પ્રાચીન સમયમાં આ રીતે થતો પ્રેગ્નેન્સી ટેસ્ટ, ગર્ભમાં છોકરી છે કે છોકરી એ પણ જાણ થતી..

અત્યારના સમયમાં બજારમાં ઘણા એવા તરીકા મૌજુદ છે જેનાથી ‘પ્રેગ્નેન્સી ટેસ્ટ’ કરી શકાય છે. જ્યારે અગાઉના સમયની વાત કરીએ તો ત્યારે એવી કોઈ સુવિધા ઉપલબ્ધ ન હતી. જે સુવિધા અત્યારે એટલી આગળ છે કે ઘર બેઠા મહિલા પ્રેગ્નેન્સી ટેસ્ટ કરી શકે છે.

પણ શું તમને ખબર છે કે પ્રાચીન સમયમાં મહિલા પ્રેગ્નેટ છે કે નહીં એ કેવી રીતે જાણવામાં આવતું? એ સમયમાં પ્રેગ્નેન્સી ટેસ્ટ માટે શું કરવામાં આવતું? આ લેખ બહુ રસપ્રદ છે કારણ કે અહીં મેડીકલ ક્ષેત્રની ક્રાંતિ જાણવા મળશે. સાથે એ અગાઉ એ પણ જાણકારી મળી જતી કે ગર્ભમાં છોકરો છે કે છોકરી??

આજથી ૩૫૦૦ વર્ષ પહેલા પણ પ્રેન્ગ્નેસીનો ટેસ્ટ કરવામાં આવતો, પણ એ માટેની પ્રોસેસ અત્યાર કરતા અલગ હતી. એટલું જ નહીં અગાઉની પ્રણાલી એટલી તાકાતવર હતી કે ગર્ભમાં છોકરો છે કે છોકરી એ પણ ખબર પડી જતી હતી.

ન્યુ કિંગડમ એરા ની પૈપીરસ એટલે કે એક હસ્તલિખિત દસ્તાવેજમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મીસ્ત્રમાં ઘણા વર્ષો પહેલા પણ પ્રેગ્નેન્સી ટેસ્ટ થતો હતો. પ્રેગ્નેન્સી ટેસ્ટ સિવાય આ હસ્તલિખિત દસ્તાવેજમાં આંખોની બીમારીને લગતી જાણકારીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ઈ.સ. ૧૫૦૦ થી ૧૩૦૦ પૂર્વ સમયમાં મહિલાઓનો પ્રેગનન્સી ટેસ્ટ માટે મહિલાના જ ‘યુરીન’ નો ઉપયોગ કરવામાં આવતો. યુરીન સાથે ઘઉં અને જવને એક થેલીમાં રાખવામાં આવતા. એવી રીતે અચરજ પમાડે એવી રીતથી પ્રેગ્નેન્સી ટેસ્ટ કરવામાં આવતો.

 ‘ઘઉં’ અને ‘જવ’ બંનેને એક પ્લાસ્ટિકમાં બંધ કરી દેવામાં આવે છે. થોડા દિવસો પછી જયારે જોવામાં આવે તો ઘઉં અથવા જવનું બીજ ઉગવા લાગે તો મહિલા ગર્ભવતી છેએવું માનવામાં આવતું અને ઘઉંને કે જવને કાંઈ થાય એનો મતલબ એ છે કે, મહિલા પ્રેગ્નેટ નથી.

આ વાત તો સામાન્ય કહેવાય પણ પૈપીરસમાં તો ગર્ભમાં છોકરો છે કે છોકરી એ જાણવા માટેના તરીકા પણ લખાયા હતા. જો બેગમાં માત્ર જવ ઉગે તો દીકરાનો જન્મ સાથે એવું માનવામાં આવતું અને ઘઉં ઉગે તો દીકરી હોવાનું મનાય હતું.

પ્રાચીન મીસ્ત્રથી જોડાયેલ સંસ્કૃતિમાં ઓછામાં ઓછા ૧૨ ગ્રંથ લખવામાં આવ્યા હતા. તસવીરમાં તમે જોઈ શકો છો કે ફાટેલ અને ક્ષતિગ્રસ્ત કાગળ છે તેના પર લખવામાં આવ્યું હતું, જે પ્રાચીન લીપીમાં લખવામાં આવ્યું છે એટલે તેને વાંચવું પણ અઘરું છે.

મોટાભાગના લોકો એ નથી જાણતા કે આ કઈ ભાષામાં લખાયેલ છે. આ ચિકિત્સાગ્રંથમાં હજુ બીજા પણ ઘણા કારગર અને સચોટ ઉપાયો બતાવવામાં આવ્યા છે, પણ આ લીપીને સમજવી અઘરી છે અને તેને ઉકેલી શકાય એમ નથી.

અવનવી નવીનતમ માહિતી વાંચવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો અને મિત્રો સાથે પણ આ પેજને શેયર કરવાનું ભૂલશો નહીં.

#Author : Ravi Gohel

Leave a Comment