જો તમે પણ માથા મા થતી ફોલ્લીઓ થી પરેશાન છો તો આ ઉપચાર જરૂર અપનાવો.

Image source

દરેક ને પસંદ હોય છે કે તેના માથા ના વાળ લાંબા અને સુંદર હોય પરંતુ આ બધા વચ્ચે તમને માથા મા કે ખોપરીમાં ફોલ્લીઓ થવા લાગે તો વિચાર્યું છે. જો કોઈને માથામાં ફોલ્લીઓ થાય તો તેમાં દર વખતે ખંજવાળ આવે છે. અને તમે તેને લીધે બધા સમયે પરેશાન રહો છો. કેમ કે માથા મા થતી ફોલ્લીઓ ઘણી વખતે સાચી હોય છે અને તે ફોલ્લી માં પાણી ભરાય છે. ક્યારેક ક્યારેક તો પરેશાની એટલી વધી જાય છે કે માથા મા ફોલ્લીઓ થવાને કારણે ખંજવાળ આવે છે અને તમે તેને હાથ લગાવ્યા કરો છો અને તેના લીધે ક્યારેક ક્યારેક લોહી પણ નીકળે છે. માથા મા ફોલ્લીઓ થવાના ઘણા કારણો હોય છે જેમ કે પ્રદૂષણ, પરસેવો, માથામાં ગંદકી થવી, ખોટા શેમ્પૂ નો ઉપયોગ કરવો વગેરે. જેના લીધે માથામાં થતી ફોલ્લીઓ ને સહન કરવી પડે છે. પરંતુ આ ફોલ્લીઓ થી છુટકારો મેળવવા માટે તમે કેટલાક સરળ ઉપાયો અપનાવી શકો છો.

ક્યાં કારણ ને લીધે માથાની ચામડી પર ફોલ્લીઓ થાય છે.

  • વાળ મા લાંબા સમય સુધી તેલ લગાવેલું રાખવું.
  • બધા સમયે વાળ મા પરસેવો થવો.
  • વાળ મા ખરાબ ચીજો નો ઉપયોગ કરવો.
  • બધા સમયે વાળમાં ખોડો થવો.
  • ખરાબ ભોજન.

માથું એટલે કે ખોપરી પર ની ફોલ્લીઓ ની સમસ્યા થી છુટકારો કેવી રીતે મેળવવો.

વાળ મા દહીં લગાવવું.

જો તમને વાળ મા વધારે ખોડા ની સમસ્યા રહે છે તો તમે તમારા વાળ મા અઠવાડિયામાં બે વખત દહીં જરૂર થી લગાવો. દહીં લગાવવાથી તમારા માથા ની ચામડી ઠંડી રહેશે. દહીંમાં એન્ટી ફંગલ ગુણ મેળવવા માં આવે છે જે માથા ની ચામડી ને સાફ રાખવામાં મદદ કરે છે અને સાથે સાથે દહીં વાળ ને મોઈશ્વરાઇઝ પણ રાખે છે.

સરખા શેમ્પૂ નો ઉપયોગ કરવો.

જો તમને ઘણી વાર માથા મા ફોલ્લીઓ રહેતી હોય તો તમે તમારા શેમ્પૂની તપાસ જરૂર કરો. માથા મા ફોલ્લીઓ થવાનું કારણ તમારું શેમ્પૂ પણ હોય શકે છે. આ સમસ્યા થી છુટકારો મેળવવા માટે તમે લીમડાનું શેમ્પૂ લઈ શકો છો કે તેના માટે તમે કોઈ ડોક્ટર ની સલાહ લો.

માથામાં હળદર ના પાણી નો ઉપયોગ કરો.

હળદર માં એન્ટી ઈન્ફ્લામેટરી ગુણ રહેલો હોય છે જે શરીર માટે ફાયદાકારક હોય છે. જ્યારે પણ કોઈ ને માથા મા ફોલ્લીઓ કે ખંજવાળ જેવી સમસ્યા થાય છે ત્યારે તે આ સમસ્યા થી છુટકારો મેળવવા માટે હળદર ના પાણી થી પોતાના વાળ ને ધોવે. તેનાથી માથામાં થતાં ફંગલ ચેપ થી દુર થાય છે અને ચામડી ની પરેશાની થી છુટકારો મળે છે.

સફરજન ના સિરકા નો ઉપયોગ.

સફરજન ને તંદુરસ્તી નો રાજા કહેવામાં આવે છે. એટલા માટે તેના ઘણા ફાયદા હોય છે. તંદુરસ્તી ની સાથે સફરજન વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સફરજન નો સીરકો ખરતા અને પાતળા વાળ માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. આ સાથે તમારા વાળ મા ફોલ્લીઓ ની સમસ્યા છે તો પણ તમે આ બધા થી છુટકારો મેળવવા માટે સફરજન ના સીરકા નો ઉપયોગ કરી શકો છો.

જો તમે પણ માથા મા થતી ફોલ્લી થી પરેશાન છો તો આ પરેશાની થી છુટકારો મેળવવા માટે તમારે કોઈ કોસ્મેટિક ની જરૂર નથી પરંતુ તમે ઘરે રહી ને જ તેનો ઉપચાર કરી શકો છો તે પણ ખૂબ જ સરળતાથી કોઈ પણ સમસ્યા વગર.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment