પપ્પા-દીકરી નો પ્રેમ એટલે નિસ્વાર્થ પ્રેમ❤️

ઘરની રોનક હોય છે દીકરીઓ, અને હમેશા પોતાના પપ્પાની લાડકી હોય છે. પપ્પા થી કોઈ વાત મનાવી હોય તો ભાઈઓ પણ બહેનનો સહારો લે છે. દીકરીઓ એટલી માસુમ હોય છે કે પપ્પા લાડ કરવાનો એકપણ મોકો નથી છોડતા. ખુબજ ધ્યાન થી દીકરીની વાતો સાંભળે છે અને દુનિયાની દરેક ખુશીયો તેમને આપવાની ઈચ્છા રાખે છે. ચાલો આજે જાણીએ કે કેમ દીકરીઓ પપ્પાની રાજકુમારી હોય છે?

દિકરી જયારે પપ્પના ખોળા માં હોય છે ત્યારે એ જગ્યા એકદમ સુકુન વાળી જગ્યા બની જાય છે. તેઓ પોતાના પપ્પાને સૌથી પહેલો હીરો ગણે છે. દીકરી ને ખબર છે કે મારી દરેક જીદ મારા પપ્પા પૂરી કરશે.

પપ્પા માટે તેની દીકરી સમ્પૂર્ણ સંસાર બરાબર હોય છે. દીકરી આવવાથી પિતાની દુનિયા બદલાઈ જાય છે, તેઓ કેરીંગ અને વધારે લવિંગ થઇ જાય છે.

પિતા પોતાનો સંપૂર્ણ પ્રેમ દીકરી પર લુટાવી દે છે. અને દીકરી પણ પોતાના પિતા સાથે નિશ્ચિંત અનુભવ કરે છે.

દીકરી માટે પિતાનો ખોલો અને પિતા ની બાહો એક સ્ટ્રોંગ પીલ્લર ની જેમ હોય છે.

પપ્પા પાસે દરેક સમસ્યાનું નિવારણ હોય છે. દીકરીને જે પ્રોટેક્શન પપ્પા થી મળે છે તે બીજા કોઈ વ્યક્તિ થી નથી મળતી.

પિતા દીકરીને દરેક કામ માં સલાહ આપે છે, તે સલાહ ભણતર માટે હોય કે કોઈ રમત માટે કે પછી યોગ્ય વર શોધવા માટે. પપ્પા દીકરીને ખુલા આકાશ માં ઉડવા માટે પાંખો આપે છે, એટલા માટે દીકરી અને પપ્પા વચ્ચે નો સંબંધ હોય છે એકદમ ગાઢ અને સ્ટ્રોંગ..

ALL IMAGE CREDITS : GOOGLE IMAGE

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR : ADITI NANDARGI

1 thought on “પપ્પા-દીકરી નો પ્રેમ એટલે નિસ્વાર્થ પ્રેમ❤️”

Leave a Comment