પીએમ નરેન્દ્ર મોદીજીએ કરી 22 માર્ચે જનતા કર્ફ્યું અપીલ

કોરોના વાઇરસના લીધે દેશ કઠણ દોર થી ગુજરી રહ્યો છે. આ વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખતા પ્રધાનમંત્રી મોદીજી એ ગુરુવાર રાત્રે દેશવાસીઓ ને સંબોધિત કર્યા. તેમણે દેશવાસીઓ ને અપીલ કરી છે કે જેટલું સંભવ થાય એટલું તે ઘરે જ રહે. ઘરની બહાર ઓછું નીકળવું. તેમણે રવિવારે જનતા કર્ફ્યું ની અપીલ કરી છે.

પીએમ મોદીનું પૂરું ભાષણ

પ્યારે દેશવાસીઓ,
પૂરું વિશ્વ આ સમયે સંકટની ખુબ જ મોટી ગંભીર સમસ્યાથી ગુજરી રહ્યો છે. સામાન્ય રીતે કોઈ પ્રાકૃતિક સંકટ આવે છે તો તે અમુક રાજ્યો અથવા દેશ સુધી સીમિત રહે છે, પરંતુ આ વખતે આ એક એવું સંકટ છે જેણે વિશ્વભરમાં પૂરી માનવજાતિ ને સંકટમાં નાખી દીધી છે. જયારે પ્રથમ વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ થયું હતું ત્યારે પણ આટલો દેશ પ્રભાવિત થયો ના હતો જેટલો આજ કોરોના ની બીમારીથી છે.

નિશ્ચિંત થઈ જવાનો વિચાર યોગ્ય નથી, સજાગ રહેવું જરૂરી

પાછલા 2 મહિનાથી આપણે નિરંતર દુનિયાભરથી આવેલા કોરોના વાઈરસ થી જોડાયેલી ચિંતાજનક ખબરો જોઈ રહ્યા છીએ. આ 2 મહિનામાં ભારતના 130 કરોડ નાગરિકો ને કોરોના જેવી વૈશ્વિક મહામારીનો હટકે સામનો કર્યો. દરેક ભારતવાસીઓ સજાગ રહે, સતર્ક રહેવું ખુબ જ આવશ્યક છે.

હાલ કોરોનાનો ઈલાજ નથી, એટલા માટે સાવધાની જરૂરી

હજુ સુધી વિજ્ઞાન કોરોના મહામારી થી બચવા માટે કોઈ ઉપાય શોધી નથી શક્યું અને ના તો તેની કોઈ રસી બની શકી છે. ભારત સરકાર આ વૈશ્વિક મહામારી ના ફેલાવા પર ટ્રેક રેકોર્ડ પર પૂરી રીત નજર રાખી રહી છે.

બધા જ નાગરિકો કર્તવ્યોનું પાલન કરે, પહેલા ખુદને સંક્રમણથી બચાવો


આજે 130 કરોડ દેશવાસીઓ ને તેનો સંકલ્પ વધુ મજબુત કરવો પડશે કે આપણે આપણા કર્તવ્યો નું પૂરે પૂરું પાલન કરીશું. આપણે સંકલ્પ લેવો જોશે કે અમે ખુદ સંક્રમિત થવાથી બચીશું અને બીજાને પણ સંક્રમિત થતા બચાવીશું. આપણે સ્વસ્થ તો જગત સ્વસ્થ.

22 માર્ચ સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યું ની અપીલ

કોરોના વાયરસથી લડવા થઈ રહેલા પ્રયાસો પર પીએમ નરેન્દ્ર મોદી એ આજ દેશવાસીઓ ને સંબોધિત કર્યા. તેમણે લોકોને સતર્ક રહેવા માટેની અપીલ કરતા જનતા કર્ફ્યુંની માંગ કરી. પીએમ એ 22 માર્ચ રવિવાર ના દિવસે સવારે 7 વાગ્યા થી લઈ રાત્રે 9 વાગા સુધી જનતા કર્ફ્યું ની અપીલ કરી છે.

રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ન જાઓ

સંકટના આ સમયમાં હું તમને એ વાતનું પણ ધ્યાન રાખવાનું કહું છે કે આપની આવશ્યકતાઓ પર આપણી હોસ્પિટલોમાં દબાવ વધવો જોઈએ નહી જેથી આપણી હોસ્પિટલો ની વ્યવસ્થાઓને, આપણા ડોકટરોને આ મહામારી માટે પ્રાથમિકતા દેવાની સુવિધા મળી રહે. મારા બધા જ દેશવાસીઓ ને મારો આગ્રહ છે કે રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ જવાની આદતથી બચો. તમને ખુબ જ જરૂરી લાગે તો તમારા જાણતા ડોક્ટર અથવા ફેમેલી ડોક્ટર થી ફોનમાં સલાહ લઈ લેવી.

કોવિડ -19 આઇકોનોમિક રિસ્પોન્સ ટાસ્ક ફોર્સના ગઠનનું એલાન

આ વૈશ્વિક મહામારીનો અર્થતંત્ર પર પણ વ્યાપક પ્રભાવ પડી રહ્યો છે. કોરોના મહામારીથી થતી આર્થિક ચુનોતીઓને ધ્યાનમાં રાખી સરકારના કેન્દ્રીય નાણાંકીય કેન્દ્રના સંસ્થાનોમાં એક કોવિડ -19 આઇકોનોમિક રિસ્પોન્સ ટાસ્ક ફોર્સ બનાવવાનો ફેસલો કર્યો છે.  આ મહામારી દેશના મધ્યસ્થ વર્ગ, નિમ્ન મધ્યમ વર્ગ અને ગરીબના આર્થિક હિતોને પણ ક્ષતિ પહોચાડી શકે છે.

સમસ્યાઓ વચ્ચે ચુનોતીઓથી લડવાનું છે

મિત્રો, પાછલા 2 મહિનાથી 130 કરોડ ભારતીયોએ દેશના દરેક નાગરિકએ દેશમાં આવેલા સંકટને તેનું જ માન્યું છે. ભારત માટે, સમાજ માટે જેટલું થઈ શક્યું એ બધું જ કર્યું છે. મને વિશ્વાસ છે કે આવવાવાળા દિવસોમાં પણ તમે તમારા કર્તવ્યોનું પાલન કરશો. આજે દેશમાં કેન્દ્ર સરકાર હોઈ, રાજ્ય સરકાર હોઈ કે પછી સિવિલ સોસાયટી દરેક તેની રીતે તેનો યોગદાન આપી રહ્યા છે.
આવતા અમુક જ દિવસમાં નવરાત્રીનો પર્વ આવી રહ્યો છે. જે શક્તિ ઉપાસના નો પર્વ છે. ભારત પૂરી શક્તિ સાથે આગળ વધે તે સંકલ્પ ને લઈ જરૂરી સંયમ નું પાલન કરતા આવો, આપણે પણ બચીએ, દેશને પણ બચાવીએ. ફરી એકવાર આગ્રહ કરીશ, જનતા કર્ફ્યું માટે સેવા આપનારાઓ નો ધન્યવાદ. તમારો પણ ખુબ ખુબ ધન્યવાદ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

By continuing to use the site, you agree to the use of cookies. more information

The cookie settings on this website are set to "allow cookies" to give you the best browsing experience possible. If you continue to use this website without changing your cookie settings or you click "Accept" below then you are consenting to this.

Close