જોતા જ રહી જશો!! રાતમાં બહુ ખુબસુરત લાગે છે આ ૬ જગ્યાઓ

રાતની રોશની આંખોને ઠંડક આપે છે. શહેરોમાં સાંજ પછીનો સમય રીલેક્ષ થવા માટેનો હોય છે. એમાં પણ નાસ્તા પાર્ટી અને કોલ્ડડ્રીંક્સની મહેફિલ જામે છે. એવી રીતે રાતમાં અનેરી મોજ આપે છે લાઈટીંગ ડેકોરેશન. કદાચ તમને સમજાતું નહીં હોય અમે ક્યાં વિષય વિશે વાત કરી રહ્યા છીએ. તો ચાલો, સાવ ઇઝી કરી આપીએ. શું તમે રાતમાં આ જગ્યાઓ પર ગયા છો? રાતમાં આ જગ્યા પરનો નજારો આહલાદક હોય છે. એકદમ ખૂબસૂરત લગતી આ જગ્યાની મુલાકાત સ્પે. રાતના સમયમાં લેવાની વાત કૈંક ઔર છે.

આજના આર્ટીકલમાં એવી જગ્યાઓ વિશે જાણીએ જ્યાં રાતની મુલાકાત અનેરી બની જાય છે. અહીં આ જગ્યાઓ પર આવ્યા પછી એકવાર તો દીલમાંથી અવાજ આવે જ કે, “ચલ બેટા, સેલ્ફી લે લે રે..”

  • ઇન્ડિયા ગેટ

ઇન્ડિયા ગેટની મુલાકાત તમે દિવસના લો અને એ જ લોકેશનની મુલાકાત રાતના સમયમાં લો તો બંને વચ્ચે જમીન-આસમાનનો ફરક અનુભવાય. અહીં રોશનીથી ચમકતો ઇન્ડિયા ગેટ રાતને ખુશનુમા બનાવી દે એવો નજરો સર્જ છે. લોકો અહીં આવીને નવરાશની પળ માણે છે અને સાથે ફોટોસ પણ ક્લિક કરે છે. જુઓ, તસવીરમાં તમને અંદાજો આવશે ઇન્ડિયા ગેટનો લૂક કેટલો જબરદસ્ત લાગે છે.

  • વૃંદાવન બગીચા, મૈસુર

આ એક બગીચો છે, જ્યાં પણ રાતના સમયનું લાઈટીંગ નિહાળવા જેવું છે. આ ગાર્ડન મૈસુરથી ૨૦ કિમી દૂર આવેલું છે. આ ગાર્ડનની લોકપ્રિય વાત એ છે કે આખા ગાર્ડનમાં પુરાણી શૈલીની બાંધકામ હોય એવો નજરો જોવા મળે છે. સાથે આ ગાર્ડનને શાલીમાર ગાર્ડનની જેમ મુગલ શૈલીમાં બનાવવામાં આવ્યું છે. રાતના સમયમાં અહીં લોકો સ્પે. ફરવા માટે આવે છે. અહીં રાતનું વાતાવરણ અવલોકન કરવા જેવું હોય છે કારણ કે, કલરફૂલ ફૂવારા અને લાઈટીંગ બહુ જ ખૂબસૂરત છે.

  • ગોલ્ડેન ટેમ્પલ

અમૃતસરનું આ મંદિર વિશ્વ વિખ્યાત છે. અહીં રાતનો નજારો જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે અને સાથે લોકો ફ્રેશ મૂડ મહેસૂસ કરે છે. ગોલ્ડેન ટેમ્પલની આસપાસનું વાતાવરણ ખૂબ જ સરસ છે અને રાતના લાઈટીંગને કારણે અહીં આવવાની મજા વધી જાય છે. આ ગુરુદ્વારા પાસે સરોવર પણ છે તો એ પણ વધુ સુંદરતા અર્પે છે.

  • વિક્ટોરિયા મેમોરીયલ

કલકતામાં આવેલું આ લોકેશન રાતમાં અદ્દભુત દેખાય છે. આ મેમોરીયલની બહાર જો તમે ફોટો ક્લિક કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દો તો લાઈક્સનો ઢગલો થઇ જાય. વિક્ટોરિયા મેમોરીયલ રાતમાં બહુ ખૂબસૂરત દેખાય છે. લોકો અહીં રાતના સમયે આ સ્થળનું લાઈટીંગ જોવા માટે આવે છે.

  • મરીન ડ્રાઈવ, મુંબઈ

ફિલ્મી દુનિયાના ઘર તરીકે જાણીતું મુંબઈ પણ રાતે જગમગાટ કરતુ હોય છે. અહીં રાતના સમયમાં મરીન ડ્રાઈવની મુલાકાત લેવાથી આખા દિવસની શાંતિ મળી રહે છે. અહીંનું વાતાવરણ બહુ જ અલગ છે. મરીન ડ્રાઈવ પર લાઈટીંગ પણ જબરદસ્ત નજારો આપે છે.

  • હવા મહેલ, જયપુર

આ મહેલનું નામ જ હવા મહેલ છે એટલે કે અહીં ખુલ્લી વાતાવરણ મળી રહે છે. શહેરની દોડભાગથી કંટાળીને લોકો અહીં ફ્રેશ થવા માટે આવે છે. રાતના સમયમાં આ લોકેશન અતિ સુંદર લાગે છે. પીળા કલરનું લાઈટીંગ ડેકોરેશન મહેલને સુંદર બનાવે છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel

Leave a Comment