ત્વચાનું ધ્યાન રાખવાનું હોય કે મેટાબોલિઝ્મ વધારવું હોય, સંતરાની છાલમાં રહેલા છે અનેક ગુણકારી લાભો, તો ચાલો જાણીએ તેના વિશે

ફળ આપણા શરીર માટે ખૂબ લાભદાયક હોય છે, સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવી રાખવા માટે તેનું સેવન કરવામાં આવે છે, સાથેજ ઘણી બીમારીઓથી બચવામાં મદદ કરે છે. પોષક તત્વો થી ભરપુર આ ફળ ચુસ્ત અને તંદુરસ્ત બનાવે છે. ફળોના પોષક તત્વોથી ભરપૂર હોવાની સાથે તેની છાલ પણ ઘણી પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોય છે. શિયાળામાં ઘણા મૌસમી ફળ મળે છે, જે પૌષ્ટિક હોય છે, તેમાંથી એક સંતરા છે. જેની છાલ ઘણા પોષક તત્વોથી ભરપુર હોય છે. તો ચાલો જાણીએ કે સંતરાની છાલ કેવી રીતે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.

છાલ પણ સંતરાની જેમ પૌષ્ટિક હોય છે. તે આપણી રોગપ્રિકારકશક્તિ મજબૂત કરવામાં મદદ કરે છે. છાલમાં વિટામિન સી જોવા મળે છે, જે આપણી ત્વચા માટે પણ ફાયદાકારક હોય છે. આમ કહીએ તો સુંદરતાને જાળવી રાખવામાં મદદ કરે છે.

Terri Cnudde from Pixabay

તમારી ત્વચા પર ઘણા કાળા ધબ્બા હશે, તો સંતરાની છાલ તેને દુર કરવામાં મદદ કરે છે, તેનાથી તમારી ત્વચા દાગ રહિત અને ચમકદાર બનશે. સંતરાની સૂકી છાલનું સ્ક્રબ મૃત ત્વચા ને દૂર કરવામાં મદદ કરે છે.

છાલમાં પ્રચુર માત્રામાં ફ્લેવેનૉઈડ્સ હોય છે. તે ઓસ્ટિયોપોરોસિસ, કોલોન કેન્સર જેવી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. છાલ લિવરને સ્વસ્થ રાખે છે.

પાચનતંત્રને સારું રાખે

સંતરાની છાલ સ્વાદમાં કડવી હોય છે, પરંતુ તેનાથી પાચનતંત્ર સારુ બની રહે છે. સંતરાની છાલ સૂક્ષ્મજીવ વિરોધી તત્વોથી ભરપુર હોય છે. તે એસિડિટી, હાર્ટ બર્ન,ઉબકા – ઉલ્ટી આવવા જેવી તકલીફોથી બચાવવા માં મદદરૂપ સાબિત થાય છે.


મેટાબોલિઝ્મ ને નિયંત્રણ કરે

શરીરમાં મેટાબોલિઝ્મ ને નિયંત્રણ કરવામાં સંતરાની છાલ મદદરૂપ સાબિત થાય છે. સાથેજ ગતિ પણ વધારે છે. છાલ મેદસ્વીતા ઘટાડવામાં પણ મદદ કરે છે.

ઉપરોક્ત ઉપચાર એ ઘરેલુ ઉપચાર છે પરંતુ આપને યોગ્ય લાગે તો જ કરવા વિનંતી અને વધુ તકલીફ હોય તો ડોક્ટર ની સલાહ લેવા વિનંતી છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *