લગ્નમાં પહેરાતા પાનેતર વિષે તમને કેટલું જ્ઞાન છે? પાનેતર વિષે તમે ચોક્કસ આ વાતો નહીં જાણતા હોવ

લગ્નની વાત આવે કે તરત જ દુલ્હનના પોષાકની પણ વાત નીકળે જ તેમાં પણ જો ગુજરાતી નવવધૂના કપડાની વાત હોય તો પાનેતર તો તેનો ખાસ ભાગ છે. આજકાલ ફેશનમાં લહેંગામાં પણ પાનેતરનો જ ઉપયોગ થાય છે. પરંતુ તમને ક્યારેય એવો વિચાર આવ્યો કે લગ્નમાં પાનેતર જ શું કામ પહેરવામાં આવે છે?

આ વિધિમાં ઉપયોગ થાય છે પાનેતર અને ઘરચોળું

ગુજરાતી લગ્નની જુદી-જુદી વિધિમાં પાનેતર અને ઘરચોળા ખૂબ જ જરૂરી હોય છે. જેમાં પાનેતર દુલ્હનના પિયરની તરફથી હોય છે તો ઘરચોળું સાસરા તરફથી મળે છે. પાનેતરને લગ્નની વિધિની શરૂઆતમાં પહેરવાનો રિવાજ હોય છે અને ઘરચોળું લગ્ન પછીની વિધિમાં પહેરવામાં આવે છે.

પાનેતર હોય છે ખાસ સાડી

પાનેતર એક ખાસ પ્રકારની સિલ્ક સાડી હોય છે. વ્હાઇટ કલરની આ સાડીની બોર્ડર રેડ હોય છે. પ્લેન વ્હાઇટ આ સાડીને પાનેતર બનાવવામાં ગઝી સિલ્ક સ્ટ્રાઇપ્સ અને ગોલ્ડ ઝરી ચેક્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેની સાથે જ યેલો અને ગ્રીન બાંધણી મોટિફ્સથી તેને યૂનિક લુક આપવામાં આવે છે.

ઘરચોળાનું પણ આગવું મહત્વ

ઘરચોળું સિલ્ક અને ઝરીના દોરાથી બનેલું હોય છે. તેમાં પણ બાંધણી વર્કના ઉપયોગથી તેને સુંદર લુક આપવામાં આવે છે. ઘરચોળું ગ્રિડ પેટર્ન માટે રેડ કલરમાં ડાય થાય છે. ઢરી ચેક્સ અને ગ્રિડ 9, 12 અને 52માં હોય છે, જે તેના ખાસ લુકનું કારણ છે. ગ્રિડની બ્રોર્ડર પર ઝરી વર્ક હોય છે.

ફેશન પ્રમાણે આજકાલ આવો છે ટ્રેન્ડ

જોકે, આજે ફેશન અને ટ્રેન્ડને જોતા બ્રાઇડ્સ ઘરચોળાને દુપટ્ટાની જેમ માથા અને શોલ્ડર પર કેરી કરી રહી છે જે લુકને ડિફરન્ટ જ નહીં સ્ટાઇલિશ પણ બનાવે છે. ઘરચોળામાં સુંદર દેખાવા માટે તેના પાલવને પાછળની તરફ નહીં પરંતુ આગળની તરફ રાખો.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

 

Leave a Comment