ પરથી સમાન લાવવા લઈ જવા મા પણ મુશ્કેલી પડી.”

હર્ષિત નો ઈરાદો વધુ માત્રામાં ગામના લોકો ને પોતાની સાથે જોડવાનો છે. તેઓ કહે છે કે, ‘ પહાડી ગામોમાં બેરોજગારી ને લીધે સ્થળાંતર ખૂબ વધુ થાય છે. પડકારોને લીધે લોકો ખેતી થી પણ દૂર થઈ રહ્યા છે. અમારો ઉદ્દેશ્ય ખેડૂતો માટે નિશ્ચિત આવક કરવાનો છે. અત્યારે અમારી સાથે જોડાયેલા ખેડૂતો ઓછામાં ઓછાં દર મહિને પંદર હજાર રૂપિયા કમાઈ છે. અમારો ધંધો આગળ વધશે તો અમે બીજા ખેડૂતો ને અમારી સાથે જોડીશું.

હર્ષિત હવે આજુબાજુ ના ગામડાના ખેડૂતોને પણ પોતાની સાથે જોડવા માંગે છે. તેઓ અજમાયશ ના આધારે આદુની ખેતી પણ કરાવે છે. હર્ષિત કહે છે કે , ‘ હવે તેઓ દિદસરી ગમના આ લોકોનું મીઠું દેશ અને દુનિયામાં લઈ જવા માંગે છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment