જો તમે બીજા બાળકનું પ્લાનિંગ કરો છો? તો દરેક માતા-પિતાએ આ મહત્વપૂર્ણ બાબતો ને ધ્યાનમાં રાખવી જોઈએ

પ્રથમ બાળક અથવા બીજા બાળક ની યોજના કરતી વખતે, માતા પિતા એ  આ યોજના બનાવતી વખતે ઘણી મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં લેવાની હોય છે. થોડીક પણ બેદરકારી તમારા બાળકને તમારી પાસેથી દૂર શકે છે. તાજેતરમાં જ બીજી વખત માતા બનનારી બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ પોતાના બીજા બાળકના આયોજનને પોતાના માટે એકદમ પડકારજનક ગણાવ્યું હતું.  શિલ્પાએ કહ્યું કે પુત્રી સમિશા ના જન્મ પછી તેમના પુત્ર વિઆન ને એ અનુભવ કરાવવો ખુબજ પડકારજનક હતો કે તમની દીકરી ના આવ્યા પછી તે લોકો તેને પણ એટલો જ પ્રેમ કરે છે.

બીજા બાળકની યોજના કરતી વખતે આ બાબતોને ધ્યાનમાં રાખો

  • જો તમે બીજા બાળકની યોજના કરો છો ત્યારે, સૌ પ્રથમ તો તમારા પહેલા બાળકની ઉંમર ને ધ્યાનમાં રાખો.  પ્રથમ બાળકના જન્મ પછી તરત જ બીજા બાળકનો જન્મ થવાથી બંનેના ઉછેરને વિક્ષેપિત કરી શકે છે.
  • બીજા બાળકની યોજના બનાવતા પહેલા બની શકે તો તમારા પહેલા બાળકને શૌચાલયની તાલીમ આપો. ઉપરાંત, ખાતરી કરો કે તમારું બાળક તેની પોતાની નાના માં નાની જરૂરિયાત પૂરી કરી શકે છે.
  • તમારા પ્રથમ બાળક પછી હંમેશા 3-4 વર્ષ પછી બીજા બાળકની યોજના બનાવો. તમારું બાળક પ્લાન ચાઇલ્ડ હોવું જોઈએ.  આ કિસ્સામાં, માતા પિતા મોટા બાળક પરત્વે સંપૂર્ણ ધ્યાન આપી શકે છે અને નાના બાળકનો પણ સરળતાથી ઉછેર કરી શકે.

સમજદાર પેરેંટિંગ કેવી રીતે બનવું.

ફોર્ટિસ એસ્કોર્ટ્સ સિનિયર સાઈકોલોજિસ્ટ અને હેપ્પીનેસ સ્ટુડિયોના સ્થાપક ભાવના બર્મિડ કહે છે કે જો બીજા બાળકનું આયોજન કરવામાં આવે તો માતા પિતા એ આ થોડી મહત્વની બાબતો નું ધ્યાન રાખે તો તેમને થોડું સરળ લાગે છે.  ચાલો આપણે જાણીએ કે બીજા બાળકના આયોજન માટેના દરેક માતા પિતા માટે નિષ્ણાંત ડોક્ટર ભાવના ની શુ સલાહ છે?

  • બીજી વાર બાળક ના આયોજન અંગે  ડોક્ટર  ભાવના કહે છે કે મહિલાઓ એ પહેલી કે બીજી વખત બાળકની યોજના ત્યારે જ કરવી જોઈએ જ્યારે તે શારીરિક રીતે ફીટ હોય અને પોતાના શરીરને તંદુરસ્ત મહેસૂસ કરે, તો જ તમે બાળકને જન્મ આપવાનું નક્કી કરો.
  • તમારું બીજું બાળક પણ પહેલાની જેમ પ્લાન બેબી હોવું જોઈએ. જેથી તમે ખાતરી કરી શકો કે બીજા બાળકના જન્મ પછી, તમે તમારા પ્રથમ બાળક માટે કેટલો અને કેટલો સમય ફાળવી શકશો.
  • બીજા બાળકની યોજના કરતી વખતે, એ બાબત હંમેશા ધ્યાનમાં રાખો કે તમે તમારા પ્રથમ બાળકને અવગણશો નહીં.તેને અવગણવા ના થાય તે માટે તમારા બીજા બાળક સાથે તમારા પ્રથમ બાળકને સામેલ કરવાનો પ્રયાસ કરો. ઉદાહરણ તરીકે, બાળક ને પૂછો કે બાળકનો પલંગ કેવો હોવો જોઈએ.

  • જ્યારે બાળક સાથે વાત કરો ત્યારે હંમેશા સકારાત્મક શબ્દ પસંદ કરીને સકારાત્મક વાતો કરો.ડૉક્ટર ભાવનાએ એક ઉદાહરણ આપ્યું છે કે આ કરતી વખતે તમે તમારા બાળકને કહી શકો કે બાળક સુંદર હોવા છતાં તમારું પ્રથમ બાળક તમારા માટે ખૂબ જ વિશેષ અથવા કિંમતી છે.
  • ગર્ભાવસ્થા દરમિયાન, બાળકને પહેલે થી જ બીજા આવવા વાળા બાળક માટે માનસિક રીતે તૈયાર કરો. આ માટે, તમારે તેને વારંવાર સમજાવવું જોઈએ અને તેને અનુભવ કરાવો જોઈએ કે જે બાળક આવે છે તે તેનો નાનો ભાઈ કે બહેન છે.
  • આ કરતી વખતે, માતા પિતા પણ પહેલા બાળક પ્રત્યે પૂર્ણ ધ્યાન આપો. જો તમે આ બધી બાબતોની કાળજી લેશો તો પછી ક્યારેય પણ ઘરની અંદર અસલામતી અથવા તેને અવગણવાની લાગણી મોટા બાળકના મનમાં ક્યારેય વિકસિત થશે નહીં.

આમ તમે આ જણાવ્યા પ્રમાણે બીજા બાળકનું પ્લાનિંગ કરશો તો તમને કોઈ તકલીફ નહીં પડે અને તેનાથી તમારા પહેલા બાળક ને પણ કોઈ જ પ્રકાર ની અવગણના ની લાગણીનો અનુભવ નહીં થાય.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *