ફક્ત દાંત જ નહીં, જીભની સફાઈ પર પણ તેટલું જ ધ્યાન આપો, આ રીતે તેને સાફ કરો

Image Source

જ્યારે પણ ઓરલ હેલ્થની વાત થાય છે ત્યારે સામાન્ય રીતે લોકો દિવસમાં બે વાર બ્રશ કરવાનું જ પૂરતું સમજે છે. જેમકે હકીકતમાં તેવું નથી. તમારા દાંતની સાથે જીભની સફાઈ કરવી પણ તેટલી જ જરૂરી છે. જોકે ઘણીવાર જીભની સફાઈને સંપૂર્ણ રીતે ટાળવામાં આવે છે. જેના કારણે જીભ પર એક સફેદ પરત જામી જાય છે. જેના કારણે ફક્ત મોઢામાંથી દુર્ગંધ નથી આવતી, પરંતુ તેનાથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાનું અને બીજી ઘણી સમસ્યાઓ થવાનું જોખમ પણ રહે છે. તો ચાલો આજે અમે તમને આ લેખમાં જણાવી રહ્યા છીએ કે તમે તમારી જીભની સફાઈ કેવી રીતે ખુબજ સરળતાથી કરી શકો છો.

લસણ:

સામાન્ય રીતે જ્યારે લસણનો ભોજનમાં સમાવેશ કરવામાં આવે છે અને તમે તેનું સેવન કરો છો ત્યારે તેનાથી મોઢામાંથી સ્મેલ આવે છે. પરંતુ શું તમને જાણ છે કે તે તમારી જીભની સફાઈમાં પણ મદદરૂપ છે. ખરેખર,જ્યારે તેને કાચુ ખાવામાં આવે છે ત્યારે તે બેક્ટેરિયાને દુર કરે છે, જેનાથી જીભ ઝડપથી સાફ થઈ શકે છે.

એલોવેરાનો ઉપયોગ કરો:

સ્વાસ્થ્ય નિષ્ણાંત મુજબ, એલોવેરામાં એન્ટિ ઇન્ફ્લેમેટરી અને હીલિંગ ગુણધર્મો હોય છે. તે જીભ અને દાંત પર કીટાણુઓને મારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તેનો ઉપયોગ કરવા માટે એક મોટી ચમચી એલોવેરાનો રસ મોઢામાં લો અને તેને થોડી મિનિટ માટે ફેરવી અને તેને થૂંકી નાખો. પછી તમારા મોઢાને ગરમ પાણીથી કોગળા કરો. તમે તેને દિવસમાં ઘણીવાર અજમાવી શકો છો.

મીઠું કામ આવશે:

જીભ સાફ કરવા માટે મીઠું સૌથી સારો અને સસ્તો ઉપાય છે. તે તમારી જીભની દુર્ગંધ અને ડેડ સ્કિન સેલ્સને ખૂબ સરળતાથી દૂર કરે છે. તેના માટે તમે જીભ પર થોડું મીઠું મૂકો અને એક મિનિટ માટે ટુથબ્રશથી હળવા હાથથી બ્રશ કરો. પછી તમારા મોઢાને પાણીથી કોગળા કરો. દિવસમાં બે વાર અજમાવો. તમને પેહલી વારમાં જ ફર્ક જોવા મળશે.

હળદર:

હળદર રસોડામાં ઉપયોગ કરવામાં આવતો એક મસાલો જ નથી, પરતું તે મોઢા માટે એન્ટીસેપ્ટિક દવાઓનો એક ઉતમ વિકલ્પ છે. તેનો ઉપયોગ કરવા માટે તમે એક લીંબુ અને હળદરની પેસ્ટ બનાવી લો. હવે બે મિનિટ માટે જીભ પર આ પેસ્ટને ઘસો. અંતે ગરમ પાણીથી સરખી રીતે કોગળા કરો.

અસ્વિકરણ:
આ લેખના સૂચનો સામાન્ય જાણકારી માટે છે. આ સૂચનો અને જાણકારીને કોઈપણ ડોક્ટર અથવા તબીબી વ્યાવસાયિક ની સલાહ તરીકે ન લો. કોઈપણ રોગોના લક્ષણોની સ્થિતિમાં ડોકટરની સલાહ જરૂર લો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *