કોઈ પણ પ્રસંગ હોય ત્યારે આ હેર સ્ટાઈલ ઉપર આપો ખાસ ધ્યાન, ટ્રાય કરો આ 4 યુનિક હેર સ્ટાઈલ 

પોતાને સ્ટાઈલિસ્ટ અને કુલ બતાવવા માટે તમારા આઉટફિટ્સની સાથે તમારી હેર સ્ટાઇલ પણ ખૂબ જ મહત્વ રાખે છે. જો તમે અલગ દેખાવા માંગો છો તો માત્ર વાળમાં એક સારી હેર સ્ટાઇલ બનાવીને તમારા દેખાવમાં ચાર ચાંદ લગાવી શકો છો. આમ તો ખાસ કરીને જોવામાં આવે છે કે લગભગ મહિલાઓ કોઈપણ પ્રસંગ પર જતા પહેલા પોતાના ડ્રેસ તથા ચંપલ પહેલેથી જ નક્કી કરી દે છે. પરંતુ કઈ હેર સ્ટાઈલ બનાવશે તે ફાઇનલ કરી શકતી નથી. એવામાં ઘણી વખત ઉતાવળમાં વાળ સાથે કંઈક એવું થઈ જાય છે જે તમારી ઉપર સૂટ થતું નથી. જો તમને પણ કંઇક એવું જ થાય છે તો બિલકુલ ટેન્શન લીધા વગર અમે અહીં જણાવીએ છીએ તમે પ્રકારની હેરસ્ટાઈલ તમે અપનાવી શકો છો. પ્રસંગ કોઈપણ હોય પરંતુ તમે તમારી હેરસ્ટાઈલને ખૂબ જ સુંદર અને હટકે બનાવી શકો છો.

લગ્ન પ્રસંગમાં યુવતીઓને તૈયાર થવાનો મોકો મળે છે અને દરેક મહિલાએ ઇચ્છે છે કે તે એ દિવસે એકદમ અલગ અને ખૂબ જ સુંદર લાગે. તમે મેકઅપ અલગ અલગ રીતે કરી શકો છો અને તૈયાર પણ અલગ-અલગ રીતે થઇ શકો છો. અને તેની સાથે જ તમારી હેરસ્ટાઈલને પણ અલગ બનાવીને બીજાથી અલગ દેખાઈ શકો છો.

તે દિવસે ખાસ દેખાવા માટે તમારે કયા પ્રકારની હેરસ્ટાઈલ કરવી જોઈએ. અમે તમને જણાવી રહ્યા છીએ તમે આ હેર સ્ટાઈલની રીતથી તૈયાર થઈ શકો છો.

Image Source

કર્લી બન હેર સ્ટાઇલ

જ્યારે તમે તૈયાર થઈ રહ્યા છો ત્યારે હેર સ્ટાઈલ પણ તે જ પ્રમાણે ની હોવી જોઈએ આ હેરસ્ટાઈલ તમને દુલ્હનની ઉપર ખૂબ જ જોઈ હશે તમે તેને જરૂરથી ટ્રાય કરો.

શું જોઈએ

 • કર્લર
 • હેરપીન
 • હેર સ્પ્રે

આ પ્રમાણે બનાવો

જો તમારા પહેલેથી જ કર્લી વાળ છે તો ખૂબ જ સારૂ પરંતુ તમારા વાળ કર્લી નથી તો તેને કર્લ કરો. હવે તમારા વાળને વચ્ચેથી પાર્ટીશન કરો અને આગળના વાળને ટ્વિસ્ટ કરીને તમારા કાનની પાછળ લઈ જઈ ને પીનથી સેટ કરો. હવે પાછળના વાળને આંગળીથી રોલ કરતા બન બનાવો ત્યારબાદ તેને પીનથી સેટ કરો.

તમારી હેર સ્ટાઈલ થઈ જાય ત્યારબાદ તમે ઈચ્છો તો એસેસરીઝ પણ સજાવી શકો છો.

Image Source

ફિશટાઇલ વેણી હેરસ્ટાઈલ

ફિશટાઇલ વેણી સદીઓથી આપણી વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે  જો તમારા વાળ લાંબા છે તો આ હેરસ્ટાઈલ તમારી પર ખૂબ જ સુંદર લાગશે.

શું જોઈશે

 • બોબી પીન
 • કાંસકો
 • રબર બેન્ડ

આ રીતે બનાવો

સૌપ્રથમ પોતાના વાળને સાઇડથી પાર્ટીશન કરો. દરેક વાળને એક તરફ પાર્ટીશનના વધારે હિસ્સામાં લાવો હવે કાલથી શરૂ કરતા પોતાના વાળને ફિશટાઇલ વેણીમાં ગુંથો.

વેણી બનાવતી વખતે વાળ ને બે ઇંચ ઊપરથી રબર બેન્ડથી વાળને બાંધો. નાના વાળ ને બોબી પીનથી સેટ કરો તમારી વેણીને ખેંચીને મેસી ફિશટાઇલ લુક બનાવી શકો છો.

Image Source

બીચ વેવ્સ હેર સ્ટાઈલ

દર વખતે ચોટલો જ કેમ વાળવો આ વખતે તમે બીચ વેવ્સ હેર સ્ટાઈલ બનાવવાનો ટ્રાય કરો.તે તમારા વાળમાં એક બાઉન્સ આપશે તેની સાથે જ તમારો લુક ખૂબ જ સુંદર લાગશે.

શું જોઈએ

 • કર્લર
 • હેર સ્પ્રે

આવી રીતે બનાવો

સૌપ્રથમ તમારા વાળને કાંસકાથી ઓળો,ત્યારબાદ વચ્ચેથી બે પાર્ટમાં ડિવાઇડ કરો.હવે કર્લરની મદદથી તમારા વાળને આઉટ વર્ડ કરો. વાળ ખરતા બંધ થાય તેની માટે હેર સ્પ્રે લગાવો અને વાળને સેટ કરો. તમે ઈચ્છો તો એસેસરિસ લગાવીને તમારા લુકને કમ્પ્લીટ કરી શકો છો.

Image Source

બ્રેડેડ બન હેરસ્ટાઇલ

સૌપ્રથમ વાળમાં ચોટલો બનાવો અને તેને થોડો અલગ ટચ આપો. તે નોર્મલ દેખાતી હેર સ્ટાઈલ પણ એકદમ અલગ દેખાય છે. બ્રેડ હેરસ્ટાઇલ નવી અને યૂનિક હેર સ્ટાઈલ છે જે તમે ટ્રાય કરી શકો છો.

શું જોઈએ

 • કાસકો
 • રબરબેન્ડ
 • બોબી પીન
 • હેર સ્પ્રે

આ રીતે બનાવો

 • સૌપ્રથમ તમારા કાન પાછળના વાળ ને એક એક સેકશનમાં છોડો.
 • બાકી વાળની એક નીચી પોનીટેઇલ બનાવો અને તેની ઉપર થી થોડા વાળ ધીમે રહીને ખેંચો.
 • હવે પોની માં થોડું અંતર રાખીને એક રબર બેન્ડથી બાંધો ત્યારબાદ તેને રોલ કરીને એક બન બનાવો અને તેને બોબી પિન સાથે સેટ કરો.
 • વાળની ​​બાજુમાં કાનની બાજુમાં વેણી કરો અને તેને બોબી પિન સાથે બન પર સેટ કરો.
 • તેવી જ રીતે બીજી બાજુથી પણ આવું કરો. સરળ બ્રેડેડ હેર સ્ટાઈલ કરવું કેટલું સરળ છે તે જુઓ.

હવે તમને કઈ સમજમાં ન આવે તો આ 4 પ્રકારની હેરસ્ટાઈલ તમારી મદદ જરૂર કરી શકે છે તમે તેમાંથી કોઈપણ હેર સ્ટાઈલને ટ્રાય કરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment