આ હોટેલમાં છત કે દીવાલ નથી પણ અહીં છે એકદમ આનંદ અને મોજ..

તમે એક કોઈ હોટેલ જોઈ છે જેમાં ઉપર છત ન હોય અને કોઈ દીવાલ પણ ન હોય છતાં આ હોટેલમાં એટલી મજા આવે છે કે ના પૂછો વાત. જાણો કઈ રીતે ખાસ છે આ હોટેલ…

હોટેલના અલગ-અલગ પ્રકાર હોય છે અને મોંઘી આલીશાન હોટેલમાં જરૂરી એવી તમામ સુવિધા હોય છે. લક્ઝરી હોટેલમાં બેડ થી લઈને બાથ સુધીની તમામ સુવિધા મળી રહે છે સાથે રૂમની સુવિધા પણ એવી હોય છે જેમાં એસી અને નોન-એસીના અલગ-અલગ રેન્ટ હોય છે. પણ તમે કોઈ એવી હોટેલ જોઈ છે જેમાં છત ન હોય અને દીવાલ પણ ન હોય? કદાચ તમારો જવાબ ‘ના’ જ હશે પરંતુ આવી પણ એક હોટેલ મૌજુદ છે. આવી જ રસપ્રદ વાત આપણે અહીં કરવાના છીએ તો આ લેખને અંત સુધી વાંચવાનું ભૂલતા નહીં.

આ હોટેલ કે જેમાં છત અને દીવાલ નથી છતાં પણ અહીં રહેવાનું મન થાય તો તમે આ હોટેલની મુલાકાત લેવા માટે આવી શકો છો. ખુલ્લા આસમાન નીચે આ હોટેલ છે અને વિશાળ આસમાન નીચે ખુલ્લી હવાની લહેર સાથે આહલાદક આનંદ આપતી આ હોટેલમાં રહેવાની મજા અલગ છે. આ હોટેલની એક ખાસીયત છે કે, આ હોટેલમાં બાથરૂમની સુવિધા નથી એટલે એ સુવિધા મળી શકતી નથી પણ આરામ કરવા માટે અને પાર્ટનર સાથે બેડરેસ્ટ લેવા માટે આ હોટેલ વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન છે.

આ હોટેલની વાત એ છે કે, બે વ્યક્તિઓએ સાથે મળીને આ હોટેલ બનાવવાનો પ્લાન કર્યો હતો. સ્વીત્ઝરલૅન્ડના આ બે આર્ટીસ્ટ હતા અને તેના નામ ફ્રેંક અને રીક્લીન હતું. પછી આ હોટેલ પ્લેસને પબ્લિક કરીને લોકો માટે આ સુવિધા મળે એ રીતે ખુલ્લી મુકવામાં આવી. જો તમારું પણ મન હોય કે ખુલ્લા આસમાન નીચે વિશાળ જગ્યામાં બનેલ આ હોટેલનો અનુભવ કરવો હોય અને એકદમ રીલેક્ષ થવું હોય તો અહીં ૨૫૦ ડોલર જેટલો ખર્ચ થશે. એક રાત રહેવા માટે અહીં તમારે ૨૫૦ ડોલર ચુકવવા પડે છે.

દુનિયામાં જેટલી પણ હોટેલ છે એ બધા કરતાં આ હોટેલ એકદમ અલગ છે. અહીં તમને ઘર જેવી ફીલિંગ્સ આવે છે અને સાથે કુદરતી આસમાન નીચે ગુલાબી પવનમાં એકદમ શાંતિનો અનુભવ થાય છે. પાર્ટનર સાથે આ હોટેલમાં રેસ્ટ લેવાની મજા બહુ અનેરી છે અને આ સમય લાઈફમાં આજીવન યાદગાર બની જાય એવો અહીંનો અનુભવ છે.

તો તમે પણ જો વિદેશ ટુરમાં જવાના હોય તો આ હોટેલ વિશેની હજુ વિગત ગૂગલમાં સર્ચ કરીને લેજો અને એ હોટેલ ઓફ લોકેશનની વિઝીટ કરવાનું ભૂલતા નહીં. આ હોટેલમાં ઘણા બધા કપલને રેસ્ટ લેવાની વ્યવસ્થા મળી રહે એમ છે. વિશાળ મેદાનમાં આ હોટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે તેથી આ હોટેલમાં માણસોની જરાપણ ગીચતા થતી નથી.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment