કહેવાય છે કે, આ ગામને ‘માં આશાપુરા’નો શ્રાપ લાગ્યો છે અને આજે પણ આ ગામમાં માત્ર એક જ પરિવાર રહે છે…

દેવ-દેવીઓના ઈતિહાસ હોય એવી અનેક કથાઓમાં તેના નિવાસસ્થાનની પણ વાત રજૂ કરેલ હોય છે. એવી રીતે આજે તમને એક એવી જગ્યા વિશે વાત કરવી છે જે જાણીને તમને નવાઈ લાગશે. એવું કહેવાય છે કે, આ જગ્યા પર યુવાનોએ માતાજીની મસ્તી-મજાક કરી હતી જેના કારણે માં આશાપુરા કોઈપાયમાન થયા હતા. અને એક સમયનું રૂડું ગામ આજે સાવ ખાલી પડ્યું છે.

સત્ય હકીકત તો એ છે કે દિવ્ય શક્તિ એવી માતાજીની મજાક કરવી એ યોગ્ય વાત નથી અને માતાજીના જો શ્રાપ લાગે તો પેઢી ની પેઢી નીકળી જાય તો પણ સરખું ન થાય. માતાજીને ભક્તિ અને પૂજા-અર્ચના દ્વારા ખુશ કરવાની હોય. પછી એ આશીર્વાદ આપે એટલે આખી જીંદગીમાં કોઈની જીવનગાડી ક્યાંય અટકે નહીં.

ભુજ શહેરથી માત્ર ૨૦ કિમીના અંતે મોટા ડુંગરોની વચ્ચે વાવડી ગામ આખા ગુજરાતમાં બધા કરતા અલગ ગામ છે. આ ગામની ખાસિયત બધાને ઈતિહાસ જાણવા માટે મજબૂર કરે છે. એવું કહેવાય છે કે, આ ગામ પર માતા આશાપુરા કોપાયમાન થયા હતા અને તેથી આ ગામ પર કોઈ શ્રાપની અસર છે. ગામમાં કોઈ કાયમી ટકી શકતું જ નથી. એટલે જ આખું ગામ કોરુંધાકળ પડ્યું છે અને માત્ર એક જ પરિવાર ત્યાં વસવાટ કરે છે.

ફક્ત એક હનુમાન મંદિર, એક મસ્જીદ, એક પીર છે અને એક દંતકથા છે, જે આ ગામના ઈતિહાસ સાથે જોડાયેલી છે. વર્ષો પહેલા આ ગામમાં મેળો ભરાતો હતો. જેમાં મોટી સંખ્યામાં માણસો ત્યાં આવતા હતા. તેમાં કોઈ યુવાનોએ માં આશાપુરાની મજાક કરી હતી. મામલો શ્રાપમાં પરિણમ્યો. ત્યારથી આ ગામ પર માં આશાપુરા નારાજ છે અને આખા ગામ પર શ્રાપની અસર હજુ જોવા મળે છે. એક સમયમાં ભરચક ભરેલ ગામમાં આજે માત્ર એક જ ઘર છે. આ ગામનો કોઈ વ્યક્તિ ટકી શકતું જ નથી.

શ્રાપ બાદ આ ગામમાં કોઈ શાંતિથી રહી શકતા નથી. જેને લીધે એક પછી એક વ્યક્તિઓ ગામ છોડવા લાગ્યા. આજે માત્ર એક મુસ્લિમ પરિવાર વસવાટ કરે છે. આ ગામની આજુબાજુ સદીઓ પહેલાના એવા સબૂત મળ્યા જેને સાબિત થાય છે કે આ ગામમાં પહેલા લોકોનો વસવાટ હતો.

પુરાતનકાળના દેવસ્થાનોના પણ અવશેષ અહીંથી મળ્યા છે. અત્યારે ઇશાક રમઝાન કલર એક વ્યક્તિ રહે છે , જે પશુપાલન કરીને પરિવાર સાથે રહે છે. ગાય-ભેંસ રાખનાર આ પરિવારે તેમનું ઝુપડું આ ગામમાં જ બાંધેલું રાખ્યું છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment