OMG!! છ વર્ષની ઉંમરમાં સિક્સ પેક? જાણો ઈરાનના આ બાળકની કહાની

એક ઈરાની બાળક જેણે પહેલા તેના અવિશ્વાસનીય  ફૂટબોલ અને જીમનાસ્ટીક કૌશલથી દુનિયાને ચોંકાવી દીધી છે અને હવે 6 વર્ષની નાની એવી ઉમરમાં સિક્સ પેક એબ બનાવતા આરત હોસૈનિએ ફરી બધાને હેરાન કરી દીધા છે. માત્ર છ વર્ષની ઉંમરમાં સિક્સ પેક એબ બનાવનાર આરત હોસેની હવે ઇન્સ્ટાગ્રામ સ્ટાર પણ બની ગયો છે. તે સોકર પ્લેયર અને જિમ્નાસ્ટ પણ છે. લોકો ઘણીવાર તેને છોકરી સમજી બેસે છે. ઈરાનના બાબોલ શહેરમાં રહેતો આરત તેના સિક્સ પેક એબ અને સોકરના કારણે સોશિયલ મીડિયા સ્ટાર બની ચુક્યો છે. તે ફૂટબોલ સ્ટાર મેસી જેવો બનવા ઈચ્છે છે.

image source

આવો જાણીએ આ લિટલ ચેમ્પની કહાની –

 

આરતની ટ્રેનીંગ

આરતના પિતા મોહમ્મદે તેને નાની ઉંમરમાં જ ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દીધું હતું. આરત નવ મહિનાનો હતો ત્યારથી તેને જિમ્નાસ્ટિક કરાવવાનું શરૂ કરી દીધું હતું અને બે વર્ષની ઉંમર પૂરી થાય ત્યાં સુધી તો આંતરરાષ્ટ્રીય મીડિયામાં તે ચમકી ચૂક્યો હતો. આરતને સોકર રમવું ખૂબ પસંદ હતું, પરંતુ ચર્ચામાં તે પોતાના શરીરના કારણે આવ્યો.

image source

સોશલ મીડિયા સ્ટાર

આરતનો જન્મ ઇંગ્લેન્ડના લિવરપુલમાં થયો હતો. હવે તે લિવરપુલ એકેડેમીમાં સ્પોર્ટ્સની ટ્રેનિંગ લઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આરતનું ફેન ફોલોઇંગ ખુબ જ મોટા પ્રમાણમાં છે.  આરતના 4 મિલિયન ફોલોવર છે.

image source

 ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ

આરતના પિતા મોહમ્મદ કહે છે કે “મારા પુત્રની પ્રતિભા અને અનોખું ટેલેન્ટ જોયા પછી આસપાસના લોકોએ સલાહ આપી કે તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પેજ બનાવવું જોઈએ.” આરતનું ઇન્સ્ટાગ્રામ પેજ માત્ર ઈરાનમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

image source

લિયોનેલ મેસીનો ચાહક

આરત દીવાલ પર ચઢવાની કળામાં પણ માહેર છે. હવે તેનું સપનું છે કે મોટા થઇને તે બાર્સિલોના સોકર ક્લબ માટે રમે, તેના પસંદગીના ખેલાડીઓમાં લિયોનલ મેસી સામેલ છે. તે મેસીની જેમ રમવા ઇચ્છે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment