શું તમારે પણ તમારા વાળ સિલ્કી, મજબૂત અને સુંદર જોઈએ છે ?? આજે જ અપનાવો આ સરળ રીત..

જો તમે પણ ઇચ્છતા હોવ કે તમારા વાળ સુંદર, સિલ્કી અને મુજબૂત રહે તો આજે જ સરળ ઉપાય તમે અપનાવી શકો છો. વાળ ને મજબૂત અને સિલ્કી રાખવા માટે ડુંગળી નો રસ ઉત્તમ ગણાય છે.

ડુંગળી ના રસ માં વિટામીન્સ, અને એંટિ માઇક્રોબિયલ હોય છે. આના ઉપયોગ થી વાળ ઊતરવાની સમસ્યા નો ઉકેલ મળે છે સાથે જ તેના થી વાળ વધે છે. ચાલો જાણીએ તેને વાપરવાની રીત.

Image Source

ડુંગળી ખાવાની સાથે જ સ્વાસ્થ્યવર્ધક પણ છે. આની સાથે જ તે વાળ ને healthy રાખવામાં પણ મદદ કરે છે. ડુંગળી ના રસ થી વાળ માં એક અલગ જ ચમક આવે છે.

ડુંગળી નો રસ કાઢવાની રીત:

Image Source

ડુંગળી નો રસ કાઢવો ખૂબ જ સરળ છે. એક ડુંગળી લઈ ને તેને છોલી ને મિક્સર માં નાખી ને બ્લેન્ડ કરી લો. ત્યાર બાદ તેને એક કપડામાં રાખી ને તેને નિચોવી લેવી અને આ રીતે તેનો રસ તૈયાર થશે.

ડુંગળી નો રસ વાળ માં લાગવાની રીત:

Image Source

ડુંગળી ના રસ ને વાળ ના સ્કેલ્પ માં લગાવો. ત્યારબાદ આ સ્કેલ્પ માં હળવા હાથે મસાજ કરો. થોડાક સમય માટે તેને આમ જ રહેવા દો. ત્યાર બાદ વાળ ને માઈલ્ડ શેમ્પૂ થી ધોઈ નાખો. ડુંગળી ના રસ ને અઠવાડિયા માં એક વખત લગાવું. તમારી પાસે વધારે સમય ના હોય તો મહિના માં એક વાર લગાવું.

ડુંગળી ના રસ ને નીચે મુજબ પણ વાપરી શકાય.

ડુંગળી નો રસ અને નારિયળ તેલ

Image Source

નારિયળ ના તેલ માં એંટિ ફંગલ અને એંટિ બૅક્ટેરિયલ ગુણ હોય છે. જેનાથી વાળ ને પોષણ મળે છે. 2 ચમચા ડુંગળી નો રસ અને 2 ચમચા નારિયળ તેલ ને મિક્સ કરી તેમ 2-3 ટીપા ટ્રીટ્રી ઓઇલ નાખી ને બરાબર મિક્સ કરી ને વાળ ના સ્કેલ્પ માં નાખી ને મસાજ કરો.અને થોડા સમય બાદ તેને ધોઈ નાખો.

જેતૂન નું તેલ અને ડુંગળી નો રસ

Image Source

જો તમારે વાળ જલ્દી વધારવા  હોય તો જેતૂન ના તેલ નો ઉપયોગ કરવો. તેમા 3 ચમચા ડુંગળી ના રસ માં અડધો ચમચો જેતૂન નું તેલ નાખો. આ મિક્સ ને વાળ માં લગાવી ને થોડી વાર રહેવા દો. પછી 2 કલાક બાદ શેમ્પૂ થી ધોઈ નાખો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *