માત્ર એકવાર કરો આ શિવ મંત્રનો જાપ, મળશે અનેક ગંભીર રોગોથી મુક્તિ

હાલ સમગ્ર દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. લોકો તેના જ ઘરોમાં કેદ થઈ ગયા છે. આ ખુબ જ કપરો સમય છે અને આ કપરા સમયથી બચવા લોકોએ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. ભોળાનાથ ખુબ જ ભોળા હોઈ છે જેથી તેની આ મુશ્કેલીના સમયમાં પૂજા અર્ચના કરવાથી તે આપણી વાત સાંભળે છે. ભોલાનાથને શિવઅભિષેક, બિલ્વપત્ર, ધતુરો અર્પણ કરવાથી તે ખુબ જ પ્રસન્ન થાય છે. અને ગંભીર રોગોથી પણ મુક્તિ મળી શકે છે.

image source

ભગવાન શિવ કાળ પર પણ નિયંત્રણ રાખે છે. તેથી તેઓને મહાકાલ પણ કહેવાયા છે. શિવજીના સ્વરૂપમાં લીન રહીને જ કાળ પર વિજય પ્રાપ્ત કરી શકાય છે. સાંસારિક જીવનમાં રહીને પણ શિવમાં જીવ પરોવી શકાય છે. તેનો સૌથી સરળ માર્ગ છે મંત્ર સાધના. શિવની સાધના વ્યક્તિને દુ:ખ અને દુર્ગતિથી બચાવે છે.

image source

શિવજીના કેટલાક એવા સિદ્ધ અને સરળ મંત્ર છે જેનો નિયમિત જાપ કરવાથી સાધકની તમામ ઇચ્છાઓ પૂર્ણ થશે અને ગંભીર રોગોથી રક્ષા થશે. જાણો આ કપરા કાળમાં ક્યા મંત્રોચ્ચાર કરવા. જીવનમાં જ્યારે પણ સમસ્યા સર્જાય ત્યારે ભગવાન શિવના નીચે આપેલા મંત્રનો રૂદ્રાક્ષની માળાથી એક લાખ જાપ કરવા જોઈએ. જાપ પૂર્વ અથવા ઉત્તર દિશામાં મુખ કરીને કરવા જોઈએ. આ મંત્ર સાધના ગમે તેવી વિકટ સ્થિતીનું પણ નિવારણ લાવી દેશે.

ॐ નમ: શિવાય
‘ॐ નમ: શિવાય શુભં શુભં કુરું કુરું શિવાય નમ: ॐ’

image source

શિવજીને પ્રસન્ન કરવા માટે તેમનો વિવિધ દ્રવ્યોથી તેમનો અભિષેક, વિશેષ પૂજા અને મંત્ર જાપ કરવામાં આવે છે. શિવના પંચાક્ષર મંત્રનો જે પણ ભક્ત જાપ કરે છે તે વ્યક્તિ આ લોકમાં તમામ પ્રકારના સુખ ભોગવી અને મૃત્યુ પછી પણ શિવજીના સાનિધ્યને પામે છે. આ સિવાય મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.

‘ૐ ત્ર્યમ્‍બકં યજામહે ।
સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ ।
ઉર્વારૂકમિવ બન્‍ધનાત્ ।
મૃત્‍યો ર્મુક્ષીય મામૃતાત્ ।।

image source

મહામૃત્યુંજયનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય તો ઓછો થાય છે પરંતુ સાથે સાથે આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે. સ્નાન કરતી વખતે શરીર પર પાણી નાંખતી વખતે મંત્રનો જાપ કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. આ મંત્રનો જાપ કરવાથી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે તેથી આ મંત્રનો યોગ્ય જાપ કરવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment