પરિવાર સાથે એક વાર લવાસા જરૂરથી જજો, મન એકદમ પ્રફુલ્લીત થઈ જશે

Image Source

લવાસા ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. મોટાભાગના લોકો માટે આ જગ્યા ઘણીજ લોકપ્રીય છે. મુંબઈથી લગભગ 4 થી 5 કલાકનો રસ્તો છે અને છેલ્લા કેટલાક સમયથી લવાસામાં લોકો મોટી સંખ્યામાં પ્રવાસે આવતા હોય છે. આ શહેર ઈટાલિયન શહેર પર્ટોફિનિનો પર આધારિત છે. લવાસા 7 પહાડી ક્ષેત્રોમાં ફેલાયેલું શહેર છે. કુલ 25 હજાર એકડ જેટલું ક્ષેત્રફળ લવાસા કવર કરી લે છે. 

પર્યટકો માટે અહીયા સુંદર દ્રશ્યો, હોટલો, તેમજ મોલ પણ ઉપલબ્ધ છે. જો તમને ભીડભાડ વાળી જગ્યામાં પ્રકૃતિના ખોળામાં આનંદ લેવા માગો છો. તો તમારે લવાસા હિલ સ્ટેશન એક વાર જરૂરથી જવું જોઈએ. તમે જ્યારે પણ અહીયા આવશો તો તમને એક અલગજ અનુભૂલી થશે. 

લવાસાનો ઈતિહાસ 

લવાસા શહેરની કલ્પના મૂળ રૂપે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવાર દ્વારા કરવામાં આવી હતી. તેમના જમાઈ સદાનંદ સુલે પાસે 2007 સુધીમાં  પરિયોજના પૂર્ણ કરવા 12.7 ટકાની ભાગીદારી હતી. 2001માં મહારાષ્ટ્ર સરકારે આ વિસ્તારને આધુનિક શહેરીકરણના નિર્માણ  10 હજાર એકડ જમીન માટે મંજૂરી આપી દીધી હતી. 

લવાસામાં ફરવા લાયક જગ્યાઓ 

વારસગાંવ નદી કિનારે હોવાને કારણે અહીયા વોટ સ્પોર્ટ્સ એક્ટિવીટી પણ કરવામાં આવે છે. જે પર્યટકો માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. અહીયા જેટ સ્કી, કાયનકિંગ, સ્પીડ બોટ રાઈડ, પેંડલ બોટિંગ જેવી ઘણી વોટર સ્પોર્ટસ એક્ટિવીટી કરવામાં આવે છે. ઉપરાંત અહીયા પરિવાર કે મિત્રો સાથે તમે ક્રુઝમાં બેસીને સમય પણ વિતાવી શકશો. 

Image Source

લેકશોરે વોટર સ્પોર્ટ્સની ફી અને ટાઈમીંગ 

સવારના 9 વાગ્યાથી લઈને સાંજે 6 વાદ્યા સુધી વોટર સ્પોર્ટસનો આનંદ માણી શકો છો. લેકશોરે પર ફરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી લાગતો પરંતુ તમે જો અહીયા વોટર સ્પોર્ટસ એન્જોય કરવા માગો છો. તો તમારે એક ફિકસ ચાર્જ કરેલી રકમ આપવી પડશે 

બમ્બૂસા

લવાસાના પ્રસિદ્ધ પર્યટક સ્થળોમાં બમ્બૂસા ઘણું પ્રખ્યાત છે. અહીયા વાંસથી બનેલા શિલ્પ અને કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવે છે. જો તમે વાંસની કોઈ સારી વસ્તુ લેવા માગો છો. તો બમ્બૂસામાંથી તમે લઈ શકો છો. લવાસાનું આ સ્થળ ખરેખરમાં એક કારખાનું કે પછી શો રૂમ કહી શકાય. કારણકે અહીયા શિલ્પકારો દ્વારા વાંસમાંથી કાલાકૃતિઓ બનાવામાં આવે છે. 

બમ્બૂસા કલાકૃતિ માટે તો પ્રખ્યાત છે, ઉપરાંત રોજગાર માટે પણ આ જગ્યા જગ્યા ઘણી પ્રખ્યાત છે. સાથેજ અહીયા તમને દરેક પ્રકારના ફર્નીચર પણ મળી રહેતા હોય છે. 

બમ્બૂસાનો ટાઈમ અને ફી 

સવારના 10 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં તમે બમ્બૂસા જઈ શકો છો. સાથેજ અહીયા એન્ટ્રી પણ મફતમાં રાખવામાં આવી છે. 

Image Source

લેકસાઈડ પ્રોમેનાડે 

લેકસાઈડ પ્રોમેનાડે પશ્ચિન ઘાટથી પુણે નજીક આવેલું છે. લવાસાના પ્રસિદ્ધ પર્યટક સ્થળો પૈકી આ એક સ્થળ એવું છે જે સેરગાહ નામે પણ જાણીતું છે. અહીયા પર્યટકો ભારતીય ભોજનની સાથે સાથે બહારનું ખાવાનું પણ ટ્રાય કરી શકે છે. પર્યટકો અહીયા આવેલ ઝરણામાં બોટીંગ પણ કરતા હોય છે. 

જો તમને સાયકલીંગ કરવી ગમે છે તો પછી તમે અઙીયા ભાડેથી સાયકલ ખરીદી શકો છો. આ વિસ્તારમાં અલગ અલગ બીજી ઘણી હોટલો આવેલી છે. તે સિવાય અહીયાથી તમને અહીયા સૂર્યાસ્તનો નજારો પણ ઘણો જોવા લાયક હોય છે. જેથી લેકસાઈડ પ્રોમેનાડેને લવાસાની સૌથી બેસ્ટ જગ્યા માનવામાં આવે છે. 

Image Source

ટેમઘર બાંધ 

ટેમઘર બાંદ પ્રસિદ્ધ પર્યટક સ્થળ છે અને અહીયા પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. આસપાસ હરિયાળી હોવાને કારણે ફરવા માટે આ સૌથી સારી જગ્યા છે. જોકે અહીયા ચોમાસા સમયે જો તમે ફરવા જશો તો તમને ખરી મઝા આવશે કારણકે તે સમયે ડેમમાંથી પાણી છોડવામાં આવતું હોય છે. આ જગ્યા પર મોટા ભાગે યાત્રીઓ ગરમ ચા અને મકાઈ ખાતા હોય છે. 

ટેમઘર બાંધનો સમય 

ટેમઘર બાંધનો સમય સવારના 10 થી લઈને સાંજના 6 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જેથી પર્યટકો દિવસના સમયે પણ ફરવા આવી શકે. 

Image Source

તિકોલા ફોર્ટ 

લવાસાથી લગભગ 60 કિમી દૂર તિલોકા ફોર્ટ આવેલો છે. જે 3500 ફુટ ઉપર છે. આ ફોર્ટ તેની સુંદરતા અને ટ્રેકિંગને લઈને ફેમસ છે. પહાડ પર હોવાને કારણે પર્યટકો માટે આ કિલ્લો આકર્ષણનું કેન્દ્ર બનેલો છે. તીકોલા ફોર્ટ પર ટ્રેકિંગ કરતા પહેલા તમે ત્ર્બકેશ્વર મહાદેવના દર્શન પણ કરી શકશો. 

Image Source

એક્સથ્રિલ એડવેંચર એકેડમી 

આ એકેડમીમાં તમે કૈમ્પિંગ, રોક ક્લાઈબિંગ અને વૈલી ક્રોસિંગ જેવા અન્ય એડવેંચરો એન્જોય કરી શકશો. જો તમે તમારા મિત્રો સાથે લવાસા જવાનો પ્લાન કરી રહ્યા છો. તો એક્સથ્રિલ એડવેંચર એકેડમી તમારા માટે સૌથી બેસ્ટ છે. આ એકેડમીમાં તમે પેંટબોલ,ટીમ બિલ્ડીંગ ગેમ્સ, ટ્રેજર હંટ રૈપલિંગ અને રોક ક્લાઈબીંગ જેવી એક્ટિવિટી કરી શકશો. તે સિવાય તમે કેમ્પીગ પણ એન્જોય કરી શકશો જેના માટે એકેડમી તમને ટેન્ટ પણ આપે છે.

એક્સથ્રીલ એડવેંચર એકેડમીનો ટાઈમ અને ફી 

આ એકેડમી સવારે 9 વાગ્યાથી સાજના 6 વાગ્યા સુધી ખુલ્લી હોય છે. જોકે આ જગ્યાની ફી એક્ટિવીટી પર ડિપેંડ કરે છે. કારણકે અહીયા દરેક એક્ટિવીટી માટે અલગ અલગ ફી છે. 

વોર્ટેક્સ સ્પ્લૈશ પૈડ 

જો તમે પાણી ખુબ ગમને છે તો તમારે વોર્ટેક્સ સ્પ્લૈશ પૈડ જરૂરથી જું જોઈએ. અહીયા તમને વિભિન્ન થ્રિલર વોટર એક્ટિવિટી એન્જોય કરવા મળશા વોર્ટેક્સ સ્પ્લૈશ પૈડ એક શૂન્યજેટલી ઉંડાઈ વાળો વિસ્તાર છે. આ સ્થળ પર કોઈ પણ વયમર્યાદા રાખવામાં નથી આવી બધાજ અહીયા આવીને એન્જય કરી શકે છે. જો તમે ફેમેલી કે મિત્રો સાથે લવાસા ફરવાનો પ્લાન કરો તો એક વખત વોર્ટેક્સ જરૂર જજો. 

વોર્ટેક્સ સ્પ્લૈશ પેડનો ટાઈમીંગ અને ફી 

વોર્ટેક્સ સ્પ્લૈશ પૈડની ટાઈમીંગ સવારના 10 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીની રાખવામાં આવી છે. સાથેજ અહીયા વ્યક્તિ દીઠ 200 રૂપિયા જેટલી ફી લેવામાં આવે છે. 

Image Source

દાસવે વ્યૂપોઈન્ટ 

દાસવે વ્યૂપોઈન્ટને પણ લાવાસાની સૌથી સુંદર જગ્યા માનવામાં આવે છે. અહીયા કુદરતી દ્રશ્યો ઘણા સારા જોવા મળતા હોય છે. ખાસ કરીને લોકો અહીયા દૂર દૂરથી ફોટોગ્રાફી કરવા માટે આવતા હોય છે. અહીયાથી તમે પ્રખ્યાત ઝરણાઓ અને નદીઓ નિહાળી શકો છો. સાથેજ તેને તમારા કેમેરામાં પણ કેપ્ચર કરી શકો છો. જો તમે પ્રકૃતિ અને પક્ષી પ્રેમી છો તો પછી આ જગ્યા તમારા માટે ખરેખરમાં સ્વર્ગ સમાન છે. 

Image Source

વરસગાંવ બાંધ 

વરસગાંવ બાંધ મોસેલ નદીના તટ પર આવેલો છે. આ બાંધ લવાસાનું એક આકર્ષણનું કેન્દ્ર છે. જો પરિવાર સાથે એકલામાં શાતીથી સમય વિતાવવા માગો છો, તો પથી વરસગાંવ બાંધ તમારા માટે શ્રેષ્ઠ જગ્યા છે. તે સિવાય તમે અહીયા નૌકાવિહારની મજા પણ લઈ શકશો. 

Image Source

ધાનાગઢ કિલ્લો

તામ્હિની ઘાટના મધ્યમાં ધાનાગઢ કિલ્લો આવેલો છે. એક દિવસ માટેની જો તમે ટ્રીપ રાખી હોય તો આ કિલ્લો ફરવા માટે સૌથી બેસ્ટ માનવામાં વે છે. અહીયા લોકો મોજ મસ્તી તેમજ ટ્રેકીગ માટે આવતા હોય છે. આ કિલ્લો મરાઠા, પેશ્વા અને અગ્રેજોએ યુદ્ધ કરતા સમયે વાપર્યો હતો. અહીયા કોઈ પણ ટેન્ટ બાંધીને આરામ પણ કરી શકે છે. 

Image Source

દેવકુંડ જલપ્રયાત 

દેવકુંડ ઝરણું એક છુપાયેલું રત્ન છે. અહીયા યાત્રીઓને એકદમ ફ્રેશ ફીલ થતું હોય છે. 220 ફુટની ઉચાઈએથી પાણી પડે ત્યારે યાત્રીઓ તે પાણી નીચે ઉભા રહેતા હોય છે. આજ સુધી તે ધોધ નીચે ઉભો રહેનાર કોઈ પણ વ્યક્તિ નિરાશ સાબિત નથી થયો. 

Image Source

તામ્હિની ઘાટ 

તામ્હિની ઘાટ પર પણ પર્યટકોએ ખાસ જવું જોઈએ. અહીયા પાણી ઝરણા અને જંગલજ છે. લાંબા સમય સુધી ચાલવા વાળા લોકો માટે આ સ્થળ એક આકર્ષણનું કેન્દ્ર છે. સહયાદ્રીના શિખર પર સ્થિત હરિયાળ વાળો માર્ગ લોન્ગ ડ્રાઇવ માટે જાણીતો છે. મોટા ભાગે મુંબઈ પુણાથી ઘણા યાત્રીઓ અહીયા આવતા હોય છે. અહીયાન ઠંડા પવનમાં એવી તાકાત છે કે તમને બધાજ દુખોથી છુટકારો મળી રહેતો હોય છે. 

Image Source

લવાસા માટે બેસ્ટ વિઝિટ ટાઈમ 

લવાસા આખા વર્ષ માટે શાંતીનો અનુભવ આપે છે. જેથી તમે વર્ષમાં ગમે ત્યારે અહીયા ફરવા માટે જઈ શકો છો. પરંતુ સપ્ટેમ્બર અને માર્ચ એવો મહિનો છે કે જ્યારે મોટા ભાગે પર્યટકો અહીયા ફરવા આવતા હોય છે. 

Image Source

લવાસામાં આવેલ હોટલો 

જો તમે પરિવાર કે મિત્રો સાથે ટ્રીપ પ્લાન કરી રહ્યા છો તો આપને જણાવી દઈએ કે લવાસામાં બઘીજ રેન્જની હોટલો આવેલી છે. તમારા બજેટ અનુસાર તમે કોઈ પણ હોટલની પસંદગી કરી શકો છો. 

Image Source

લવાસાનું ફેમસ ખાવાનું 

લવાસામાં મોટા ભાગે ભારતીય ખાવાનુંજ લોકો વધારે ખાતા હોય છે. મહારાષ્ટ્રીયન થાળીથી માંડીવે અહીયા બધાજ પ્રકારના ફડ મળી રહેતા હોય છે. શહેરમાં ઘણી ફેમસ રેસ્ટોરન્ટો આવેલી છે જ્યા પર્યટકો મોટા ભાગે જમવા જતા હોય છે. 

Image Source

લવાસાની પ્રખ્યાત હોટલો 

ચોર બિજારે – આ રેસ્ટોરન્ટ સ્ટ્રીટ ફુડ અને ઉત્તર ભારતીય વ્યંજનોની વિસ્તૃત શ્રુંખલા માટે જાણીતું છે. 

ઓલ અમેરિકન ડાયનર– લવાસાના ફેમસ રેસ્ટરેંટના રૂપમાં આ રેસ્ટોરન્ટ સૌથી વધારે આગળ છે. અહીયા લોકો મોટા ભાગે બર્ગર અને હોટડોગ ખાવા માટે આવતા હોય છે. 

ઓરિએંટ 8 – ઓરિએંટ 8 ચાઈનીઝ ફુડ માટે ઘણું જાણીતું છે. મોટા ભાગે લોકો અહીયા ચાઈનીઝ ફુડ ખાવા માટે આવતા હોય છે. 

કેવી રીતે પહોચશો લવાસા  ?

Image Source

પ્લેન દ્વારા- જો તમે લવાસા ફરવા માટે ફ્લાઈટનમાં જવાના છો તો પછી તમને જણાવી દઈએ કે ત્યા સુધી સીધી કોઈજ ફ્લાઈટ કનેક્ટિવીટી નથી. લવાસાના મોટા ભાગના એરપોર્ટ પુનામાં આવેલા છે. જે ત્યાથી 57 કીમી દુર આવેલા છે. જેથી ત્યાથી તમે ટેક્સી દ્વારા લવાસા જઈ શકશો

Image Source

ટ્રેન દ્વારા- ટ્રેનમાં પણ પ્લેન જેવીજ સ્થિતી છે. અહીયા લવાસા સુધી એક પણ ટ્રેન નથી તેના માટે લગભગ તમારે 61 કિમી દુર પુણા સ્ટેશન પર ઉતરવું પડે છે. ત્યાથી તમારે ટેક્સી કરીનેજ લવાસા પહોચવું પડશે. 

Image Source

ડાઈરેક્ટ રોડ દ્વારા – લવાસા સુધીના રોડ મધ્યમ પ્રકારના ગણી શકાય. શહેરમાં બધીજ ટેક્સી અને બસ અવેલબલ છે. મુંબઈથી આ શહેર 190 કિમી અને પુણાથી આ શહેર 60 કિમી દુર આવેલું છે. જેથી બસ અથવા ટેક્સીને બદલે તમારી પર્સનલ કારમાં પણ લવાસા તમે જઈ શકશો. 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment