જો તમને દેખાય ન્યુમોનિયા જેવી અસર કે લક્ષણ તો ઘરે જલ્દી જ કરી લો આ દેશી ઉપચાર, ઘણા દર સુધી તેમાંથી મળી જશે રાહત..

ભારતમાં અનેક પ્રકારના લોકો રહે છે, અને હમણાં જ કોરોના ના કહેરથી લોકો બચ્યા છે, પણ આપણા જીવનમાં ઘણા રોગો બીજા છે જે જીવલેણ સાબિત થઈ શકે છે, તેમાં એક ન્યૂમોનિયા છે જેમાં જો માણસ ધ્યાન ન રાખે તો મૃત્યુ પણ થઇ શકે છે.

ન્યુમોનિયા મૂળભૂત રીતે ફેફસાના ચેપને કારણે થાય છે. જે લોકો પહેલાથી જ બીમાર છે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, તેથી તેઓને તંદુરસ્ત લોકો કરતાં ન્યુમોનિયા થવાની શક્યતા વધુ હોય છે, એટલા જ માટે આજે અમે તમને કેટલાક ઉપાય જણાવીશું જે કાર્ય પછી તમને તેમાં ઘણા દર સુધી મોટા પ્રમાણમાં રાહત મળી જશે, તો ચાલો જાણીએ કયા છે તે ઉપાય..

ન્યુમોનિયા માટે ઘરેલું ઉપચાર…

– હળદર, કાળા મરી, મેથી અને આદુ જેવો ખોરાક દરરોજ ઉપયોગમાં લેવા જોઈએ, તે ફેફસાં માટે ફાયદાકારક છે, પણ જો અસર લાગે તો તેનું પ્રમાણ વધારો.

– ન્યુમોનિયાની સારવારમાં તલ મદદરૂપ થાય છે. 15 ગ્રામ તલ, એક ચપટી સામાન્ય મીઠું, 300 મિલી પાણીમાં એક ચમચી નાખીને પી જાઓ તેનાથી ફાયદો થશે.

– અળસીના બીજ અને એક ચમચી મધ દરરોજ ભેળવીને ખાવાથી ફેફસામાંથી કફ બહાર આવે છે.

– તાજા આદુનો રસ પીવાથી અથવા આદુ ચૂસવાથી પણ ન્યુમોનિયામાં આરામ મળે છે.

– થોડાક હુંફાળા પાણી સાથે મધનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે. ગરમ ટર્પેન્ટાઇન તેલ અને કપૂરના મિશ્રણથી છાતી પર માલિશ કરવાથી ન્યુમોનિયામાં રાહત મળે છે.

– દર્દીનો ઓરડો સ્વચ્છ અને ગરમ હોવો જોઈએ. ઓરડામાં સૂર્યપ્રકાશ હોવો જોઈએ. દર્દીના શરીરને ખાસ કરીને છાતી અને પગને ગરમ રાખો.

– ન્યુમોનિયામાં પણ તુલસી ખૂબ જ ઉપયોગી છે. તુલસીના તાજા પાનનો રસ એક ચપટી કાળા મરીમાં ભેળવીને દર છ કલાક પછી પીવો, તેનાથી મોટા ભાગે લાભ થશે.

Leave a Comment