ખસખસનું સેવન કરાવાથી થશે રોગપ્રતિકારક શકિતમાં વધારો… અહીં જાણો ખસખસના ફાયદા

કોરોનાકાળમાં આપણે બધાજ ઘરનું ખાવાથી ટેવાઈ ગયા છે. સાથેજ એવી વસ્તુઓ ખાવાની આપણે પહેલા પસંદ કરીએ છે કે જેમા આપણાને રોગપ્રતિકારક શક્તિ મળી રહે….આજે અમે તમને ખસખસ વીશે વીગતવાર માહિતી આપવાના છીએ. કારણકે આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે ખસખસનું સેવન કરવાથી પણ આપણા શરીરને ઉર્જા મળી રહેતી હોય છે.

ખાસ કરીને આપણા ઘરમાં ચૂરમાંના લાડુ બને ત્યારે ખસખસનો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતી પરિવારમાં રહેતા દરેક વ્યક્તિએ ચૂંરમાના લાડુ પર ખસખસ ખાધીજ હશે. પરંતુ શું આપને ખબર છે કે કેટલાક લોકો ખસખસનું શાક પણ બનાવતા હોય છે.

Image Source

ખસખસ એક એવો ખાદ્ય પદાર્થ છે કે જેને કોઈ પણ વસ્તુમાં આપણે ઉમેરીએ તો તેનો સ્વાદ વધી જતો હોય છે. આપને જણાવી દઈએ કે ખસખસ તેલીબિયાનો એક પ્રકાર છે, જેને ઈગ્લીશમાં પીપીસિંડ્સ તરીકે ઓળખવામાં આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ પેપેવર સોમ્નિફેરમ છે. અને વર્ષોથી ખસખસના ઉપયોગ દ્વારા ઘણા પ્રકારની વાનગીઓ બનાવામાં આવતી હોય છે.

આપને જાણીને આશ્ચર્ય થશે કે ખસખસ આપણા સ્વાસ્થ માટે ઘણું ફાયદાકારક છે. તેમા પ્રોટીન, ફેટ, ફાઈબર, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા હોય છે. જે આપણા શરીરને બિમારીઓથી બચાવે છે. તેમા પણ કબજિયાત જેવી સમસ્યાથી પણ ઘણી રાહત મળી રહેતી હોય છે. ત્યારે આજે અમે તમને વિગતવાર જણાવીશું કે ખસખસના સેવનથી તમને કેટલા લાભ મળી રહેશે.

ઈમ્યુનીટી બુસ્ટર

ખસખસનું સેવન કરવાથી ખાસ તો આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. કોરોનાકાળમાં આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે તે તો આપણા માટે ઘણુંજ જરૂરી છે. ખાસ કરીને ખસખસમાં રહેલું આયર્ન આપણી રોગપ્રતિરકારક શક્તિ વધારે છે. જેથી શરીરમાં અનેક પ્રકારના વાઈરલ ઈન્ફેકશનથી આપણાને રાહત મળી રહેતી હોય છે.

કબજિયાતની સમસ્યાથી રાહત

ખસખસમાં મોટા પ્રમાણમાં ફાઈબર જોવા મળતી હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. કારણકે તેનું સેવન કરવાથી આપણાને ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહ મળી રહે છે. સાથેજ આપણું પાચનતંત્ર પણ મજબુત થતું હોય છે.

ઉર્જામાં વધારો

કોરોનાકાળામાં રોગપ્રતિકારક શક્તિની સાથે આપણા શરીરમાં ઉર્જા વધે તે પણ ઘણું જરૂરી છે. જેથી જો તમે તમારા શરીરમાં ઉર્જા વધારવા માગો છો. તો પછી તમે ખસખસનું સેવન કરો કારણકે ખસખસના બીજમાં કાર્બોહાઈડ્રેટ હોય છે. જે આપણા શરીરમાં ઓગળી જાય છે. જેના કારણે આપણાને ઉર્જા મળી રહેતી હોય છે.

મોઢાના ચાંદાથી રાહત

ઘણા લોકોને ઉનાળામાં મોઢામાં ચાંદા પડી જાય છે. જેના કારણે તેમને ભારે તકલીફ પડતી હોય છે. સાથેજ તેઓ કશું ખાઈ પણ નથી શકતા. ખસખસના બીજ ઠંડા હોય છે. જેના કારણે પેટને શાંતી મળી રહે છે. અને ચાંદાની સમસ્યાથી પણ રાહત મળી રહેતી હોય છે.

હાડકા મજબૂત બનશે

ખસખસ ખાવાથી તમારા હાડકા પણ મજબૂત બનતા હોય છે. કારણકે તેમા કેલ્શિયમ ઝીંક કોપર જેવા પોષક તત્વો રહેલા હોય છે. જે આપણા હાડકાને મજબૂત બનાવતા હોય છે. જેથી તો તમે પણ લાંબા ગાળા સુધી તમારા હાડકા મજબૂત રાખવા માગો છો. તો આજથીજ ખસખસનું સેવન કરવાનું શરૂ કરો.

યાદશક્તિ વધશે

ખસખસમાં કેલ્શિયમ, આર્યન તેમજ કોપર ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ત્રણેય પોષક તત્વો મગજ માટે ખૂબ જરૂરી છે. જેથી ખસખસનું સેવન કરવાથી તમારી યાદશક્તિ જરૂરથી મજબૂત થશે. માટે તમે પણ જો તમારી યાદ શક્તિ વધારવા માગો છો. તો આજથીજ ખસખસ સેવન શરૂ કરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *