મહિલાને ડીલેવરી આવવાની તૈયારી હોય ત્યારે કંઈક આવા અનુભવ થાય છે..

સ્ત્રી કે પુરૂષ લગ્ન સમયે જેટલા ઉત્સુક હોય છે એથી વિશેષ મા-બાપ બનવાના સમય દરમિયાન વધુ ઉત્સુક હોય છે. કારણ કે, આ જીવનની એવી ક્ષણ છે જે એક જ વાર પ્રથમ અનુભવમાં અનુભવાતી હોય છે. બાળક આવવાના સમાચાર એટલે કે ‘આખા ઘરમાં ખુશીની ઘંટડી વાગે’ એવું કહી શકાય.

Image Source

જયારે બાળક આવે ત્યારે એક ‘મા’ પણ ‘મા’ બનવાની પ્રેક્ટીસ લેતી હોય છે. પહેલા બાળકની ડીલેવરી વખતે થતા બધા જ અનુભવ પ્રથમ વખતના હોય છે ત્યારે કોઈ મહિલાને ‘મા’ હોવાનો અનુભવ હોતો નથી. બાળક સાથે ‘મા’ પણ બેસ્ટ મોમ બનવાની ટ્રેનીગ લેતી હોય છે એટલે એ અનુભવ કરવા માટે તો એ ક્ષણને પસાર જ કરવી પડે. 

Image Source

ચાલો, અગત્યના મુદ્દાઓની માહિતી જાણીએ કે ડીલેવરી આવવાનો સમય નજીક હોય ત્યારે કેવા લક્ષણો હોય છે? ડીલેવરી આવવાનો સમય નજીક હોય ત્યારના લક્ષણો કેવા હોય છે? તો આ લેખમાં આ માહિતી સચોટ રીતે દર્શાવવામાં આવી છે તો આ માહિતીને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં.

(૧) ભાવુક સ્થિતિ બનવી :

Image Source

આ સમય દરમિયાન શરીરમાં લાગણીનો વેગ અતિ ઝડપી હોય છે. અચાનક લાગણીશીલ થઈને રોવાનું શરૂ કરવું અથવા કોઈ વાતને વધુ નજીકથી સમજવી આવું બનવું એ નિશાની દર્શાવે છે કે પ્રેગનેન્ટ થયા પછી ડીલેવરીનો સમય નજીક છે.

(૨) ઊંઘ ન આવવી :

Image Source

 ઊંઘ ન આવવાના ઘણા કારણો પ્રેગનેન્સી દરમિયાન સર્જાય શકે છે. પહેલા કારણમાં બેબી બમ્પને કારણે સુવામાં કમ્ફર્ટ રહેતું નથી અને એ પણ કારણ બની શકે છે. પ્રેગનેન્સીને લીધે બેચેની અનુભવાય છે, જેથી આખી રાતની ઊંઘ ડહોળાઈ જાય છે.

(૩) પેટનો દુખાવો :

Image Source

પ્રસવની પીડામાંથી ‘મા’ બનવા ઈચ્છતી દરેક મહિલાને પાર થવું જ પડે છે. પહેલા બાળકની પ્રસુતિમાં થોડું નવું અનુભવાય છે, જે ફીલિંગ્સ બહુ ખાસ છે.કારણ કે શરીરની પીડા સાથે બાળક આવવાની ખુશી સમાચાર મનને કોઇપણ સ્થિતિમાં ખુશ રહેવા માટે તૈયાર રાખે છે. ગર્ભમાં સહેજ ધીમો ધીમો દુખાવો થતો રહેવો એ ડીલેવરીનો સમય નજીક છે એ દર્શાવે છે. ત્યારે એક ઉપાયને અજમાવી શકાય, જેમ કે, ગરમ પાણીની બેગમાં સહેજ ગરમ પાણી કરીને પેટને શેક આપી શકાય.

(૪) પેટ ખરાબ થવું : 

Image Source

પ્રેગનેન્સી દરમિયાન ‘મા’ સાથે બાળક ગર્ભમાં શ્વાસની પ્રક્રિયા કરતો હોય છે. ગર્ભમાં બાળકને નુકસાન ન પહોંચે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ડીલેવરીનો સમય નજીક હોય ત્યારે પેટમાં ગડબડ થવાની સંભાવના રહી શકે છે. એટલે સ્વાસ્થ્યને અનુરૂપ ખોરાક લેવો. ઉપરાંત પાણીની વધુ માત્રા લેવી.

(૫) વધુ લાળ બનવી :

Image Source

આ સમયમાં મોઢું અંદરથી ચીકાશવાળું રહે છે. મોઢામાં લાળ વધુ બને છે અને ઉલ્ટી-ઉબકા જેવી સ્થિતિ પણ બને છે. સહેજ માત્રામાં આદુની કટકી મોઢામાં રાખવાથી ઉબકાને ઓછા કરી શકાય છે.

(૬) શરીરમાંથી પાણી છુંટવું :

Image Source

પ્રસવની તૈયારી પહેલા પ્રાઇવેટ-પાર્ટમાંથી પાણીનો સ્ત્રાવ થાય છે. આ સમયમાં મેટરનીટી પેડ અથવા એડલ્ટ ડાયપરનો ઉપયોગ કરવો જોઈએ. પ્રાઇવેટ પાર્ટમાંથી જે પાણી છૂટે છે તેનો કોઈ ચોક્કસ રંગ કે ગંધ ન હોય. એ એક સામાન્ય પ્રક્રિયા છે.

(૭) ગર્ભની હલનચલન : 

ગર્ભમાં સંકોચન અથવા હલનચલન થતી હોય એવું અનુભવ થાય છે. બાળકનો પૂર્ણ વિકાસ થઇ ચુક્યો હોય છે એટલે ગર્ભમાં વજન પણ લાગે છે. પ્રસુતિનો સમય નજીક આવી જશે ત્યારે બાળક બહાર આવવાની કોશિશ કરશે અને ‘મા’ વધુ શ્વાસ લઈને ફોર્સથી તેને બહાર આવવા માટે મદદ કરશે. અંતમાં પ્રસુતીની પ્રક્રિયામાં બાળક ‘મા’ ના શરીરમાંથી બહાર આવી શકે છે.

Leave a Comment