પેટની ચરબી ઘટાડવા દિવસના આ સમયે કરો આ અદ્ભુત રામબાણ ઈલાજ.. 👌👌

આપણે સૌ કેટલા બધા નુસખા અને કેટલા અલગ-અલગ ટાઈપ ના યોગ અને કસરત કરતા હોઈએ છીએ એ વિચારીને કે આજ નઈ તો કાલ આપણા શરીરની ચરબી ઓગળશે અને ફરીથી પહેલા જેવું સ્લીમ ટ્રીમ શરીર થઇ જશે. પણ કેટલાય લોકો રીઝલ્ટ ની રાહ જોતા-જોતા ગીવ અપ કરી દે છે કારણકે આપણે આપણા શરીરમાં કોઈ જાતનું ફેર ફાર જોતા નથી. આજે અમે જ્નાવશું એક એવો ઈલાજ જે ગેરેંટી કામ કરશે.

શું તમે જાણો છો કે શરીરનું વજન બે સમય દરમિયાન બહુ ઝડપથી ઘટે છે. એક કસરત કરતા હોઇએ ત્યારે અને બીજું સૂઇ રહ્યા હોઇએ ત્યારે. રાત્રે સૂતાં પહેલાં ભોજન હળવું કરેલું હોય અને વજન ઘટાડવાની કોઇ ફાકી કે ચૂર્ણ લીધું હોય તો વજન બહુ ઝડપથી ઘટે છે. રાતનું ભોજન સૂવાના 2-3 કલાક પહેલાં જ લઈ લેવામાં આવે તો ડબલ ફાયદો મળી શકે છે. કેટલીક સરળ ટિપ્સ પાળવાથી માત્ર ઊંઘવાના સમય દરમિયાન પણ ઘણું વજન ઘટાડી શકાય છે.

સૂતાં પહેલાં અહીં જણાવેલ આ આયુર્વેદિક ચૂર્ણનું સેવન કરવાથી વજન બહુ ઝડપથી ઘટવા લાગે છે. અહીં જણાવેલ બધી જ સામગ્રી પાચનતંત્રને મજબૂત બનાવે છે. તે આપણા મેટાબોલિઝમ અને ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. અને પેટમાં જામેલી ચરબી જલદી ઓગળે છે.

સામગ્રી વરિયાળી હળદર અળસી જીરું મીઠો લીમડો હરડે હિંગ સિંધવ મીઠું

રીત
સૌપ્રથમ અળસી, વરિયાળી અને જીરૂને શેકી લો. 25 ગ્રામ અળસીને ધીમા ગેસે 8-10 મિનિટ સુધી શેકી ઠંડી થવા માટે મૂકી દો. ત્યારબાદ વરિયાળી અને જીરુંને અધકચરાં શેકી લો. વધારે શેકાઇ ન થાય તેનું ધ્યાન રાખવું, નહીંતર અંદર રહેલ પોષકતત્વો પણ બળી જશે. બધું ઠંડુ થઈ જાય એટલે 50 ગ્રામ અળસી, 100 ગ્રામ વરિયાળી અને 50 ગ્રામ જીરુંને મિક્સરમાં બરાબર ક્રશ કરી લો. ત્યારબાદ તેમાં 50 ગ્રામ હરડેનો પાવડર, 2 નાની ચમચી હળદર, એક ચમચી સિંધ મીઠું મિક્સ કરી લો. આ બધું જ બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં 4 ચપટી હિંગ અને 50 મીઠા લીમડાનાં સૂકવેલાં પાનનો પાવડર મિક્સ કરી લો.

હવે આ ચૂર્ણને રોજ સૂવાના એક કલાક પહેલાં નવશેકા પાણી સાથે એક નાની ચમચી મિક્સ કરી લેવું. આનું નિયમિત સેવન કરવાથી બહુ જલદી મળવા લાગશે પરિણામ.

– મીઠા લીમડામાં એન્ટી ઓક્સીડન્ટ હોય છે જે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

– અળસીમાં ફાઇબર ભરપૂર હોય છે, જે પાચનતંત્રને સ્ટ્રોંગ બનાવે છે. અને કોલેસ્ટઓલને કંટ્રોલમાં રાખે છે.

– હરડે પાચનતંત્રને ખૂબજ મજબૂત બનાવે છે.

– આ ચૂર્ણ લેવાનું શરૂ કરો ત્યારથી બને ત્યાં સુધી બહારનું જમવાનું ટાળવું.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!