સીરીયલ અને ફિલ્મી જગતના આટલા કલાકારોએ ૨૦૧૯ને છૂટાછેડા માટેનું વર્ષ બનાવ્યું…

ટીવી સીરીયલ અને ફિલ્મી પડદે અમુક એવા કપલ છે જેને લોકો આદર્શ માને છે અને આ જોડીઓ લોકોને ખુબ પસંદ આવતી હોય છે. મનોરંજન ક્ષેત્રે હીટ જોડીને ઘણા લોકો તેના જીવનના ‘રોલ મોડેલ’ સમજીને પણ જીવતા હોય છે. પણ શું તમે અભિનેતા કે અભિનેત્રીની અસલની જિંદગી જાણો છો? એવા ઘણા  સ્ટાર કપલ છે, જેને વર્ષ ૨૦૧૯ ને રિલેશનશિપ માટેનું ‘ઘ એન્ડ યર’ બનાવ્યું અર્થાત્ સીરીયલ અને ફિલ્મ જગતના ઘણા એવા સ્ટાર છે, જેના રિલેશનશિનો આ વર્ષ દરમિયાન અંત આવી ગયો. જાણો એ સ્ટારના નામ… :

કૂપર અને ઈરીના શાયક

સૌ પ્રથમ હોલીવૂડ સુપરસ્ટાર તરફ નજર કરીએ તો કૂપર અને ઈરીનાએ ચાર વર્ષ એકબીજા સાથે વિતાવ્યા. અને અત્યારે મીડિયા રીપોર્ટ મુજબ જોઈએ તો હમણાં જ એવી માહિતી મળી છે કે, બંનેના રિલેશનશિપમાં કોઈ તકરાર થતા બંને એ આ વર્ષમાં અલગ થવાનો નિર્ણય કરી લીધો છે. બંનેના રીલેશન માટે વર્ષ ૨૦૧૯ ‘ધ એન્ડ યર’ બન્યું અને એ સાથે થોડા સમયમાં એકબીજાની જિંદગી અલગ કોઈ વ્યક્તિ સાથે સેટ પણ થઇ જશે.

સિદ્ધાર્થ સાગર અને સુબુહી જોશી

નાના પડદાના આ કલાકારો લોકોમાં ખુબ જાણીતા છે. આ કપલ દ્વારા ગયા વર્ષે તેની સગાઇની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ કોઈકારણસર ‘મે મહિના’ દરમિયાન બંનેએ અલગ થઇ ગયા હોવાની જાહેરાત પણ દીધી. સુબુહીએ સગાઇ તોડી નાખી સિદ્ધાર્થ પર ઘરેલું હિંસાનો આરોપ પણ લગાડી ચુકી છે. આ કેસમાં પણ બંનેના રિલેશનશિપમાં વર્ષ ૨૦૧૯ ‘ધ એન્ડ યર’ બન્યું.

દિયા મિર્ઝા અને સાહિલ સાંગા

હમણાં થોડા સમય પહેલા દિયા મિર્ઝા અને સાહિલ સાંગાએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ કપલનો રીલેશન પાંચ સાલ ચાલ્યો, જેમાં બંને વચ્ચે ખાસ ઉતાર-ચડાવનું વાતાવરણ રહ્યું. બંનેના રીલેશનની ‘સ્યોર વેલીડીટી’ બહુ ઓછી ચાલી. અચરજની વાત એ છે કે એ પહેલા બંને એકબીજાને ૬ વર્ષ સુધી ડેટ કરી રહ્યા હતા. તો આ કપલ માટે પણ વર્ષ ૨૦૧૯ ‘ધ એન્ડ યર’ રહ્યું.

રિદ્ધિ ડોગરા અને રાકેશ બાપટ

ફેમસ ટીવી સીરીયલ ‘મર્યાદા’ના સેટ પર ‘રિદ્ધિ’ અને ‘રાકેશ’ની મુલાકાત થઇ હતી. આ સીરીયલમાં બંનેએ સાથે કામ પણ કર્યું અને એ પછી બંને વચ્ચેનો ‘પ્રેમ’ લગ્નમાં તબદીલ થઇ ગયો. એ પછી બંનેએ એકબીજા સાથે સાત વર્ષ પણ કાઢ્યા અને આ વર્ષ દરમિયાન જાહેર થયું કે હવે એ બંને તલાક લેવા ઈચ્છે છે. આ સ્ટાર માટે પણ વર્ષ ૨૦૧૯ ‘ધ એન્ડ યર’ સાબિત થયું.

ફિલ્મી અને સીરીયલ જગતની રોચક કહાની અને અપડેટ જાણવા માટે જોડાયેલા રહો “ફક્ત ગુજરાતી” પેજ સાથે…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *