ખરાબ લાઈફસ્ટાઇલના કારણે ઉંમર ઉપર સમય પહેલા જ આવી જાય છે વૃદ્ધત્વ, આદતમાં લાવો સુધારો

Image Source

દર એક નવા દિવસની સાથે આપણી ઉમર વધવા લાગે છે.સ્વાસ્થ્ય સંગઠનના અનુમાન અનુસાર વર્ષ 2050 સુધી દુનિયાભરમાં 2 અરબ થી વધુ લોકો 60 વર્ષ અને તેનાથી વધુ ઊંમરના થઈ જશે. ખરેખર તો સંપૂર્ણ દુનિયામાં લોકો પહેલેથી ક્યાંકને ક્યાંક એ લાંબા સમય સુધી જીવિત રહ્યા છે. જન સંખ્યા ના અનુસંધાનમાં પ્રકાશિત એક સ્ટડીમાં આ વાત ની ભવિષ્યવાણી કરવામાં આવી છે કે આ સદીના અંત સુધી વ્યક્તિ 120 વર્ષ સુધી જીવિત રહેશે. નેચર હ્યુમન બિહેવિયર ની શોધ અનુસાર ઉંમર વધવાની સાથે લોકોની માનસિક ક્ષમતામાં પણ વધારો જોવા મળ્યો છે, આ દરેક વસ્તુ તમારી લાઈફ સ્ટાઈલ ની રીત ઉપર નિર્ભર કરે છે. આવો જાણીએ ખરાબ આદતો વિશે તેને તમારે દૂર કરી દેવી જોઈએ.

વધુ પડતું ટીવી જોવું

ક્યારેક ક્યારેક રાત્રે મોડા સુધી ટીવી જોવું કઈ ખોટું નથી પરંતુ ભૂલથી પણ તેને દરરોજની આદત બનાવી જોઈએ નહીં. અમેરિકન હાર્ટ એસોસિયેશન આ એક શોધ અનુસાર ઓછી ઉંમરમાં વધુ સમય સુધી ચેનલ બદલવાની આદત થી સમજવા વિચારવાની ક્ષમતા માં ઘટાડો જોવા મળે છે.  એક શોધ અનુસાર વધુ ટીવી જોવાથી માથામાં ગ્રે મીટર ની માત્રા ઓછી થઈ જાય છે ગ્રે મીટર તંત્રિકા તંત્ર થી જોડાયેલું હોય છે. અને સમજવાની અને વિચારવાની તથા નિર્ણય લેવાની ક્ષમતા તેનાથીજ બને છે એટલે સુધારો કરવા માટે વધુ ટીવી જોવાની આદતને ઓછી કરો.

આખો દિવસ સુસ્ત રહેવું

માત્ર ટીવી જ નહિ પરંતુ સંપૂર્ણ દિવસ કોઈ પણ કામ વગર આમ તેમ પડી રહેવું અથવા દરેક સમયે આળસ કરતા રહેવું ઉંમરથી પહેલાં જ વૃદ્ધત્વ લાવે છે તેના માત્ર શારીરિક પરંતુ માનસિક રીતે પણ ખૂબ જ ખરાબ અસર નાખે છે એક્સરસાઈઝ કરવાથી આપણા શરીરના હાડકા અને સ્નાયુઓને મજબૂત રહે છે પરંતુ તે શરીરને અંદરથી જવાન રાખવામાં પણ મદદ કરે છે. JAMA મેડિકલ પત્રિકા છપાયેલી સ્ટડી અનુસાર એક જ ઉંમરના આંસુ લોકોની જિલ્લામાં હંમેશા એક્ટિવ રહેતા લોકો વધુ દિવસ સુધી જવાન બની રહે છે. લાઈફ સ્ટાઈલથી વૃદ્ધત્વ જલ્દી આવી જાય છે અને ઉંમર કરતાં પહેલા જ ઘર કરી જાય છે.

અનિયમિત સુવાની આદત

કોરોનાની મહામારી ના કારણે લગભગ લોકોને સૂવાની આદત માં બદલાવ આવી ગયો છે ખરાબ ની આદત અને તેની અસર આપણા ચહેરા ઉપર સાફ દેખાય છે સાયન્ટિફિક જનરલમાં છપાયેલા એક સ્ટડી અનુસાર મધ્યમ ઉંમરના લોકો જે નિયમિત રૂપે છ થી આઠ કલાક કરતાં ઓછું હોય છે તેમનામાં સમજવાની અને વિચારવાની ક્ષમતામાં ચાર થી સાત વર્ષ સુઘીનો ઘટાડો આવી શકે છે ક્લિનિકલ એન્ડ એક્સપેરિમેન્ટલ ડરમેટ્રોલોજી માં છપાયેલા એક અન્ય સ્ટડીમાં જોવા મળ્યું છે કે ખરાબ ઊંઘ લેતા વ્યક્તિની ત્વચા ખૂબ જ જલ્દી વૃદ્ધ થઈ જાય છે, જે મહિલાઓ સંપૂર્ણ ઊંઘ લેતી નથી તેમની ત્વચામાં પ્રિમેચ્યોર એજિંગ ના લક્ષણો દેખાવા લાગે છે, તેથી વૃદ્ધત્વને લક્ષણને દૂર રાખવા માટે તમારે ઊંઘવાની રીતને યોગ્ય રાખવી ખૂબ જ જરૂરી છે.

વધુ સમય ઓનલાઇન પસાર કરવો

છેલ્લા બે વર્ષમાં કોરોના ના કારણે લોકો લગભગ સમય ઈન્ટરનેટ પર પસાર કરી રહ્યા છે લોકોનો સ્ક્રીન ટાઈમ ખૂબ જ વધી ગયો છે. એજિંગ એન્ડ મિકેનિઝમ્સ ઓફ ડિસીઝમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ કોમ્પ્યુટર અને માય ફોન માંથી નીકળતી બ્લુ લાઈટ આપણી આંખો અને સ્કિન ઉપર ખુબ જ ખરાબ અસર નાખે છે અને તેના કારણે એજિંગ પ્રોસેસ વધી જાય છે. બ્લુ લાઈટ મસ્તિષ્ક અને આંખોની કોશિકાઓ બંનેને નુકસાન પહોંચાડે છે તેના કારણે આપણો સમય ઓફલાઈન એક્ટિવિટી જેમકે ચોપડી વાંચવી અથવા કંઈક લખવામાં સમય વિતાવવો તેનાથી દિમાગ પણ તેજ થાય છે.

તણાવને હેન્ડલ ન કરી શકવું

દર વખતે તણાવમાં રહેવાના કારણે ચહેરા પર કરચલી ખૂબ જ જલ્દી પડવા લાગે છે. ટ્રાન્સલેશનલ સાયકિયાટ્રીમાં પ્રકાશિત યુનિવર્સિટીના નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સતત તણાવને કારણે શરીર ઝડપથી વૃદ્ધ થાય છે. શોધકર્તા અનુસાર ઉંમર વધવા માટે લાગણીઓ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. તણાવથી દૂર રહેવા અને ખુશ રહેવા માટે યોગ અને ધ્યાનનો સહારો લઈ શકાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment