પતિ પત્ની જોક્સ…

  પતિ  પત્ની જોક્સ… પતિ : (ફોન પર) કેમ છે જાનુ? તું મને મિસ કરતી હોઈશ તો કોલ કરી લઉ. પત્ની : અને સવારે તમે ઝઘડયા હતા એનુ શું? એટલો જ પ્રેમ કરો છો તો સવારે ઝઘડો કરી ને કેમ ગયા?  પતિ શાંત… પતિ(મનમાં ને મનમાં) : અરે આ તો ઘર નો નંબર લાગી ગયો…

આને કેવાય પાક્કો ગુજરાતી

  વડોદરા ના રેલ્વે સ્ટેશન પર અમદાવાદનો એક માણસ મળ્યો. કહેવા લાગ્યો. મારું પર્સ ક્યાંક ખોવાઈ ગયું છે. બસ મને વડોદરા થી અમદાવાદ પહોચવાના પૈસા આપી દો. ટીકીટ ૧૦૦ રૂપિયાની છે, અને અમદાવાદથી મારે ઘરે હું ચાલતો જતો રહીશ. બસ ૧૦૦ રૂપિયા જોઈએ છે. આમ તો હું ખુબ સંપન્ન પરિવાર થી છું, મને પૈસા માંગતા … Read more આને કેવાય પાક્કો ગુજરાતી

ગરબા તો વડોદરા ના જ

બસ, હવે થોડાજ દિવસોમાં નવરાત્રિની શરૂઆત થશે. એ સાથે જ ગુજરાતીઓ, જ્યાં જ્યાં પણ વસે છે, ત્યાં ત્યાં ગરબામાં ઓતપ્રત થઇ જવાનાં. અહીં વતનથી દૂર, અમેરીકામાં આગામી એક માસના દરેક વીક-એંડમાં ગરબા રમાશે. આ દરમ્યાન ભારતથી, ખુબ પ્રખ્યાત ગાયકો અને એમનાં સાજીંદાઓ અહીં ગુજરાતી પ્રજાને રંગેચંગે ગરબા રમાડવા આવી ચઢવાના છે. મુંબઇની પ્રખ્યાત ગાયિકા ફાલ્ગુની … Read more ગરબા તો વડોદરા ના જ

Gujarati Shayari – સાથી સાથે સાથ મળ્યો

સાથી સાથે સાથ મળ્યો, જયારે હાથોમા હાથ મળ્યો, ચાલતાં ચાલતાં સાથ મળ્યો, જીવનમા કોઈનો સંગાથ મળ્યો, પ્રેમથી પણ ઉપર, પ્રીતથી પણ ઉપર, સાથ થી પણ ઉપર, સંગાથ થી પણ ઉપર કોઈ સંબંધ મળ્યો, જયારે તેમનો સંગાથ મળ્યો, સાથી સાથે સાથ મળ્યો જયારે જીવનમા કોઈનો સંગાથ મળ્યો.

વાંકાનેર (રાજકોટ) – ચા કેન્ટીન ચાલવનાર ની અદ્દભુત કહાની – જરૂર થી વાચો

રાજકોટથી ટ્રેન દ્વારા અમદાવાદ જાવ તો સૌથી પહેલું સ્ટેશન વાંકાનેર આવે. વાંકાનેરના રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર -2 નાં ખૂણે એક નાની કેન્ટીન છે. રામનાથ શર્મા આ કેન્ટીન ચલાવે છે અને ગ્રાહકોને સંતોષકારક સેવાઓ પૂરી પાડે છે. રામનાથનો ફોટો જોઈને તમને એવું લાગે કે આ કોઈ અભણ માણસ હશે અને નસીબનો માર્યો બિચારો મજૂરી કરીને … Read more વાંકાનેર (રાજકોટ) – ચા કેન્ટીન ચાલવનાર ની અદ્દભુત કહાની – જરૂર થી વાચો

ગુજરાતી સુવિચાર – Inspirational Quot (ફક્તગુજરાતી)

  ઘર મોટા હોવાથીભેગુ નથી રેહવાતું…મન મોટા હોયતો ભેગા રેહવાય છે…

Gujarati Suvichar – Dimag and Dil

દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે  જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં,  ફોનબુકમાં હજારો મળે છે,  પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે.

Monday Morning – દર સોમવારે વહેલી સવારે

દર સોમવારે વહેલી સવારે હું કાચીપાકી ઊંઘમાં હોઉં ત્યારે પપ્પા મને લાં…બી પપ્પી કરીને નોકરીએ નીકળી જાય છે તે છે…ક શનિવારે પાછા આવે. હું પપ્પા કરતાંય વધારે શનિવારની રાહ જોઉં છું કારણ કે પપ્પા તો નાસ્તો લાવે, રમકડાં લાવે પણ શનિવાર તો મારા પપ્પાને લઈ આવે છે !  કિરણકુમાર ચૌહાણ

Jivan aa 32 Jadi Buti Sathe Jivo – જીવન આ 32 જડી બુટ્ટી સાથે જીવો

જીવન આ 32 જડી બુટ્ટી સાથે જીવો ■ કંઇક જાણવા મળ્યું?〰〰〰〰〰〰〰1. દરરોજ 10 થી 30 મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ! 2. દરરોજ ઓછામાં ઓછી 10-30 મિનિટ માટે એકાંતમાં બેસો. 3. દરરોજ 7 કલાક ઊંધો. 4. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં. 5. … Read more Jivan aa 32 Jadi Buti Sathe Jivo – જીવન આ 32 જડી બુટ્ટી સાથે જીવો