જ્યોર્જીયામાં ૧૩૦ ફૂટ ઊંચા પર્વત પર રહે છે એક જ એકલો માણસ – પણ શા માટે?? જાણો તો ખબર પડે..

દુનિયામાં અમુક એવી જગ્યા છે જ્યાં માણસનું પહોંચવું અશક્ય બરાબર છે. ત્યાં વસવાટ કરવો કાયમી ધોરણે શક્ય બનતો નથી. એમ, દુનિયામાં એવી પણ જગ્યાઓ છે, જ્યાં બહુ જૂજ માણસો રહે છે. ઉપરાંત અમુક જગ્યાઓ એવી પણ છે જ્યાં એક, બે કે ત્રણ વ્યક્તિઓ જ રહેતા હોય. તો ચાલો, આજના આર્ટીકલમાં આવી જ માહિતીની સફર કરીએ. લઇ જઈ તમને જ્યોર્જીયાની ૧૩૦ ફૂટ ઉંચી પહાડી પર કે, જ્યાં માત્ર એક જ વ્યક્તિ રહે છે. પણ શા માટે? એ જાણવા આ આર્ટીકલને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં.

જ્યોર્જીયાના ૧૩૦ ફૂટ ઊંચા કાત્સખી પિલર વર્ષોથી ઉજળ પડી રહ્યો. હવે, ત્યાં મૈકીજમ નામનો એક ક્રિશ્ચયન મોંક એકલો રહે છે. આ ૧૩૦ ફૂટ ઉંચો, એકદમ ટટ્ટાર થાંભલા જેવો પહાડ છે. જુઓ, તસવીરમાં એટલે તમને અંદાજો આવી જશે.

આટલી ઉંચાઈ પર એકલું રહેવું આ વાત માત્રથી ડર લાગે છે. પણ મૈકીજમ છેલ્લા ૨૫ વર્ષથી અહીં જ રહે છે. તેની માનવું છે કે, ખતરનાક દેખાવવાળા પહાડની ચોટી પર રહેવાથી તે ઈશ્વરની નજીક પહોંચી ગયો છે. મૈકીજમ નામનો આ શખ્સ હાલ પણ પહાડીની ચોટી પર રહે છે.

૧૯૯૩થી આ મૈકીજમ નામનો વ્યક્તિ ૧૩૦ ફૂટ ઊંચા પર્વત પર એકલો રહે છે. તે પહાહીની ચોટી પરથી અઠવાડિયામાં માત્ર બે વખત જ નીચે ઉતરી છે. આ પર્વતથી નીચે ઉતરવા માટે ૧૩૧ ફૂટની સીડી લગાડવામાં આવી છે. તેમાં મૈકીજમને ૨૦ થી ૨૫ મિનીટ જેવો સમય લાગે છે.

બાકીના સમયમાં જો કોઈ ચીજ-વસ્તુ કે અન્ય કોઈ જરૂરિયાત ઉભી થાય તો મૈકીજમના ફોલોઅર્સ તેને ચક્કર અને દોરડાની મદદથી વસ્તુઓ ઉપર પહોંચાડે છે. થાંભલા જેવો સીધો દેખાતો આ પર્વત પર માત્ર આ એક જ વ્યક્તિનો વસવાટ છે. પર્વતની ચોટી પર માત્ર આ એક જ વ્યક્તિનો વસવાટ છે. પર્વતની ચોટી પર નાના રૂમ જેવું બનાવવામાં આવ્યું છે. જેમાં પ્રાર્થના ખંડ છે. અમુક ભક્તો તેમજ પરેશાન થયેલા યુવાઓ ક્યારેક-ક્યારેક આ જગ્યા પર આવે છે. અહીં આવીને તે પ્રાર્થના કરે છે અને મનની શાંતિ મેળવે છે.

મૈકીજમમાં જીવનની કહાની વિશે વાત કરીએ તો તે પહેલા ક્રેઇન ઓપરેટરનું કામ કરતા હતા. તે યુવાવસ્થામાં શરાબ અને ડ્રગ્સના શોખીન બની ગયા હતા. ત્યારે નશામાંથી બહાર આવી શકતા ન હતા આ કારણે તેને એકવાર જેલ જવું પડ્યું હતું. ત્યાર પછી તેને જીવન બદલવાનો નિર્ણય કર્યો અને તે ભક્તિના માર્ગે તબદીલ થઇ ગયા. ક્રિશ્ચિયન સંપ્રદાયના લોકો ઊંચા પહાડો પર રહેતા હતા. તેનું માનવું હતું કે સંસારના પ્રલોભનથી દૂર રહે છે. ૧૫મી સદી આવું ચાલતું આવ્યું પછી બંધ થઇ ગયું.

અત્યારે જે પહાડીનો ચોટી પર મૈકીજમ રહે છે ત્યાં પહેલા માત્ર ખંઢેર પડ્યું હતું. કોઇપણ માણસ ત્યાં ચોટી પર જવાનો પ્રયત્ન કરતો ન હતો. પછી એક પર્વતારોહણ વ્યક્તિએ ત્યાં પહોંચવાની શરૂઆત કરી બાદ ત્યાં ફરી ધાર્મિક ગતિવિધિઓ થવા લાગી એટલે તો મૈકીજમ પણ પહાડી પર વસવાટ કરવા લાગ્યા, છેલ્લા ૨૫ વર્ષના રેકોર્ડમાં મૈકીજમ જ્યોર્જીયાની આ થાંભલા જેવી ટટ્ટાર પહાડી પર જ જીવન વિતાવી રહ્યો છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!