પરફેક્ટ પનીર મંચુરિયન બનવાની સરળ રીત

પનીર મંચુરિયન નો સ્વાદ ખવામા ખુબ જ અદભૂત લાગે છે અને તેને ઘરે બનાવવું પણ ખૂબ જ સરળ છે.

એક નજર.

 • રેસિપી કિવઝીન : ચાઈનીઝ
 • સમય : ૧૫ થી ૩૦ મિનીટ
 • ભોજન નો પ્રકાર : વેજ

જરૂરી સામગ્રી.

 • ૩૦૦ ગ્રામ પનીર
 • ૪ ચમચી કોર્ન ફ્લોર
 • ૨ ચમચી મેંદો
 • ૧ ચમચી આદુ લસણ ની પેસ્ટ
 • મીઠુ સ્વાદ મુજબ
 • તેલ જરૂર મુજબ

ગ્રેવી માટે:

 • ૧ કપ બારીક કાપેલું સિમલા મરચું
 • ૧ કાંદો બારીક કાપેલો
 • ૨ લીલી મરચી બારીક કાપેલી
 • ૧ કપ લીલા કાંદા બારીક કાપેલા
 • ૧ ચમચી આદુ લસણ ની પેસ્ટ
 • ૨ ચમચી ટામેટા નો સોસ
 • ૧ ચમચી સોયા સોસ
 • ૧/૨ ચમચી ચીલી સોસ
 • મીઠુ સ્વાદ મુજબ
 • તેલ જરૂર મુજબ
 • એક ચપટી આજીનો મોટો

રીત.

 •  સૌથી પહેલા પનીર ને નાના નાના ટુકડા કરીને કાપી લો.
 •  એક વાસણ મા મેંદો, કોર્ન ફ્લોર, આદુ લસણ ની પેસ્ટ અને મીઠું નાખો. પછી તેમાં પાણી નાખી ને ઘાટુ મિશ્રણ તૈયાર કરી લો.
 •  હવે આ મિશ્રણ માં પનીર ના ટુકડા નાખી ને ૨૦ થી ૨૫ મિનીટ સુધી મેરીનેટ થવા માટે રાખી દો.
 •  ધીમા તાપે એક કડાઈ માં તેલ ગરમ કરો પછી તેમાં મેરિનેટ કરેલું પનીર નાખી થોડું સાંતળો.
 • પનીર ને ચારે બાજુથી બદામી થાય ત્યાં સુધી સાંતળી ને એક થાળી માં નેપકીન પેપર લગાવીને તેમાં કાઢી લો.

Image source

ગ્રેવી તૈયાર કરવા માટે.

 • -ધીમા તાપે એક વાસણ મા તેલ ગરમ કરો. તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી બદામી થાય ત્યાં સુધી પકાવો.
 •  હવે વાસણ મા લીલી મરચી, શિમલા મરચું અને કાંદા નાખીને ૪ થી ૫ મિનીટ સુધી પકાવો.
 •  ત્યારબાદ તેમાં ટામેટા નો સોસ, સોયા સોસ, ચીલી સોસ, આજીનો મોટો અને મીઠું નાખી ને મિક્સ કરો.
 •  પછી તેમાં પકાવેલું પનીર અને લીલા કાંદા નાખીને સરખી રીતે ભેળવો.
 •  મંચુરિયન ને ૨ મિનીટ સુધી ફૂલ તાપે પકવી ને ગેસ બંધ કરી દો.
 •  તૈયાર છે પનીર મંચુરિયન. આને લીલા કાંદા અને સફેદ તલ થી સજાવીને પીરસો.
 •  તમે ઇચ્છો તો સજાવટ માટે લીલા ધાણા નો પણ ઉપયોગ કરી શકો છો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment