આ પોલીસ કોન્સ્ટેબલની સેવાને સલામ છે – વૃદ્ધ માટે દીકરા બનીને સંભાળ રાખે છે..

આજના જમાનામાં માણસ અતિ વ્યસ્ત બન્યો છે ત્યારે એક માણસ બીજાના દુઃખમાં સાથ આપવા માટે જાય છે. આમ તો અત્યારે કોઈને કોઈના માટે થોડો સમય કાઢવો પણ અઘરો પડે છે ત્યારે આ વ્યક્તિની આ સેવાકીય પ્રવૃતિ જોઇને આંખમાં આંસુ આવી જાય. અમે તમને આ ભલા માણસ સાથે મુલાકાત કરાવીએ છીએ. તો આ આર્ટીકલને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં.

લોકોને સુધી મદદનો હાથ આપનાર આ વ્યક્તિની નીતિને ખરેખર બિરદાવવા જેવી છે. આખી ઘટના જણાવીએ તમને તો…,

ખંઢેર થઇ ગયેલું આ નાનું મકાન અને ચારેબાજુ ઝાલાવાડ બાજી ગયેલ આ મકાનની અંદર આજ સુધી કોઈ પહોંચ્યું પણ ન હતું. પાડોશીઓ પણ જાણતા ન હતા કે આ મકાનની અંદર કોઈ રહે છે કે નહીં. અંદર કોઈ લાઈટ, પંખા કે કોઈ વસ્તુ પણ ન હતી. અંદર ન ખાવાની વ્યવસ્થા છે કે પાણી પીવાની. ઘરમાં થોડો છે એ સમાન પર ધૂળની પરત જામી ગઈ હતી. ઘરમાં સામાનના ઢગલા પર એક વૃદ્ધ મહિલા સુતી હતી. ત્યાં અત્યાર સુધી કોઈ જ પહોંચ્યું ન હતું અને એ વખતે પોલીસ હેડ કોન્સ્ટેબલ મનોજ કુમાર તેની મદદ કરવા માટે આવ્યા હતા.

આ એક કિસ્સો છે પણ મનોજ કુમારે આવા એક કાર્ય નહીં પણ અનેક કાર્ય કાર્ય છે. આગળ કહો ને તો વૃદ્ધ વડીલોની સેવા કરવી એ મનોજ કુમારની એક કામ છે. નોકરી સાથે આ સેવાનું કામ આજ સુધી તેને ચાલુ રાખ્યું છે. પહાડગંજની શેરીઓમાં મનોજ કુમારને કોઈ ઓળખતું નહીં હોય એવું કોઈ વ્યક્તિ નહીં હોય. ૧૦ વર્ષથી વધુ સમયથી મનોજ આ સેવાનું કાર્ય કરી રહ્યા છે. નોકરીની સાથે-સાથે વૃદ્ધની મદદ કરવી એ તેના લોહીમાં વણાય ચુક્યું છે.

કોઈની દવા લઇ આપવી, કોઈની રસોઈ માટેની વ્યવસ્થા કરવી અને કોઈને રહેવા માટેની વ્યવસ્થા કરી આપવી આવા કાર્યથી તે તેની જીંદગીમાં અઢળક પુણ્ય કમાઈ છે. હેડ કોન્સ્ટેબલ મનોજ કુમારનું કહેવું છે કે, “નર સેવા એ જ નારાયણ સેવા છે. જયારે અમે કોઈની દિલથી મદદ કરીએ છીએ ત્યારે ભગવાનના આશીર્વાદ આપણા પર હોય છે.” અમુક તો એવા પણ કિસ્સા છે કે વૃદ્ધ વડીલે એક મહિનાથી કશું જ જમ્યું નથી અને આજે એ ઘરમાં ભોજનની વ્યવસ્થા બે સમયની થઇ ગઈ છે. આ બધું મનોજ કુમારને કારણે શક્ય બન્યું હોય છે.

મનોજ કુમાર વૃદ્ધની સેવા કરીને વડીલોના મનમાં ખુદના દીકરા કરતા પણ ઊંચું સ્થાન પ્રાપ્ત કરે છે. જયારે કોઈ મદદ કરવા ન આવે અને સહારાની જરૂર પડે ત્યારે લોકો મનોજને ફોન કરે છે. આ માત્ર લખવા માટેની વાત નથી. એકદમ સત્ય વાત છે કે જયારે મનોજને ફોન કરવામાં આવે ત્યારે એ એક ફોનથી હાજર થઇ જાય છે.

ભગવાન હેડ કોન્સ્ટેબલ મનોજ કુમારને સદા સુખ-સમૃદ્ધિ આપે કારણ કે જે લોકોના દુઃખ દૂર કરવા માટે હંમેશા તત્પર રહે છે એ વ્યક્તિને દુનિયાની કોઈ તકલીફ કશું જ બગાડી શકે નહીં. આમ પણ લોકોના દિલમાં મનોજ પ્રત્યેની જગ્યા બહુ ખાસ છે. “અચ્છે કર્મો હી ઇસ જનમ કા સુખ હૈ..”

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.


Author : Ravi Gohel

Leave a Comment