પ્રેગ્નેન્ટ સ્ત્રીઓએ આ 4 વસ્તુઓ ન કરવી જોઈએ, નહીં તો કોમ્પલિકેશન વધી શકે છે

Image Source

ગર્ભાવસ્થા દરમિયાન, બાળકનું સ્વાસ્થ્ય અને તેનું જીવન માતા પર આધારિત હોય છે. આવી સ્થિતિમાં સ્ત્રીએ બધું ખૂબ જ કાળજીપૂર્વક કરવું જોઈએ જેથી બાળકને કોઈ ખતરો ન રહે, સાથે સાથે માતાનું જીવન પણ સુરક્ષિત રહે.

ગર્ભાવસ્થા

ગર્ભાવસ્થા એ એક એવો સમય છે જ્યારે સ્ત્રી તેના ગર્ભમાં નવી જિંદગી નું પાલન કરે છે. આ દરમિયાન મહિલાના મનમાં ખુશીઓ રહે છે, પરંતુ સાથે સાથે તેને ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. ગર્ભાવસ્થા દરમિયાન, બાળકનું સ્વાસ્થ્ય અને તેનું જીવન માતા પર આધારિત છે. સ્ત્રી શું ખાય છે કે શું પીવે છે અને તે જે રીતે વર્તે છે તે બધાથી બાળકને ફરક પડે છે. તેથી, સગર્ભા સ્ત્રીઓએ આ સમય દરમિયાન સાવચેત રહેવાની જરૂર છે. અહીં કેટલીક એવી વસ્તુઓ વિશે જાણીશું જે સ્ત્રીઓએ ભૂલીને પણ ન કરવી જોઈએ.  નહિંતર, ગર્ભાવસ્થા દરમિયાન કોમ્પલિકેશન વધી શકે છે.

1. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીએ કોઈપણ પ્રકારનું ભારે કામ ટાળવું જોઈએ. ફર્નિચર ખસેડવાનું કે ટેબલ ખસેડવાનું કામ ઘણી સ્ત્રીઓ આ સમય દરમિયાન વિચારે છે કે આ સામાન્ય છે. પરંતુ તે ન કરવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન હોર્મોનલ ફેરફારોને કારણે, તમારા સાંધાના પેશીઓ ઢીલી થઈ જાય છે. આવી સ્થિતિમાં, તમને નુકસાન થઈ શકે છે અને તમારા માટે ખતરનાક પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે.

2. ગર્ભાવસ્થા દરમિયાન લાંબા સમય સુધી ઊભા રહેવાનું પણ ટાળવું જોઈએ. ખરેખર, આ સમય દરમિયાન, બાળકનું વજન વધવાને કારણે, પેટ પર દબાણ આવે છે અને પગમાં સોજો આવવા લાગે છે. આવી પરિસ્થિતિમાં લાંબા સમય સુધી ઊભા રહેવાથી પગમાં દુખાવો અને પીઠના દુખાવાની સમસ્યા વધી શકે છે. તેથી લાંબા સમય સુધી ઊભા ન રહો.  વચ્ચે વચ્ચે બેસતા રહો.

3. ગર્ભાવસ્થા દરમિયાન વળવું પણ ખૂબ જોખમી હોઈ શકે છે.  તેથી, કચરો વાળવો, પોતું મારવાનું, કપડાં ધોવાનું વગેરે કરવાનું ટાળો. જો તમને ક્યારેય કોઈ કામ કરવામાં કોઈ મુશ્કેલી અનુભવાય તો તે સમયે તે કામ કરવાનું બંધ કરો.

4. ગર્ભાવસ્થા દરમિયાન સ્ટૂલ કે સીડી પર ચડવું પણ ખતરનાક સાબિત થઈ શકે છે. તમારી અંદર એક જીવન આકાર લઇ રહ્યું છે, તમારુ વજન વધ્યું હશે આવી સ્થિતિમાં, જો તમારા શરીરનું સંતુલન થોડું પણ બગડશે તો પરિસ્થિતિ તમારા અને બાળક બંને માટે જોખમી સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, પ્રિ-ટર્મ લેબર અથવા પ્લેસેન્ટાના પ્રિ-મેચ્યોર અલગ થવાનું જોખમ રહેલું છે.  એટલા માટે તે વધુ સારું છે કે તમે હંમેશા આ કામોમાં અન્યની મદદ લો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment