ભારત અને પાકિસ્તાનની હોટ યુવતીઓ એકબીજાના પ્રેમમાં પડી, બંનેએ ફોટોશૂટ પણ કરાવ્યું

નીચે તસ્વીરમાં જે બે યુવતીઓ દેખાય રહી છે, એમાંથી એક છે ભારતની રહેવાસી અને એક છે પાકિસ્તાનની રહેવાસી. સંદન મલિક અને અંજલિ ચક્રવર્તીનો પ્રેમ ઈન્ટરનેટમાંથી શરૂ થયો હતો. જી હા, તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો આ બંને યુવતી એકબીજાને પ્રેમ કરી રહી છે. અને જેમ સ્ત્રી-પુરૂષનો રીલેશન હોય એ રીતે જ એકબીજાની સાથે રહે છે.

જેમ ‘કપલ’ રીલેશનને નિભાવે એ રીતે આ બે’ય યુવતીઓ એકબીજા સાથે રીલેશન નિભાવે છે અને એથી વિશેષ એ બંને એકબીજાને તેના લાઈફ પાર્ટનર જ સમજે છે. તમે તસ્વીર જોઈને અંદાજો લગાવી શકો છો કે બંને યુવતીઓ એકબીજા સાથે સુનહેરી પળનો આનંદ લઇ રહી છે.

અત્યારના સમયમાં પ્રેમ કેવી રીતે, ક્યાં અને કોની સાથે થઈ જાય છે એ ચોક્કસ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. આ કિસ્સામાં પણ એવું જ છે કે આ બંને યુવતીઓ ઈન્ટરનેટના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા અને બંનેને પ્રેમ થઇ ગયો. બંનેને સમલૈંગિક સંબંધ પણ મંજૂર છે.

શા માટે છે આ યુવતીઓ બહુ ચર્ચામાં?

આમ તો ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં ખટરાગ ચાલે છે, ત્યારે આ યુવતીઓ ભારત અને પાકિસ્તાનના સંબંધો પણ ગાઢ બની શકે છે આવી ઝાંખી કરાવી. આ બંને યુવતીમાંથી એક યુવતી ભારતીય છે અને એક યુવતી પાકિસ્તાની છે. બંને એકબીજા સાથે જિંદગીભર રહેવા ઈચ્છે છે એ એથી વિશેષ બંનેને સમલૈંગિક સંબંધ પણ પસંદ છે.

શું છે આ યુવતીઓના નામ?

પાકિસ્તાની સંદન મલિક અને આપણા ભારત દેશની યુવતીનું નામ અંજલી ચક્રવર્તી છે. આ બંને યુવતીઓ અત્યારે મીડિયામાં પણ બહુ ચર્ચા છે. ઘણી ન્યુઝ ચેનલો આ બંને યુવતીઓની પ્રેમ કહાની બતાવી રહી છે. આ બંને યુવતીઓ હાલ અમેરિકાના ન્યુયોર્ક સીટીમાં વસવાટ કરે છે. સંદન એક આર્ટીસ્ટ છે. પહેલા સંદન અને અંજલિ ક્લોઝ ફ્રેન્ડ હતા અને એ રીલેશનને વધુ ડેવલપ કરતા હવે એ ‘કપલ’ પણ બની ગયા છે.

હમણાં થોડા સમય પહેલા આ બંને યુવતીઓએ દેશની તકરારને સાઈડમાં મુકીને પ્રેમભર્યા અને રોમેન્ટિક સીન હોય એ રીતે ફોટોશૂટ પણ કરાવ્યા હતા, જે ફોટોસ તમે અહીં નિહાળી શકો છો. પારદર્શક છત્રીની અંદર બંને એકબીજાના સાથને મહેસૂસ કરી રહ્યા હોય એવા ફોટોસ કેમેરામેને કેમેરાની અંદર કેદ કર્યા છે.

રોચક માહિતીનો ખજાનો વાંચવા માટે અત્યારે જ “ફક્ત ગુજરાતી” ના ફેસબુક પેઈજને લાઈક કરવાનું ભૂલશો નહીં.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment