પાકિસ્તાનના ઇમરાન ખાન બોલ્યા – હજી અમને ભારતથી મિસાઈલ એટેકનો ડર લાગે છે😂😅😂😅😂😅

પાકિસ્તાને આંતકી હુમલો કરીને ભારત સામે જંગ છેડી દીધી છે. ત્યારે ભારતે પણ પાકિસ્તાનને વળતો જવાબ આપી જ દીધો. હવે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનને ડર બહુ જ લાગે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ભર્યા વાતાવરણની સૌથી વધુ અસર ઇમરાન ખાનને જોઇને વર્તાઈ રહી છે. હમણાંની વાત છે જેમાં ઇમરાન ખાન એવું બોલ્યા જે સાંભળી ખબર પડી ગઈ કે આખું પાકિસ્તાન હાલ ભારતના ડરથી થરથર કંપે છે.

ઇમરાન ખાને પાક. સંસદને સંબોધીને કહ્યું કે, “મને ડર હતો કે પાકિસ્તાનની કારવાઈ પછી ભારત મિસાઈલથી હુમલો ન કરી દે. એટલા માટે આખા દેશમાં અત્યારે હાઈ એલર્ટ રાખવામાં આવ્યું છે. હવાઈ સેવા રોકી દેવામાં આવી છે અને સેનાને તત્પર રહેવા માટે કહેવામાં આવ્યું છે.”

પ્રધાનમંત્રીના આ બયાન પછી સાફ નજરે પડે છે હાલ અત્યારની પરિસ્થિતિ પાકિસ્તાનમાં તંગ છે અને ભારતનો ખૌફ હજુ પાકિસ્તાની લોકોના ચહેરા પર છવાયેલો દેખાય છે. પાકિસ્તાનને માત્ર હજી ભારતની આટલી નાની અમથી ઝલક જોય ત્યાં ડરી ગયું હજુ એથી વિશેષ કઈ થાય તો તેની ઔકાત યાદ આવી જાય એવી ભીતિ ઉભી થાય એમ છે.

પાકિસ્તાન ખૂદ જાણે છે કે પુલવામા હુમલાનો બદલો ભારત લઈને જ રહેશે. તેથી તો પાકિસ્તાનમાં અત્યરે હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. સુત્રોની માહિતી એવી પણ હતી કે ત્યાં અમુક સ્કુલ-કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. ખબર એ પણ છે કે પાકિસ્તાનમાં હાલ બધી જ પ્રકારની હવાઈ સફરને સ્થંભ કરી દેવામાં આવી છે.

પાકિસ્તાને એ પણ સ્વીકાર્યું કે અમે યુદ્ધ કરવા માંગતા નથી અમારે શાંતિ રાખવી છે. આ વાક્ય ભારતને કંઈક પચ્યું નહીં કારણ કે પાકિસ્તાન બોલે છે કંઈક અને કરે છે પણ કંઈક. શાંતિ રાખવાની તેની નીતિ હોય તો પુલવામા આંતકી હુમલો કર્યો જ ન હોય. આમ પણ લોહીના ગુણ જાય નહીં!!!

હમણાં પાકિસ્તાની વિમાન ભારતીય સીમા પર ઘુસી આવ્યા હતા અને બોમ્બબારી પણ કરેલ હતી. તેના જવાબમાં ભારતીય સેનાએ વિમાનને ભગાડી મુક્યું હતું. જેમાં F 16 લડાકુ વિમાનનો કુરચો કરી નાખ્યો હતો. પરંતુ દુર્ભાગ્ય એવું થયું કે ભારતનું પણ એક વિમાન ક્રેશ થઇ ગયું હતું. એ પછી ભારતની ત્રણેય સેનાઓની મીટીંગ થઇ હતી. જે પાકિસ્તાન માટે ચિંતાનો વિષય બની ગઈ હતી. આખું પાકિસ્તાન એલર્ટ પર હતું એટલું જ નહીં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને એ પણ કહ્યું કે, તેને ડર હતો કે ભારત મિસાઈલ હુમલો ન કરી દે.

આવા અદભુત આર્ટિકલ્સ વાંચવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતી લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો… આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મન્જુરી લેવી જરૂરી છે.

#Author : Ravi Gohel

Leave a Comment