શું તમારી પણ કમર ની સાઇઝ 40 ઇંચ કે તેથી વધુ છે? તો ચેતી જાઓ થશે આ નુકશાન..

વધતાં વજન ને કારણે થતાં નુકશાન વિશે ઓક્ષફોર્ડ યુનિવર્સિટી ના વૈજ્ઞાનિક એ કહ્યું. ત્યાં થયેલા રિસર્ચ ના પ્રમાણે જો કોઈ પુરુષ ની કમર 40 ઇંચ કરતાં વધુ હોય તો તેમને પ્રોસ્ટેટ કેન્સર થઈ શકે છે. જેના કારણે તેમની મૃત્યુ થવાની સંભાવના 35% જેટલી વધી શકે છે. આ રિસર્ચ 2 લાખ પુરુષો પર કરવામાં આવ્યું હતું.

Image Source

અધ્યયન ની એક વાત હજી ચોંકાવનારી છે. અહી ખતરા નો મતલબ શરીર ની ચરબી કે બીએમઆઈ વધુ હોવાનું નહીં પણ શરીર ના ખાસ જગ્યા પર ચરબી વધવા થી ખતરો વધી શકે છે. આવું કેમ છે એના કારણ પણ વૈજ્ઞાનિક એ જણાવ્યા છે.

પેટ ની ચરબી સૌથી વધુ ખતરનાક

Image Source

રિસર્ચ કહે છે કે પેટ પર જામેલી ચરબી સૌથી વધુ ખતરનાક છે.,કારણકે તે શરીર ના સૌથી મહત્વ ના અંગ લીવર,પેનક્રિયાજ અને આતરડા પર અસર કરે છે. તે આ અંગો ના કામ કરવા પર અસર કરે છે. સાથે જ તે કેન્સર કોશિકાઓ ની સંખ્યા વધારે છે.

10 વર્ષ સુધી ચાલી રિસર્ચ

આ રિસર્ચ ને બ્રિટન માં મોટાપણું પર આયોજિત conference માં પેશ કરવામાં આવ્યું. વૈજ્ઞાનિકો એ 10 વર્ષ સુધી રિસર્ચ માં જોડાયેલા લોકો ના BMI, શરીર ની કુલ ચરબી, કમર નો ઘેરો,અને કુલ્લા ના આકાર ની મોનીટરીંગ કરી.

રિસર્ચ માં 25% જેટલા પુરુષો ની કમર ની સાઇઝ વધુ જ મળી. તેમા પ્રોટેસ્ટ કેન્સર થી થનારી મોત નો ખતરો 35% જેટલો છે. જો કે રિસર્ચ એ પેટ ની ચરબી અને BMI વચ્ચે કોઈ સંબંધ ન દર્શાવ્યો.

રિસર્ચર ડૉ. આરોરા પ્રેજ- કોર્નગ એ કહ્યું કે અમે પેટ ની ચરબી, કમર ની ચરબી, અને પ્રોટેસ્ટ કેન્સર વચ્ચે કનેક્શન જોવા મળ્યું છે. તેના વધવાથી કેન્સર થી થનાર મોત નો રેશિયો પણ વધે છે. પણ શરીર ની કુલ ચરબી થી તેનું કોઈ કનેક્શન સામે નથી આવ્યું.

શું હોય પ્રોટેસ્ટ કેન્સર

Image Source

તે પ્રોટેસ્ટ ગ્રંથિ ની કોશિકાઓ માં થનારું કેન્સર છે. પ્રોટેસ્ટ ગ્રંથિ ને પુરુષ ગ્રંથિ પણ કહે છે. પ્રોટેસ્ટ ગ્રંથિ નુ  કામ એક જાડા પદાર્થ ને બહાર કાઢવાનું છે. જે વીર્ય ને તરાલ બનાવે છે. અને શુક્રાણુ ની કોશિકાઓ ને પોષણ મળે છે. પ્રોટેસ્ટ કેન્સર ધીમે ધીમે વધે છે. મોટા ભાગ ના રોગિયો માં તેના લક્ષણ નથી જોવા મળતા. જ્યારે તે એડવાંસ સ્ટેજ માં પહોંચે છે ત્યારે તેના લક્ષણ દેખાય છે.

પ્રોટેસ્ટ કેન્સર ના સૌથી વધુ કેસ દિલ્લી, કોલકાતા, પૂણે ,તિરુવંતમપુરમ, બેંગ્લોર, અને મુંબઈ  માં જોવા મળે છે.

મુંબઈ ની જસલોક હોસ્પિટલ ના બેયાટ્રિક સર્જન ડૉ. સંજય બોરુડે થી જાણો મોટાપો બીમારી કેમ બની રહી છે.

કેવી રીતે જાણશો કે તમે મોટાપો નો શિકાર થયા છો? ચેકઅપ માટે નો સૌથી સરળ ઉપાય કયો છે.

મોટાપો એટલે શરીર નું વજન જરૂરત કરતાં વધુ હોવું. તે શરીર ની બનાવટ જોઈને ન કહી શકાય. મોટાપો કેટલો છે તે ત્રણ રીતે જાણી શકાય છે. પહેલી પદ્ધતિમાં, શરીરની ચરબી, મસલ્સ , હાડકાં અને શરીરમાં રહેલા  પાણીના વજનની તપાસ કરવામાં આવે છે. બીજું છે બોડીમાસ ઇંડેક્સ. ત્રીજા માં કમર અને કુલ્લા નું અનુપાત જોવામાં આવે છે. આ રીત ની તપાસ જણાવે છે કે તમે ખરેખર માં મોટા છો કે નહીં.

મોટાપો કેટલીય બીમારી નું કારણ કેમ છે.

Image Source

સાદી ભાષા માં કહીએ તો મોટાપો બધી જ બીમારીઓ ની માં છે. ડાયાબેટીસ, બ્લડ પ્રેશર, જોઇન્ટ પેન અને કેન્સર નું કારણ ચરબી છે. ફેટ જ્યારે વધે છે તો શરીર ના દરેક ભાગ માં વધે છે. ચરબી થી નીકળતા હોર્મોન્સ નુકશાન પહોંચાડે છે. એટલે જ શરીર નો દરેક ભાગ તેના થી પ્રભાવિત થાય છે. પેનક્રિયાજ ની ચરબી ડાયાબિટિસ, કિડની ની ફેટ બ્લડ પ્રેશર,હાર્ટ ની આજુ બાજુ જામેલી ચરબી થી હર્દય રોગ થાય છે.

સૌથી સરળ રીતે તેને કેવી રીતે કંટ્રોલ કરી શકાય છે?

Image Source

સૌથી પહેલા તો તે જાણવું જરુરી છે કે કે કેલોરી કેટલી લેવી જોઈએ. અને તેને કેવી રીતે બર્ન કરવી છે. તેની માટે શરીર માટે મૂવમેન્ટ થવી ખૂબ જરુરી છે. દરરોજ 30 મિનિટ ચાલવું, સીઢી ચઢવી, રાત નું ભોજન હલકું હોવું જોઈએ, અને ઘર ના કામો કરવાથી મોટાપો નિયંત્રિત કરી શકાય છે.

આપણે જેટલી કેલોરી ખાઈએ છીએ અને તેને બર્ન પણ કરવી છે. લોકો ને તેની જાણકારી હોવી જરુરી છે. તેજ મોટાપો રોકવામાં મદદ કરશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment