મધમાખી કરડ્યા બાદ ઘરેલું ઉપચાર બાદ દુખાવાને દુર કરી શકાય છે… જાણો તમામ ઉપચાર વીશે વિગતવાર

મધમાખીનું મધ તો તમે સૌને પસંદજ હશે. ખાંડ કરતા પણ વધારી ગળ્યું મધ સૌ કોઈને પસંદ હોય છે. અને તેના ઘણા ફાયદા પણ છે. પરંતુ જ્યારે મધમાખીનો ડંખ મારે છે. તે ડંખ સૌથી વધારે પીડાદાયક હોય છે. અને શરીરમાં દુખાવાની સાથે ભારે ખંજવાળ પણ આવતી હોય છે. સાથેજ જે જગ્યાએ મધમખી ડંખ મારે છે ત્યા સોજો પણ આવી જતો હોય છે. અને ઘણી વખત તેની આડઅસર પણ શરીર પર જોવા મળતી હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે મધમાખી કરડે. ત્યારે તમે ઘરેલું ઉપચાર વડે કેવી રીતે તામારી પીડાને દુર કરી શકશો.

સૌથી પહેલા ડંખ નીકળો

Image by David Hablützel from Pixabay
મધમાખી કરડ્યા બાદ તમે કોઈ પણ ઉપચાર કરો તે પહેલા મધમાખીને ડંખ નિકાળવો વધું જરૂરી છે.કારણકે મધમાખી ડંખમાં ઝેર પણ હોય છે. અને તેના કારણે શરીરમાં દુખાવો પણ થતો હોય છે. જો તમે મધમાખીના ડંખને શરીરમાંથી નીકાળી ફેકશો. તો તેનું ઝેર તમારામાં નહી ફેલાય અને ડંખ નીકાળવા માટે તમે લોખંડની કોઈ વસ્તુનો ઉપયોગ કરો. પરંતુ નખથી કાઢવાની ભૂલ ક્યારેય ન કરતા.

સૌથી પહેલા બરફ ઘસો

Image by Bruno /Germany from Pixabay
મધમાખી તમને જ્યા પણ કરડી છે. તે ભાગે તમે ભરફ ઘસો…બરફ ઘસવાથી તમને ફાયદો એ થશે કે સોજો નહી આવે. કારણકે મધમાખી કરડ્યા બાદ સૌથી પહેલા તમને સોજો ચડી જતો હોય છે. અને બરફ ઘસવાથી તમારો સોજો ઓછો થશે. સાથેજ તમને દુખાવાથી પણ રાહત મળી રહેશે. અને લાંબા સમય સુધી બરફ ઘસવાનો રાખજો જેથી કરીને બને તેટલો ઓછો સોજા આવશે.

ટૂથપેસ્ટ

Image by Opal RT from Pixabay
જે જગ્યાએ તમને મધમાખી કરડી છે ત્યા તમે ટૂથપેસ્ટ લગાવી શકો છો. તેના પાછળનું કારણ છે કે ટૂથપેસ્ટમાં એલ્કલાઈન નાનું તત્વ રહેલું છે. જે મધમાખીના ડંખથી રાહત આપે છે. જેથી જ્યાપે પણ તમને મધમાખી કરડે ત્યારે સૌથી બેસ્ટ ઘરેલું ઉપચાર એજ છે. કે તમે ટૂથપેસ્ટ લગાવાનું રાખો. સામાન્ય રીતે દરેક ઘરમાં લોકો ટૂથપેસ્ટ રાખતાજ હોય છે. અને ટૂંથપેસ્ટ તમે સહેલાઈથી લગાવી પણ શકશો. જોકે મહત્વનું છે કે યોગ્ય માત્રામાં ટૂંથપેસ્ટ લગાવી પણ ખુબ જરૂરી છે.

મધમાખીનું મધ લગાવો

Image by Steve Buissinne from Pixabay

મધમાખી કરડ્યા બાદ તમે તેનું મધ પણ તે જગ્યાએ લગાવી શકો છો. જ્યા મધમાખીએ તમને ડખ માર્યો છે. કારણકે મધમાં એંટેસેપ્ટિક ગુણો રહેલા હોય છે. જે મધમાખાની ડંખનું ઝેર ફેલાતું અટકાવે છે. અને દુકાવો પણ ઓછો થાય છે. અને મધમાખીને ડંખના કારણે સૌથી વધારે તકલીફ દુખાવીની થાય છે. જેથી જે જગ્યાએ તમને મધમાખીએ ડંખ માર્યો છે. ત્યા મધ લગાવું ખુબજ ફાયદાકારક છે.

બેકિંગ સોડા

Image by Monfocus from Pixabay

બેકિંગ સોડાનો ઉપયોગ મોટા ભાગે કોઈ સ્વાદિસ્ટ ભોજન બનાવા માટે કરીયે છે. અને મધમાખીના ડંખ પર બેકિંગ સોડા લગાવો ખુબજફાયદાકારક છે. તેના પાછળનું કારણ છે કે તેમા એંટીબેક્ટેરિયલ અને એંટીફંગલ જેવા ગુણ રહેલા હોય છે. જેથી બેકીંગ સોડામાં થોડું પામી ઉમેરીને તેની પેસ્ટ બનાવો અને તે પેસ્ટને તમે બેકીંગ સોડા પર લગાવો જે તમારા માટે ઘણું ફાયદાકારક સાબીત થશે. સાથેજ તમને સોજાથી પણ રાહત મળી રહેશે.

જોકે મહત્વનું છે કે ઉપર તમને જે પણ ઉપચારો બતાવ્યા તે તમામ ઉપચારો ઘરેલું ઉપચાર છે. જેના કારણે મોટા ભાગના લોકોને ફાયદો થતોજ હોય છે. આ સીવાય પણ જો તમને મધમાખી કરડી છે અને તમને ત્યા રાહત નથી મળી રહી. તો તમે વહેલી તકે સ્કીનના સ્પેશ્યાલીસ્ટને મળો. કારણકે આગળ જતા તેના આડઅસર પણ તમને થઈ શકે છે. જેથી વધું સમય સુધી જો તમારી પીડા ઓછી ન થાય તો ડોક્ટરની સલાહ લેવાનું રાખજો. જેથી તમને ફાયદો મળી રહે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *