પિયર અને સાસરી વચ્ચે બેલેન્સ કેવી રીતે રાખશો?🤔🤗🤗

એક છોકરી ના લગ્ન થઈ ગયા પછી સૌથી મોટી દુવિધા વાડી વાત હોય છે એ છે પિયર અને સાસરી ની વચ્ચે તાલમેલ બનાવી ને રાખવું. લગ્ન પછી છોકરી ની અડધી ઊર્જા સાસરી ને પિયર ની વચ્ચે ની ગેરસમજ દૂર કરવામાં મા જ નીકળી જતી હોય છે

છોકરી ને દર વખતે એક વસ્તુ નો જો ડર રહ્યા કરે છે કે એની કોઈ પણ નાની થી નાની ભૂલ પર એના સાસરી વાડા એના માં – બાપ ને દોષ ના આપે. બંને કુટુંબ માટે છોકરી એ ઘણા બધી સમજૂતી કરવી પડતી હોય છે પણ આજે બ્લોગ વડે અમે અમુક વાતો શેર કરસુ જેને અપનાવવાથી તમે તમારા સાસરી વાડા અને પિયર વાડા ને નજીક લાવી શકો છો.

૧. બંને કુટુંબ નું મળવું છે જરૂરી

ઘણી વાર એવું થાય છે કે વગર કોઈ કારણે જ નાની – નાની ગેરસમજ થઈ જતી હોય છે જેનો દૂરથી ઉકેલ લાવવો સરળ નથી હોતો એટલે થોડાક દિવસો મા પોતાના પિયર વાડા ને અને સાસરી વાડા ને મડાવવો. આ દરમ્યાન કોઈ તકલીફ હોય તો વધારે વિચાર્યા વગર એમની સાથે વાત કરો અને જો એમને કોઈ ગેરસમજ હોય તો તમે અને તમારા પતિ બંને એમની સાથે વાત કરો અને એમને પણ એકબીજા સાથે વાત કરાવી ને બધી ગેરસમજ દૂર કરવાનું કો.

૨. કોઈ ફંકશન કા તો તેહવાર ના સમયે મડાવો

દરવખતે પિયર કે સાસરી મા જ્યારે પણ ઘર માં કોઈ ફંક્શન હોય કા તો તેહવાર, બંને કુટુંબ ને મડાવો. જો તમને બંને કુટુંબ વચ્ચે કોઈ પણ મતભેદ નો આભાસ હોય તો એમની સાથે વાત કરીને આ તકલીફ નો ઉકેલ કાઢો. સાથે સાથે બંને કુટુંબ ને એક સાથે કસે બહાર લઈ જાઓ, સાથે ખાવાનું ખવડાવો અને એકબીજા સાથે સમય વિતાવવાનો સમય આપો આનાથી કુટુંબ વચ્ચે નું અંતર ઓછું થશે.

૩. બંને કુટુંબ ને એકસરખું માન આપો

ક્યારે પણ પિયર અને સાસરી ની વચ્ચે ફરક ના રાખો અને કોઈ તુલના પણ ના કરો બલ્કે બંને કુટુંબ ને એક જેવું માન સમ્માન આપો. આનાથી એમની અંદર એ ભાવના રહેશે કે તમે બંને કુટુંબ ને એક રીતે લઈને ચાલી રહ્યા છો.

૪. સાચ્ચા સમય નું ધ્યાન રાખો

જો તમને લાગે છે કે તમારા સાસરી વાડા અને પિયર વાડા વચ્ચે કંઇક અણબનાવ છે તો તરત એના પર કોઈ પ્રતિક્રિયા ના આપો બલ્કે સાચ્ચા સમય ની રાહ જુઓ બંને પક્ષ ને સાંભળો અને પછી બધા ની સહમતી થી એકસાથે બેસી ને બધી વાતો નું નિવારણ લાવો.

૫. વાતો ને સંભાળતા સીખો

પોતાના પિયર વાડા ને પહેલા થી જણાવી દો પોતાના સાસરી વાડા ની પસંદ અને નાપસંદ વિશે જેવી રીતે કઈ વાત એમને નથી ગમતી અને આ જ રીતે પોતાના પતિ સાથે તમે તમારા પિયર વાડા ની પસંદ નાપસંદ ને શેર કરો જેથી કરી તમારા પતિ તમારા ઘર વાડાઓ સુધી આં વાત પોહચાડી દે. જો તમે તમારા પિયર અને સાસરી વાડા ની વચ્ચે બેઠા છો અને આવા વખતે મઝાક મસ્તી ચાલતી હોય અને તમને લાગ્યું કે તમારા સાસરી વાડા અથવા તો તમરા પિયર વાડા ને કોઈક વાત ના ગમી તો તરત જ એ વાત ને બદલી ને પરિસ્થિતિ ને સંભાળી લો અને વાત ને આગળ ના વધવા દો.

બધા કહેતા હોય કે લગ્ન પછી છોકરી પારકી થઈ જાય છે. જ્યારે એવું નથી કારણકે લગ્ન છોકરી ના બે કુટુંબ થઈ જતાં હોય છે જેને બઉ જ પ્રેમ થી સંભાળી ને રાખે છે. દરેક કુટુંબ મા અણબન તો થતી હોય છે પણ એ તમારા પર છે કે તમે કેવી રીતે આને સાંભળો છો. હસતા રો, સકારાત્મક વિચાર રાખો અને પોતાના કુટુંબ ને પણ સુખી રાખો.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment