આ મંદિરે એકવાર તેલ ચડાવવાથી કાયમી માટે પનોતી દૂર થાય છે…

મંદિર એક એવી જગ્યા છે જ્યાં લોકો મનની વાતો ભગવાન સામે બેસીને જણાવતા હોઈએ છીએ પણ ક્યારેક ભગવાન આપણા મનની વાત સાંભળતા નથી એવો અનુભવ થાય છે. જો તમને આ અનુભવ હોય તો આ લેખ સમજવો તમને ખુબ સહેલો બનશે. આજે એક એવા મંદિર વિષેની માહિતી જણાવી છે જ્યાં ઈશ્વર સાક્ષાત બિરાજમાન છે તેમજ અહીં મંદિરે દર્શન કરવાથી જીવનના તમામ કષ્ટ દૂર થાય છે અને પનોતી ઉતરી જાય છે.

શનિદેવનું ચમત્કારિક મંદિર :

શનિદેવ સૂર્યપુત્ર છે. ભારત દેશમાં શનિ મહારાજના ઘણા મંદિરો છે પણ અમુક મંદિરોની વાત કૈંક અલગ જ છે!! શનિ મહારાજના અમુક મંદિર એવા છે જે ભક્તોના તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ કરે છે. આમ તો શનિદેવને ક્રોધિત દેવતા કહેવામાં આવે છે પણ શનિમહારાજને ભક્તિ દ્વારા રાજી કરી શકાય છે. જે વ્યક્તિના ગ્રહની દશા ખરાબ થઇ હોય અને શનિદેવની ખરાબ દ્રષ્ટિ કુંડળીમાં આવી હોય તેને આ લેખમાં જણાવેલા શનિ મંદિરે અચૂક જવું જોઈએ.

આ છે શનિદેવનું પ્રાચીન મંદિર :

મથુરાથી ૬૦ કિલોમીટરના અંતરે કોસીકલા સ્થાન પર શનિદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. અહીં આસપાસ અન્ય મંદિરો પણ છે. તમને એ વિષે થોડી માહિતી જણાવી દઈએ…

અહીં આસપાસ નંદગાંવ, બરસાના અને શ્રી બિહારી મંદિર છે. ૨૦ એકરની જગ્યામાં અહીં શનિદેવનું પ્રાચીન મંદિર આજે પણ ભક્તો માટે આશીર્વાદ મેળવવા માટેનું ‘પાવરહાઉસ’ સમાન છે. હજારો શ્રદ્ધાળુઓની ભીડ અહીં જામે છે. જીવનની તમામ કષ્ટ દૂર કરનાર આ મંદિરે લોકો દૂર દૂરથી માથું ટેકવવા માટે આવે છે.

વિશેષ માહિતી :

શનિદેવનને ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત પણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે શનિદેવે શ્રી કૃષ્ણની કઠીન તપસ્યા કરી હતી ત્યારે શ્રી કૃષ્ણ પ્રસન્ન થયા હતા. અહીં એટલે કે આ શનિદેવના મંદિરે શ્રી કૃષ્ણ પ્રસન્ન થયા હતા અને કોયલના રૂપમાં દર્શન આપ્યા હતા. એથી જ આ વનને કોકિલાવન નામથી ઓળખવામાં આવે છે. બીજા નામ કોસીકલા તરીકે પણ ઓળખાય છે.

ભગવાન શ્રી કૃષ્ણએ શનિદેવને વરદાન આપ્યું હતું કે આ મંદિરે જે દર્શન કરશે તેના પરથી શનિદેવની કુદ્રષ્ટિ દૂર થશે અને ભક્તનું કલ્યાણ થશે. અહીં મંદિરે લોકો પોતાની મનની સ્થિતિ શનિદેવ સમક્ષ જણાવે છે અને થોડા જ દિવસોમાં પનોતીમાંથી રાહત અનુભવે છે. શનિદેવનું આ મંદિર અતિપ્રાચીન હોવાને સાથે ભક્તોની આસ્થાની જગ્યા પણ મનાય છે.

તમે પણ  જીવનમાં પરેશાનીઓથી કંટાળ્યા હોય તો આ મંદિરે એકવાર અચૂક દર્શન કરવા જવું જોઈએ. એ સાથે આજનો લેખ તમને ગમ્યો હશે એવી આશા સાથે જોડાયેલા રહેજો “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ સાથે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment