આપણામાંથી મોટાભાગના લોકોની સવાર ની શરૂઆત ચાની ચુસ્કી સાથે થાય છે. ચા એક એવી વસ્તુ છે, જે કામ થી થાકેલા માણસ માટે એનર્જી ડ્રીંક નું કામ કરે છે તો કેટલાક માટે મોઢા ના સ્વાદનું. અને જો આ ચા કુલડી વાળી હોય તો મન લલચાય જ જાય છે. જ્યારે કાચ, સીરામીક, મેટલ કે ડિસ્પોઝેબલ કપ અને ગ્લાસ ન હતા ત્યારે કુલડી નું ચલણ હતું. હવે આ ચલણ પાછું આવી રહ્યું છે.
ઘણી ચાની દુકાનો પર કુલડી માં ચા આપવામાં આવે છે. કેટલાક લોકોની તો ફરમાઈશ હોય છે કુલડી વાળી ચા. પરંતુ શું તમે જાણો છો કે આ ઇકો ફ્રેન્ડલી કુલડી વાળી ચા સ્વાદ અને તંદુરસ્તી માટે પણ યોગ્ય છે. ચાલો તમને જણાવીએ કે કુલડી વાળી ચા પીવાના કયા કયા ફાયદા છે.
કુલડી વાળી ચા મનને ખુશનુમા લાગણી આપે છે:
કુલડીમાં ગરમાગરમ ચા નાખતાં જ માટીની મીઠી સુગંધ આવે છે. આ સુગંધ આપણને એક ખુશનુમાં લાગણીથી ભરી દે છે.
હાઈજેનીક કુલડી બેક્ટેરિયાથી દૂર રાખે છે:
જો તમે ઘરની બહાર ચા પીવાનું પસંદ કરો છો કે કામકાજ હોવાને લીધે આવું કરવું પડે છે તો તમારે સાવધાની રાખવાની જરૂર છે. મોટાભાગની દુકાનો પર જોવા મળે છે કે ચા માટે ઉપયોગમાં લેવાતા કાચના ગ્લાસ ને સરખી રીતે સાફ કરવામાં આવતા નથી. જેના લીધે બેક્ટેરિયાના સંપર્કમાં આવવાની સંભાવના ખૂબ વધારે વધી જાય છે. ત્યાં માટીની કુલડી એક જ વખત ઉપયોગમાં લેવાય છે, જેનાથી તે સંપૂર્ણ રીતે હાઇજેનિક હોય છે.
કુલડી થી કેલ્શિયમ મળે છે:
કુલડીમાં જે સુક્ષ્મ તત્વો રહેલા હોય છે, તે આપણા શરીરના હાડકા માટે ફાયદાકારક હોય છે. ખરેખર માટીમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે અને કુલડી પણ માટીમાંથી બને છે. તેથી તેમાં ચા પીવાથી આપણા શરીરને અમુક માત્રામાં કેલ્શિયમ મળે છે, જેનાથી આપણા શરીરના હાડકા મજબૂત બને છે.
પાચન માટે પણ ઉત્તમ છે:
કુલડીમાં ચા પીવાથી આપણી પાચન ક્રિયા સરખી રહે છે. જોકે કુલડી માટીમાંથી બનેલી હોય છે, તેથી તેની કોઈ આડઅસર કે ખરાબ અસર થતી નથી. જ્યારે તેનાથી ઊલટું મોટાભાગના ડિસ્પોઝેબલ પોલી સ્ટાયરીનથી બનેલા હોય છે, એવામાં તેમાં ગરમ ચા નાખવાથી તેમાં રહેલુ એસિડ ચાની સાથે પેટમાં જતું રહે છે અને આંતરડામાં જમા થાય છે. જેનાથી ફક્ત પેટ ખરાબ થવાનો જ ભય નથી રહેતો, પરંતુ કેન્સર જેવા ગંભીર રોગો પણ થઈ શકે છે.
એસિડિક પ્રકૃતિમાં વધારો કરશો નહીં:
માનવીય શરીરમાં એસિડ ઉત્પન થવાથી ખાટા ઓડકાર અને પાચન સાથે જોડાયેલી ઘણા પ્રકારની સમસ્યાઓ થાય છે. ત્યાં કુલડી આલ્કલાઈન ગુણવાળી હોય છે. તેનાથી કુલડી વાળી ચા પીધા પછી પેટમાં બળતરા ની સંભાવના પણ ઓછી થાય છે.
માટીની કુલડી ઇકોફ્રેન્ડલી હોય છે:
માટીથી બનેલી કુલડી ઇકોફ્રેન્ડલી હોય છે, જેનો ઉપયોગ કર્યા પછી ફેંકી દેવામાં આવે છે, જેનાથી તે ફરીથી માટીમાં જ પરિવર્તિત થઈ જાય છે, તેનાથી પર્યાવરણમાં કોઈ નુકસાન નથી પહોંચતું. સાથે જ તેનાથી લાખો લોકોને રોજગારી મળે છે.
કુલડીમાં ચા પીવું એ સ્ટેટસ સિમ્બોલ બની રહ્યું છે:
કુલડી, જેનો ફક્ત ગામમાં જ ઉપયોગ થતો હતો, તેની હવે શહરે માં ઘણી માંગ છે. હવે ઉચ્ચ સોસાયટીમાં પણ ચા પીવા માટે કુલડીનો ઉપયોગ કરવામાં આવે છે.ખાસ કરીને કોરોના કાળમાં લોકો સાવચેતીરૂપે ઘરની બહાર કુલડીમાં જ ચા પીવાનું વધારે પસંદ કરે છે. કુલડીમાં ચા પીવાથી મળતા ‘હેલ્થ બેનીફીટ્સ’ ને જોઈને હવે તો ઉચ્ચ સોસાયટી ના પરિવારોમાં તેનો ઉપયોગ વધવા લાગ્યો છે.
એરલાઇન કંપની એર ઇન્ડિયા પણ ૨૦૧૬ થી યાત્રીઓને ઉડાન દરમિયાન ભારતીય થાળી અને કુલડી વાળી ચા પીરસે છે. તેમજ ભારતીય રેલવે દેશના બધા જ રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં કુલડી વાળી ચા પિરસવાનુ જાહેર કરી ચૂકી છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team