વજન વધવાના ડરથી જો તમે સ્વાદિષ્ટ ભોજન નથી ખાઈ શકતા તો ઘરે આ રીતે બનાવો કેટો ફ્રેન્ડલી પનીર મંચુરિયન, તો ચાલો જાણીએ તેની રેસિપી

Image source

વજન ઓછું કરવું સરળ નથી હોતું પરંતુ સાચી રીતે જો તમે યોજના બનાવીને તેના પર કામ કરો તો કેટલું મુશ્કેલ પણ નથી. ઘણા લોકો પોતાના વજનને કાબૂમાં કરવા માટે જુદી જુદી રીતો ના ડાયટ પ્લાન નો ઉપયોગ કરે છે. તેમાંથી એક છે કીટો ડાયટ પ્લાન, મેદસ્વીતા ઓછી કરવા માટે કિટો ડાયટ પ્લાન સૌથી વધારે ઉપયોગ થતો ભજન ઓછું કરવાનો ડાયટ પ્લાન છે. કિટો ડાયટમાં લોકો જે ભોજન કરે છે તેમાં કાર્બોહાઇડ્રેટની માત્રા ખૂબ જ ઓછી હોય છે. આ ડાયટ પ્લાનમાં ઉચ્ચ ચરબીનું સેવન વધારે કરવામાં આવે છે.

વજન ઘટાડવામાં કિટો ડાયટ પ્લાન એટલા માટે વધારે સફર છે કેમકે આ ડાયટ ને ફોલો કરવાથી શરીર કિટોસીસ ની સ્થિતિમાં ચાલ્યું જાય છે.આ સ્થિતિમાં શરીર કાર્બોહાઇડ્રેટની જગ્યાએ ચરબી માંથી ઉર્જા લેવાનું ચાલુ કરી દે છે. જોકે, ઘણા લોકો વિચારે છે કે ડાયટિંગ કરવાવાળા લોકો સ્વાદિષ્ટ ભોજન કરી શકતા નથી,તેથી આજે અમે તમને બતાવીશું કિટો

ફ્રેન્ડલી પનીર મંચુરિયન ની રેસિપી જે સ્વાદિષ્ટ પણ છે અને તંદુરસ્ત પણ.

Image source

જરૂરી સામગ્રી:

મંચુરિયન બોલ્સ માટે-

  1. ૨૫૦ ગ્રામ પનીર
  2. ૧ ચમચી ગરમ મસાલો
  3. ૨ ચમચી લાલ મરચું પાવડર
  4. ૧ ચમચી સિલિયમ ફોતરા
  5. સ્વાદ મુજબ મીઠું
  6. તળવા માટે તેલ

ગ્રેવી માટે:

  • ૧ મોટી ચમચી જૈતુનનું તેલ કે ઘી
  • ૧ ઇંચ આદુ
  • લસણની ૫-૬ કળીઓ, બારીક કાપેલો અડધો કાંદો
  • ૨-૩ બારીક કાપેલી લીલી મરચી
  • ૧ લીલું શિમલા મરચું, ચોરસ ટુકડામાં કાપેલું
  • ૧ ચમચી સરકો
  • ૧ ચમચી સોયા સોસ
  • ૧ નાની ચમચી ચિલી સોસ
  • ૧ ચમચી લાલ મરચું પાવડર

બનાવવાની રીત:

  • એક વાસણમાં પનીરને હાથથી પાણી છૂટે નહીં ત્યાં સુધી મસળો, હવે તેમાંથી પાણી કાઢી લો. મસળેલા પનીરમાં ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને સિલીયમ ફોતરા નાખીને સરખી રીતે ભેળવો.
  • હવે આ પનીરના મિશ્રણને તમારા હાથમાં લઈને બોલનો આકાર આપો. તેને ગરમ તેલમાં કડકડિયા અને સોનેરી થાય ત્યાં સુધી તળો. હવે મન્ચુરિયન બોલ ને કાઢી લો.
  • બીજા વાસણમાં તેલ ગરમ કરીને તેમાં બારીક કાપેલું આદુ લસણ નાખો અને તેને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં લીલી મરચી નાખો અને પછી કાંદા અને સિમલા મરચુ પણ નાખી દો. બધી સામગ્રીઓને ધીમા તાપે પાંચથી સાત મિનિટ સુધી રાંધો.
  • હવે તેમાં સોયા સોસ, લાલ ચિલી સોસ, વિનેગર નાખીને વધુ સારી રીતે ભેળવો, ત્યારબાદ લાલ મરચું પાવડર અને મીઠું સ્વાદ મુજબ ભેળવો. ત્યારબાદ આ ગ્રેવીમાં પનીર બોલ નાખો અને તેને હળવા હાથે મિક્સ કરી લો. તમારું હેલ્દી અને સ્વાદિષ્ટ પનીર મંચુરિયન તૈયાર છે. તમે ઇચ્છો તો તેમાં ધાણાના પાન અને લીલી ડુંગળીથી ગાર્નીશ કરી શકો છો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment