મોરબીએ ગજબ કર્યું – ‘પાકિસ્તાન મુર્દાબાદ’ લખેલી ટાઈલ્સ બનાવી નાખી અને હવે આ ટાઈલ્સ જાહેર શૌચાલયમાં લાગશે…

પુલવામા હુમલાએ દેશના નાગરિકોને જગાડી દીધા છે. હવે પાકિસ્તાનને મુહતોડ જવાબ મળશે અને એથી વિશેષ પાકિસ્તાનને પણ હૂમલો કર્યાની કિંમત ચૂકવવી પડશે. હાલ તો ભારત તરફથી મળતો જવાબ ભારે પડી રહ્યો છે. એમ, વળતો જવાબ આપવા માટે મોરબી જીલ્લાની એક ફેક્ટરી પણ જોડાઈ છે. આ ફેક્ટરીએ એવું કામ કરીને દેખાડ્યું છે કે, પાકિસ્તાનને તકલીફ પડી ગઈ છે. આ ફેક્ટરી વિશેની વાતો સોશિયલ મીડિયામાં બધે જ પ્રસરી ગઈ છે.

વિગતવાર માહિતી જાણીએ તો એમ છે કે, એક ટાઈલ્સ બનાવતી મોરબીની ફેક્ટરીએ પાકિસ્તાનનો સખત વિરોધ્ધ દર્શાવ્યો છે. આ કંપનીએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. આખી ઘટના મોરબીની છે કે, જે ગુજરાતમાં આવેલું છે. મોરબીમાં ચિન્નાઈ માટીમાંથી ટાઈલ્સ બનાવતી એક કંપનીએ ‘પાકિસ્તાન મુર્દાબાદ’ નામની ટાઈલ્સ બનાવી છે. ટાઈલ્સ પર પાકિસ્તાનનો ધ્વજ છે અને ટાઈલ્સ પર ‘પાકિસ્તાન મુર્દાબાદ’ એવું પણ લખેલ છે.

રીપોર્ટ મુજબ કહેવાય છે કે, આ પાકિસ્તાન સામે જવાબ આપતી વિરોધ્ધ પ્રદર્શિત કરતી ટાઈલ્સનું નિર્માણ ફેક્ટરીમાં પુરજોશમાં ચાલુ કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત આ બધી ટાઈલ્સ જાહેર જગ્યાઓ પર લગાવવામાં આવશે. સાવર્જનિક શૌચાલયમાં પાકિસ્તાન મુર્બદાબ લખેલી ટાઈલ્સને લગાડવામાં આવશે.

ફેક્ટરીના માલિક સુરેશ કસુન્દ્રાએ જણાવ્યું કે, “અમે આ કામ પાકિસ્તાન સામે વિરોધ્ધ પ્રદર્શિત કરવા માટે કરી રહ્યા છીએ.” મોરબીમાં જાહેર શૌચાલયમાં આ ટાઈલ્સને લગાવવામાં આવશે ઉપરાંત જો કોઈ બીજી જગ્યાએથી આ ટાઈલ્સની માંગ કરવામાં આવશે તો મફત આપવામાં આવશે.

ફેક્ટરીના મજૂરોમાંથી એક મજૂરે કહ્યું, “અમે આ પાકિસ્તાનના વિરોધ માટે કર્યું છે. જયારે લોકો તેના પર પેશાબ કરશે ત્યારે પાકિસ્તાનને તેની સાચી ઔકાત ખબર પડશે.” ખરેખર મોરબીએ સારી અને સચોટ એવી પહેલ કરી છે, જેમાં પાકિસ્તાનને તેની હરકતનું ભાન થશે. મુસ્લિમ ધર્મને બદનામ કરીને પાકિસ્તાને સારા લોકો માથે પણ કીચડ ઉડે એવું કામ કર્યું છે. પુલવામા હુમલા પછી પાકિસ્તાનને ખબર પડી ગઈ કે, હવે ભારતમાં કોઈ આંતકી હુમલો કરીશું તો કેટલું ગંભીર પરિણામ આવશે.

ગુજરાત સહીત બધા રાજ્યોએ પુલવામા હુમલામાં પાકિસ્તાનના વિરોધમાં સમર્થન આપ્યું છે. ભારત વિશાળ દેશ છે તેને સહેલાઇથી કોઈ તોડી શકે તેમ નથી એ સાબિત કરીને દેખાડ્યું છે. એથી વિશેષ આંતકી સંગઠનોને ઓપન ચેલેન્જ છે કે, હવે ભારત-પાકિસ્તાનના કોઈ નખરા સહન નહીં કરે. ભારતનો એક-એક દેશવાસી પાકિસ્તાન સામે આવાજ ઉઠાવશે. જે મોરબીની આ ટાઈલ્સ ફેક્ટરીએ તો કરી બતાવ્યું. પાકિસ્તાન મુર્દાબાદ લખેલ ટાઈલ્સને જાહેર શૌચાલયમાં લગાવવામાં આવશે એથી વિશેષ ખરાબ કૃત્ય કયું હોય!! આ જ છે પાકિસ્તાન સામેનો સાચો વળતો જવાબ…

“ફક્ત ગુજરાતી” ની લેખક ટીમને જુસ્સો આપવા, આ આર્ટીકલને જરૂરથી શેર કરજો.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *