લોકપ્રિય ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું થયું હાર્ટ એટેકથી મોત, 40 વર્ષની ઉંમરમાં તમે પણ જરૂરથી કરાવો આ ટેસ્ટ 

માત્ર ચાલીસ વર્ષની ઉંમરમાં એક્ટર સિદ્ધાર્થ શુક્લાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. કપૂર હોસ્પિટલના અનુસાર સિદ્ધાર્થ ની મોત હાર્ટ એટેકથી થઈ છે. ૪૦ વર્ષની ઉંમર ખૂબ જ નાજુક માનવામાં આવે છે. આ ઉંમરમાં શરીરમાં હોર્મોન થી લઈને માંસપેશીઓ સુધીમાં દરેક પ્રકારના બદલાવ આવે છે. ડોક્ટર્સનું કહેવું છે કે 40ની ઉંમર પછી અમુક ટેસ્ટ કરાવવા ખૂબ જ જરૂરી છે.

Image Source

બ્લડ સુગર

અચાનકથી હાર્ટ એટેક ની પાછળ ડાયાબિટીસનું મુખ્ય કારણ માનવામાં આવે છે ડાયાબિટીસના દર્દીમાં દિલની બીમારીથી મૃત્યુ થવાનું જોખમ બેથી ચાર ગણું વધુ થઈ જાય છે ઘણા લોકો ડાયાબિટીક હોય છે જેમણે એ વાતની ખબર પણ નથી પડતી. જ્યારે બ્લડસુગર અચાનકથી ખૂબ વધી જાય છે ત્યારે રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે તેનાથી તેના ધમણીઓમાં ફેટ બનવા લાગે છે જેને એથેરોસ્ક્લેરોસીસ કહેવામાં આવે છે. તેનાથી ન માત્ર હાર્ટ એટેક પરંતુ કિડની ડિસઓર્ડરનું જોખમ પણ વધી જાય છે. તેથી 40ની ઉંમર પછી બ્લડ સુગર ટેસ્ટ જરૂર કરાવવો જોઈએ.

Image Source

બ્લડ પ્રેશર સ્ક્રીનિંગ

40ની ઉંમર પછી નિયમિત રૂપથી પોતાનુ બ્લડ પ્રેશર ચેક કરાવતા રહેવું જોઈએ.40થી 50 ની વચ્ચે હાઈ બ્લડ-પ્રેશર અથવા તો હાયપરટેન્શન હોવું ખૂબ જ ખતરનાક થઈ જાય છે. પરંતુ તેની અસર સીધી કોરોનરી ધમની પર પડે છે તેનાથી હાર્ટએટેક અને સ્ટ્રોક ની સંભાવના વધી જાય છે. તેથી જ હાઈ બ્લડપ્રેશરની બીમારીને સાઇલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે કારણ કે બ્લડ પ્રેશરના દર્દી માં ખાસ કરીને કોઈ જ લક્ષણો ઉપરથી દેખાતા નથી પરંતુ તે અચાનક જ દિલ ઉપર અસર નાખે છે  તેથી સમય સમય પર બ્લડ પ્રેશર ચેક કરાવતા રહેવું જોઈએ.

Image Source

લિપીડ પ્રોફાઈલ અથવા કોલેસ્ટ્રોલ

40ની ઉંમર પછી લિપીડ પ્રોફાઈલ અથવા કોલેસ્ટ્રોલ નો રૂટીન ટેસ્ટ જરૂરથી કરવો જોઈએ તે લોહીમાં લિપિડ પ્રોટીન અથવા તો કોલેસ્ટ્રોલની માત્રાને દર્શાવે છે કમ્પ્લીટ કોલેસ્ટ્રોલ ટેસ્ટ લોહીમાં ઉપસ્થિત ચાર પ્રકારના લિપિડ ની તપાસ કરીને કરવામાં આવે છે. ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટ એટેક, સ્ટ્રોક અને એથેરોસ્ક્લેરોસીસનું જોખમ વધી જાય છે. કલાક ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લીસરાઇડસ ના વધવાથી ઘમણિ બંધ થઈ જાય છે અને આપણું દિલ સામાન્ય રૂપથી કામ કરી શકતું નથી.

Image Source

કાર્ડીએક સ્ટ્રેસ ટેસ્ટ

તેને એક્સરસાઇઝ ટોલેરન્સ ટેસ્ટ પણ કહેવામાં આવે છે.આ ટેસ્ટ આપણને જણાવે છે કે આપણા હૃદયમાં લોહીનું પરિભ્રમણ સંપૂર્ણ રીતે પહોંચે છે કે નહીં અમુક લોકોને કસરત કરતી વખતે હૃદયના ધબકારા અનિયમિત થઇ જવાની સમસ્યા રહે છે આ ટેસ્ટમાં હ્રદયના ધબકારાની તપાસ થાક હૃદયની ગતિ, શ્વાસ, બ્લડ પ્રેશર અને એક્સરસાઇઝ ના સમયે હાર્ટ એક્ટિવિટી ની તપાસ કરવામાં આવે છે. જો તમને છાતીમાં દુખાવો થાક અથવા શ્વાસ લેવામાં તકલીફ નો અનુભવ થઈ રહ્યો છે તો આ ટેસ્ટ જરૂરથી કરાવો.

Image Source

કોલોનોસ્કોપી

લગભગ ૪૦થી ૫૦ વર્ષની ઉંમર વચ્ચે વર્ષમાં એક વખત કોલોનોસ્કોપી કરાવવાની સલાહ આપે છે ખાસ કરીને ત્યારે જ્યારે આપણે આપણા ફેમિલીમાં કોઈને કોલોન કેન્સર થયું હોય અથવા ઇન્ફલંમટરી બાઉલ ડિસીસ ઓર્ડરથી ઝઝૂમી રહ્યા હોય તેને કેન્સર ના શરૂઆતના લક્ષણો પ્રથમ સ્ટેજમાં જ દેખાઈ જાય છે.

Image Source

વિટામીન ડી ટેસ્ટ

અમુક ઉંમર પછી આપણા હાડકા કમજોર થવા લાગે છે અને ખાસ કરીને મહિલાઓમાં 40 ની આસપાસ મેનોપોઝ થવાની સમસ્યા પણ વધી જાય છે. વિટામિન-ડીની ઊણપથી હાડકા અને માંસપેશીઓમાં દુખાવો વધી જાય છે. આજકાલ યુવાનોમાં પણ વિટામીન ડી અને હોર્મોનની કમી ને કારણે તેમાં થતી સમસ્યાઓ ખૂબ જલ્દી વધી રહી છે. તેથી જ 40ની ઉંમર પછી તમારે હાડકાંમાં દુખાવાની સમસ્યા લગભગ રહે છે. તો ડોક્ટરની સલાહ અનુસાર તમે વીટામીન-ડી નો ટેસ્ટ કરાવી શકો છો.

Image Source

આંખોની તપાસ

ઉંમરની સાથે સાથે આપણી આંખો પણ કમજોર થવા લાગે છે.40ની ઉંમર પછી આંખોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની ખૂબ જરૂર છે. જો તમે ચશ્મા અથવા તો લેન્સ પહેરો છો તો સમય સમય પર આંખોના ડોક્ટરનો સંપર્ક જરૂર કરતા રહો. રેગ્યુલર આંખોની તપાસ કરાવવાથી આંખોની તકલીફ વધતી નથી અને મોતિયા તથા ગ્લુકોમાની સમય રહેતાં જ ખબર પડી જાય છે. જો તમને હાઈ બ્લડ-પ્રેશર અથવા ડાયાબિટીસની બીમારી છે તો આંખોની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment