જ્યારે શિયાળાની ઋતુ હોય છે ત્યારે આપણે લગભગ કંઈકને કંઈક ગરમ ખાવાની ખૂબ જ મન થાય છે, અને આ ઋતુમાં આપણે હલવાને ખાવાનો ખૂબ જ પસંદ કરીએ છીએ. પરંતુ આ બધી જ વસ્તુઓ કંઈકને કંઈ આપણા સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર નાખે છે. પરંતુ શું તમે વિસ્તારમાં કંઈક હેલ્ધી અને ટેસ્ટી ખાવા માંગો છો તો તમે ચાટ બનાવી શકો છો. ખાસ કરીને શિયાળામાં ચાટ ખાવું એક સારો આઈડિયા નથી, પરંતુ બદલાતા મોસમમાં તમે શિયાળામાં મળતી શાકભાજી અને અમુક હેલ્દી વસ્તુઓની મદદથી તમે ચાટ તૈયાર કરી શકો છો.
ઠંડીની ઋતુમાં લીલી શાકભાજી ખૂબ જ મળે છે, અને તમે પાલકની ચાટ તૈયાર કરી શકો છો તે સિવાય ઈંડા અને બીજી વસ્તુઓની મદદથી પણ ચાટ બનાવી શકાય છે. તો ચાલો આજે આ લેખમાં આપણે શિયાળાની અમુક ચાટ રેસિપિ વિશે જણાવી રહ્યા છીએ જેને તમે ટ્રાય કરી શકો છો.
એગ ચાટ
એગ ચાટ આસાનીથી બનતો નાસ્તો છે જે ટેસ્ટી હોવાની સાથે સાથે તમારા સ્વાસ્થ્યને પણ ખૂબ જ લાભ પહોંચાડે છે. આ ચાટ બનાવવા માટે પહેલા ઈંડાને ઉકાળવામાં આવે છે, અને ત્યારબાદ તેની ઉપર ચટણી અને મસાલા નાખવામાં આવે છે જે સ્વાદ ને ખુબ જ સરસ તડકો આપે છે.
સામગ્રી
- 4 બાફેલા ઈંડા (સમારેલા)
- ચમચી લાલ મરચું પાવડર
- મીઠું
- કપ બારીક સમારેલી ડુંગળી
- બારીક સમારેલા ટામેટાં
- બારીક સમારેલા લીલા મરચા
- 1 ચમચી લીલી ચટણી
- ½ ચમચી ચાટ મસાલા પાવડર
- 1 ચમચી લીંબુનો રસ
- 1 ચમચી બારીક સમારેલી કોથમીર
- 1 ચમચી ઝીણી સેવ
એગ ચાટ બનાવવાની રીત
- સૌ પ્રથમ ચાર ઈંડા ને બોઈલ કરો.
- ગરમ પાણી બહાર કાઢીને પેનમાં નળનું પાણી ભરો, જેથી ઈંડા થોડા ઠંડા થઈ જાય.
- હવે તેને છોલીને કાપો. આ કાપેલા ઈંડાને સર્વિંગ પ્લેટમાં મુકો.
- હવે તેની ઉપર સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચું છાંટો ત્યારબાદ તેની ઉપર સમારેલી ડુંગળી લીલું મરચું અને ટામેટા નાખો.
- ત્યારબાદ તમે લીલી ચટણી ચાટ મસાલો અને લીંબુનો રસ નાખો.
- તાજા ધાણા અને ઝીણી સેવ નાખીને તેને સર્વ કરો.
પાલક ચાટ
શિયાળાની ઋતુમાં પાલક ખૂબ જ સારી મળે છે અને તમે પાલકની ચાટ બનાવીને પણ ખાઈ શકો છો. તેને તીખી લીલી ચટણી, ગળી આંબલી, ખજૂરની ચટણી ડુંગળી સેવ અને મસાલાના મિશ્રણની મદદથી તૈયાર કરી શકાય છે.
સામગ્રી
- પાલકના પાન
- અડધો કપ બેસન
- એક ચપટી હળદર પાવડર
- એક ચપટી હીંગ
- એક ચપટી લાલ મરચું પાવડર
- ચપટી વરિયાળી પાવડર
- જરૂર મુજબ મીઠું
- 1 ચમચી ચોખાનો લોટ (વૈકલ્પિક)
- જરૂર મુજબ પાણી
- તળવા માટે તેલ
- 1 નાની ડુંગળી, બારીક સમારેલી
- દહીંનો એક નાનો વાટકો
- લીલી ચટણી
- મીઠી ચટણી
- જરૂર મુજબ સેવ
- થોડી પાપડી
- દાડમના દાણા
- ચાટ મસાલો જરૂર મુજબ
- શેકેલા જીરાનો પાવડર જરૂર મુજબ
- લાલ મરચું પાવડર જરૂર મુજબ
- સંચળ મીઠું જરૂર મુજબ
- લીંબુનો રસ
પાલકનો ચાટ બનાવવાની રીત
- સૌપ્રથમ પાલકના પાનને પાણીમાં સારી રીતે ધુવો.
- ત્યારબાદ તેને રૂમાલથી લૂછી ને સુકવો.
- હવે એક વાટકીમાં બધી સુખી સામગ્રી લો : બેસન, હળદર, પાવડર, હિંગ, લાલ મરચું પાઉડર, વરિયાળી પાઉડર, અજમો અને મીઠું ઉમેરો.
- હવે તેમાં થોડું પાણી નાખીને જાડો ધોળ બનાવો.
- હવે એક કઢાઈ અથવા પેનમાં તળવા માટે તેલ ગરમ કરો.
- હવે પાલકના પાન આ ધોળ માં ડુબાડી ને ગરમ તેલમાં નાખો.
- હવે તેને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી ન થાય ત્યાં સુધી તળો.
- ત્યારબાદ તેને ટીશયું ઉપર મૂકો જેનાથી વધારાનું તેલ શોશાઇ જાય.
- હવે પાલક ચાટ બનાવવા માટે એક સર્વિંગ પ્લેટમાં સૌપ્રથમ પાલક મૂકો. ત્યારબાદ તેની ઉપર લીલી ચટણી અને જરૂર અનુસાર ગળી ચટણી નાખો.
- હવે તેની ઉપર કાપેલી ડુંગળી નાખો. અને તેમાં દહીં, ચાટ મસાલો, જીરા પાઉડર, લાલ મરચું પાવડર અને મીઠું નાખો.
- હવે ઉપરથી સેવ અને થોડી પાપડી નાખો.
- હવે તમે ઈચ્છો તો તેની ઉપર લીંબુનો રસ નાખી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
Image Credit- Indianrecipes, freepik, spiceupthecurry