જૈન ધર્મ નું સૌથી પવિત્ર અને પ્રખ્યાત તીર્થ સ્થાન” પાલિતાણા મંદિર”

જૈન મુનિયો ના સૌથી પ્રસિદ્ધ તીર્થ સ્થાન માં નું એક તીર્થ સ્થાન પાલિતાણા જે ભાવનગર માં આવેલુ છે. જૈન ધર્મ માં પાલિતાણા માં “ શત્રુંજય તીર્થ ખૂબ જ પ્રખ્યાત છે. જૈન ધર્મ ના અનુસાર દરેક જૈન ધર્મી ને આ પવિત્ર મંદિર ના દર્શન પોતાના જીવન માં એક વાર તો જરૂર થી કરવા જોઈએ.

Image Source

પાલિતાણા માં શત્રુંજય પહાડો ની એડી એ 3000 થી વધુ મંદિર બનેલા છે. જેમા પ્રમુખ મંદિર જૈન ધર્મ ના પહેલા તીર્થકર ભગવાન આદિનાથ ને સમર્પિત છે. પાલિતાણા માં 1618 માં બનેલું “ચૌમુખા મંદિર” સૌથી મોટું મંદિર છે. જેનું પોતાનું અલગ ધાર્મિક મહત્વ છે.

પાલિતાણા માં આવેલા જૈન મંદિર નું નિર્માણ 11 મી કે 12 મી સદી માં થયેલું હતું. આ પ્રાચીન અને ધાર્મિક જૈન મંદિર ને લઈ ને એવી માન્યતા છે કે આ પવિત્ર સ્થાન પર 8 કરોડ ઋષિ મુનિયો એ મોક્ષ પ્રાપ્તિ કરી છે. જૈન ધર્મ ના કેટલાક મહાન તીર્થકરો એ અહી નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું.

એટલે જ અહી ના મોટાભાગ ના જૈન મંદિર જૈન ધર્મ ના તીર્થકરો ને સમર્પિત છે. તમને જણાવી દઈએ કે જૈન મંદિર અહી તકશ ના નામે પણ ઓળખાય છે. પાલિતાણા ના પ્રમુખ મંદિર માં કુમારપાળ,સંપ્રતિ રાજ,વિમાલશાહ મંદિર શામેલ છે.

પાલિતાણા જૈન મંદિર ની વસ્તુ કળા

Image Source

પાલિતાણા મંદિર ખૂબ બહુમૂલ્ય અને આકર્ષક પ્રતિમા ઓ પણ છે. ત્યાં જ આ મંદિર ની નકશી કામ અને મૂર્તિકલા આખી દુનિયા માં પ્રસિદ્ધ છે. તમને જણાવી દઈએ કે જૈન ધર્મ માં પાંચ પ્રમુખ  તીર્થ માં થી પાલિતાણા મંદિર ની યાત્રા કરવી તેનું જીવન માં ખૂબ મહત્વ છે.પ્રત્યેક જૈની એ મંદિર ના દર્શન કરવા પોતાનું કર્તવ્ય માને છે.

પાલિતાણા મંદિર ના શિખર પર જ્યારે સુર્ય નો પ્રકાશ પડે છે. તો તેની અદભૂત અને અનુપમ છઠા નું દ્રશ્ય અતિ આકર્ષક અને મનોરમ લાગે છે. પાલિતાણા જૈન મંદિર ના ઉપરી હિસ્સા માં સૂરજ આથમ્યા પછી ના સમય માં ફક્ત દેવ સામ્રાજ્ય નો જ વાસ હોય છે.

તેમંજ સૂર્યાસ્થ પછી ઉપર જવાની કોઈ ને અનુમતિ આપવામાં આવતી નથી. જૈન ધર્મ ના પ્રસિદ્ધ તીર્થ પાલિતાણા ને આ માન્યતા છે કે રાતે ભગવાન વિશ્રામ કરે છે.

આજ કારણ થી રાત ના સમયે મંદિર બંધ કરવામાં આવે છે. આ મંદિર ના દર્શન માટે શ્રદ્ધાળુ એ સાંજ પડતાં પહેલા દર્શન કરી ને પહાડ પરથી નીચે ઊતરવું પડે છે.

આ મંદિર ને લઈ ને એવી માન્યતા છે કે અહી આવતા દરેક ભક્ત ની મનોકામના પૂર્ણ થાય છે. કોઈ પણ ભક્ત અહીથી નિરાશ થઈ ને કે ખાલી હાથે પાછો નથી જતો. આજ કારણ છે કે જૈન સમુદાય થી જોડાયેલા લોકો જીવન માં એક વાર આ મંદિર ના દર્શન જરૂર થી કરે છે.

પાલિતાણા નું સૌથી ખૂબસૂરત મંદિર જૈન ધર્મ ના પ્રથમ તીર્થકર ભગવાન ઋષિકર છે,. તમને એ પણ જણાવી દઈએ કે જૈન ધર્મ ના આ પવિત્ર તીર્થ સ્થળ નું મહત્વ મહાભારત ના સમય થી જ ચાલતું આવે છે.  પાલિતાણા જૈન મંદિર માં ત્રણ પાંડવ ભાઈઓ ભીમ, અર્જુન, અને યુધિષ્ઠીર એ નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું.

પાલિતાણા મંદિર નો સમય

Image Source

આ સાથે જ જૈન ધર્મ ના નિયમ અનુસાર સાંજ પછી ન તો ભોજન ખાવામાં આવે છે. અને ન તો તેને લેવામાં આવે છે. એટલે જ સાંજ થતાં પહેલા જ બધા જ શ્રદ્ધાળુ ને નીચે આવવું પડે છે.

જૈન ધર્મ ના અનુસાર રાતે બધા જ દેવતા વિશ્રામ કરે છે. સાથે જ બધા મંદિર ના દરવાજા બંધ કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે અહી પહાડ પર અગંદ પીર નામક એક સિદ્ધ સ્થાન છે. જે નિસંતાન લોકો માટે ખૂબ જ મહત્વ નું છે. એવું કહેવાય છે કે ત્યાં નિસંતાન લોકો નો ખોળો ભરાય છે.

પાલિતાણા મંદિર સુધી કેવી રીતે પહોંચશો?

Image Source

ગુજરાત ના ભાવનગર માં એક એરપોર્ટ છે. જે પાલિતાણાથી 62 km દૂર છે. એરપોર્ટ થી પાલિતાણા બસ કે કોઈ વેહિકલ દ્વારા જઈ શકાય છે. આ ઉપરાંત પાલિતાણા મંદિર જવા માટે ભક્તજનો સડક માર્ગે કે પછી રેલ માર્ગે થી પણ જય શકે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…S

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *